Std 11 B.A. Ch 7 Swadhyay Solution || ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પાઠ 7 સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન

 

Std 11 B.A. Ch 7 Swadhyay Solution || ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પાઠ 7 સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન



પ્રશ્ન 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

 

1. નીચેનામાંથી કયું સ્વરૂપ જાહેરક્ષેત્રનું નથી?

(a) ખાતાકીય સંચાલન

(b) વૈયક્તિક માલિકી

(c) જાહેર નિગમ

(d) સરકારી કંપની

 

2. નીચેનામાંથી કયા સ્વરૂપના કર્મચારીઓને સરકારી કર્મચારીઓના નિયમો લાગુ પડે છે?

(a) ખાતાકીય સંચાલન

(b) જાહેર નિગમ

 (C) સરકારી કંપની

(d) ખાનગી કંપની

 

3. કયું ધંધાકીય સ્વરૂપ સૌથી જૂનું ગણાય છે?

 (a) જાહેર સાહસો

(b) ખાનગી સાહસો

(C) વૈશ્વિક સાહસો

(d) જાહેર-ખાનગી ભાગીદારી

 

4. ખાનગી વૈશ્વિક સાહસો માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે?

(a) આંતરરાષ્ટ્રીય ધોરણે મોટા પાયે કાર્યરત હોય છે.

(b) કદ અને વેચાણ વિશાળ હોય છે.

(c) સંસદ કે વિધાનસભાનો સીધો અંકુશ હોય છે.

(d) મજબૂત આર્થિક સધ્ધરતાને કારણે રાજકીય વર્ચસ્વ વધારે હોય છે.

 

5. જાહેર-ખાનગી ભાગીદારી માટે નીચેનામાંથી કઈ વિગત ખોટી છે?

(a) જરૂરી જમીન સરકાર પાસેથી તેમણે જાતે ખરીદવાની રહે છે.

(b) ચોક્કસ સમય સુધી લાભાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવે છે.

(c) માળખાગત સેવાઓનું સર્જન પોતાનાં રોકાણથી કરે છે.

(d) ચોક્કસ સમયગાળા પછી તેમણે કરેલું માળખું સરકારને સુપરત કરવાનું રહે છે.

 

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

 

 ( 1 ) જાહેરક્ષેત્ર એટલે શું?

ઉત્તર : જે એકમોની માલિકી, સંચાલન અને અંકુશ સરકારને હસ્તક હોય ત્યારે તેને જાહેરક્ષેત્ર કહેવાય.

 

 (2) જાહેરક્ષેત્રનાં ત્રણ સ્વરૂપોનાં નામ આપો.

ઉત્તર : જાહેરક્ષેત્રનાં ત્રણ સ્વરૂપો છે : (1) ખાતાકીય સંચાલન, (2) જાહેર નિગમ અને (૩) સરકારી કંપની.

 

(૩) સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું કેટલું હોય છે ?

ઉત્તર : સરકારી કંપનીમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય છે.

 

 (4) સરકારી કંપનીના શૅર કોના નામે ધારણ કરવામાં આવે છે

ઉત્તર : સરકારી કંપનીના શૅર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે.

 

(5) ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ કયું છે? 

ઉત્તર : ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ ખાનગીક્ષેત્ર છે.

 

 (6) વૈશ્વિક સાહસોનો અર્થ જણાવો.

ઉત્તર : જ્યારે કોઈ ધંધાકીય એકમ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ વૈશ્વિક ધોરણે ફેલાવે તેને વૈશ્વિક સાહસ કહેવાય.

 

(7) જાહેર-ખાનગી ભાગીદારી એટલે શું?

ઉત્તર : જે માળખાના વિકાસ માટે સરકાર જમીન આપે, વિકાસ : માટેનું રોકાણ ખાનગીક્ષેત્ર કરે જેના બદલામાં સરકાર ખાનગીક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે માળખાના લાભાર્થીઓ પાસેથી ફી મેળવે, જાળવણીનું કાર્ય ખાનગીક્ષેત્ર તે સમયગાળા દરમિયાન કરે તેને જાહેર-ખાનગી ભાગીદારી કહેવાય.

 

પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો :  

 

( 1 ) ધંધાકીય વ્યવસ્થાનાં વિવિધ સ્વરૂપોની માત્ર યાદી બનાવો.

ઉત્તર : ધંધાકીય વ્યવસ્થાનાં વિવિધ સ્વરૂપોની યાદી આ મુજબ છે :

(1) વૈયક્તિક માલિકી, (2) ભાગીદારી, (3) હિંદુ અવિભક્ત કુટુંબ, (4) સહકારી મંડળી, (5) સંયુક્ત હિસ્સાવાળી કંપની, (6) સરકારી ખાતું, (7) જાહેર નિગમ અને (8) સરકારી કંપની.

 

( 2 ) જાહેરક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે?

ઉત્તર : પછાત વિસ્તારોમાં ખાનગીક્ષેત્રના રોકાણકારો મૂડીરોકાણ કરવા આકર્ષાતા નથી. ત્યાં સરકાર મૂડીરોકાણ કરી સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ કરી શકે છે.

→ ભારત સરકારે રાઉરકેલા, ભીલાઈ, બોકારો વગેરે ઔદ્યોગિક રીતે પછાત વિસ્તારોમાં લોખંડનાં કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કરેલ છે.

 

(3) ખાતાકીય સંચાલન એટલે શું? ઉદાહરણથી સ્પષ્ટતા આપો.

ઉત્તર : જ્યારે કોઈ સરકારી ખાતા દ્વારા જાહેરક્ષેત્રનું સંચાલન થતું હોય ત્યારે તેને ખાતાકીય સંચાલન કહે છે.

→ સરકારી ખાતાનું સંચાલન સરકારી અધિકારીઓ દ્વારા થતું હોય છે અને બધા કર્મચારીઓ સરકારી કર્મચારી ગણાય છે.

→ સરકારી ખાતાં કેન્દ્ર અથવા રાજ્ય દ્વારા સંચાલિત થતાં હોય છે.

→ તેમને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિ-નિયમો લાગુ પડે છે. દા. ત., ટપાલ ખાતું, રેલવે વગેરે.

 

(4) “ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે.” ચર્ચો.

ઉત્તર : ખાનગી સાહસોનું એકમાત્ર ધ્યેય વધુ નફો મેળવવાનું હોય છે, તે વિધાન વર્તમાન સમયમાં સંપૂર્ણપણે સાચું નથી.

→ ખાનગી સાહસોનો મુખ્ય હેતુ જોકે નફાનો હોય છે, પરંતુ નફાના હેતુની સાથે સાથે સામાજિક જવાબદારીનો હેતુ પણ ખાનગી સાહસ સ્વીકારે છે.

→ ખાનગી સાહસોએ પર્યાવરણ સુરક્ષા, મહિલા સશક્તીકરણ, સાક્ષરતા જેવા સામાજિક ખ્યાલો પણ સ્વીકાર્યા છે.

→ આ રીતે ખાનગી સાહસોએ નફાને પ્રાથમિકતા આપીને પણ સામાજિક જવાબદારીઓનો સ્વીકાર કર્યો છે.

 

(5) ખાનગી સાહસોનું અર્થતંત્રમાં મહત્ત્વ જણાવો.

ઉત્તર : ખાનગી સાહસ એ અર્થતંત્રનું સૌથી જૂનું સ્વરૂપ છે.

→ ખાનગી સાહસ દ્વારા અર્થતંત્રની પ્રવૃત્તિઓની શરૂઆત થઈ હતી.

→ અગાઉના સમયમાં ખાનગી સાહસો દ્વારા જ ધંધાકીય પ્રવૃત્તિઓ સંચાલિત થતી હતી.

→ ખાનગી સાહસ હાલમાં પણ દેશના અર્થતંત્રમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

→ દેશની આર્થિક પ્રગતિ ખાનગી સાહસોને આભારી છે. તેમનો રાષ્ટ્રીય આવકમાં મહત્ત્વનો હિસ્સો છે.

→ ખાનગી સાહસનું અસ્તિત્વ સદીઓથી ચાલતું આવ્યું છે.

 

( 6 ) વૈશ્વિક સાહસોનું ભારતીય અર્થતંત્રમાં શું મહત્ત્વ છે?

ઉત્તર : 1991 અગાઉ ભારતમાં વૈશ્વિક સાહસોનો પ્રવેશ ધીમી ગતિએ થતો હતો. પરંતુ ઉદારીકરણની નીતિ અપનાવ્યા પછી વૈશ્વિક સાહસોનો પ્રવેશ અને પ્રસાર ઝડપી બન્યો.

→ ભારતના અનેક ઔદ્યોગિક ગૃહો હાલમાં પોતાનો ધંધો વિદેશનાં બજારોમાં વિકસાવી રહ્યાં છે. આ સાહસો કે કંપનીઓ વિશ્વના અનેક દેશોમાં પોતાની વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડે છે.

→ વૈશ્વિક સાહસોનાં વેચાણ અને આવક રાષ્ટ્રીય કંપનીઓની તુલનામાં વધારે હોય છે.

→ આ રીતે વૈશ્વિક સાહસો સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પોતાના જંગી મૂડીરોકાણ, સારી શાખ અને અદ્યતન ટેક્નોલૉજીને કારણે અસરકારક પુરવાર થઈ રહ્યાં છે.

→ બીજા દેશોમાંથી ભારતમાં આવીને કોકાકોલા, પેપ્સી, મેકડૉનાલ્ડ, નોકિયા, સોની, જનરલ મોટર્સ વગેરે વૈશ્વિક સાહસો ધંધો કરે છે.

→ હાલમાં ભારતની કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, રિલાયન્સ, મારુતિ, વીપ્રો, ઓ.એન.જી.સી., ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ વગેરે વિશ્વના અન્ય દેશોમાં જઈને ધંધાકીય પ્રવૃત્તિઓ કરે છે.

 

 


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો

 

(1) ખાતાકીય સંચાલન એટલે શું? તેની લાક્ષણિકતાઓ જણાવો

ઉત્તર : ખાતાકીય સંચાલનનો અર્થઃ જ્યારે જાહેરક્ષેત્રની પ્રવૃત્તિનું સંચાલન અને વહીવટ સરકારના એક ખાતા તરીકે થાય ત્યારે તેને ખાતાકીય સંચાલન કે સરકારી ખાતા દ્વારા સંચાલન કહેવાય.

 → સરકારી ખાતાં. દ્વારા ચાલતા એક્રમનું સંચાલન સરકારી સની અધિકારીઓ દ્વારા થાય છે.

→ કર્મચારીઓને કેન્દ્ર અથવા રાજ્ય સરકારના નીતિનિયમો લાગુ પડે છે.

→ ભારતમાં તાર-ટપાલ, રેલવે, આકાશવાણી વગેરે સરકારી ખાતા/ ઉદાહરણ છે.

 

  •       ખાતાકીય સંચાલન(સરકારી ખાતા)ની લાક્ષણિકતાઓ :

 

1. નાણાંની ફાળવણી : ખાતાકીય સંચાલનના ઉદ્યોગોને જરૂરી ખર્ચ માટે નાણાંની ફાળવી સરકારના અંદાજપત્ર દ્વારા થાય છે. 

→ તેનો જરૂરી ખર્ચ સરકારી તિજોરીમાંથી થાય છે અને તેની આવક સરકારી તિજોરીમાં જમા થાય છે.

 

2. હિસાબોની જાળવણી : સરકારી ખાતાંના હિસાબોની જાળવણી જે-તે વિભાગ કરે છે. તેનું ઑડિટ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક [CAG - Comptroller and Auditor General) કરે છે.

 

3. કર્મચારીઓની નિમણૂક : સરકારી ખાતાના કર્મચારીઓની નોકરીની શરતો, ભરતી, પસંદગી વગેરે સરકારી કર્મચારીઓ જેવી જ હોય છે. તેથી તેઓ સરકારી કર્મચારીઓ ગણાય છે.

 

 4. સરકારી સંચાલન અને અંકુશ :  સરકારના અન્ય ખાતાની જેમ જ આવા જાહેર સાહસો પર જે-તે ખાતાના પ્રધાનનો સીધો જ અંકુશ, દેખરેખ અને માર્ગદર્શન હોય છે.

 

( 2 ) જાહેર નિગમનો અર્થ આપી, તેની લાક્ષણિકતાઓ વર્ણવો.

ઉત્તર : જાહેર નિગમનો અર્થ : સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી અસ્તિત્વમાં આવેલા જાહેર સાહસને જાહેર નિગમ કહે છે.

→ જાહેર નિગમની સત્તા, કરજો. અધિકારો, જવાબદારીઓ, કર્મચારીઓની નોકરીના નિયમો અને સરકારી ખાતા સાથે કાયદાથી સંબંધ વગેરેની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવે છે.

→ ભારતીય જીવનવીમા નિગમ, ઇન્ડિયન એરલાઇન્સ, ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન, ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ વગેરે જાહેર નિગમનાં ઉદાહરણ છે.

 

  •      જાહેર નિગમની લાક્ષણિકતાઓ :

 

1. સ્થાપના : સંસદ કે વિધાનસભાના ખાસ કાયદાથી જાહેર નિગમની સ્થાપના અને સંચાલન થાય છે.

આ કાયદામાં જાહેર નિગમના હેતુઓ, અધિકારો, જવાબદારી, કાર્યક્ષેત્ર, ખાસ સવલતો વગેરેની જોગવાઈ કરવામાં આવે છે.

 

2. માલિકી : જાહેર નિગમની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકાર કે બંનેની સંયુક્ત હોય છે.

→ જાહેર નિગમની નાણાકીય જવાબદારી અને નાની વહેંચણી સરકાર પાસે હોય છે. જો નુકસાન થાય, તો તે સરકાર ભોગવે છે.

→ સરકાર દ્વારા મૂડીભંડોળ જાહેર નિગમની મૂડી સરકાર પુરી : પાડે છે. જરૂર પડતાં તે સરકાર કે જાહેર જનતા પાસેથી ઉછીની મૂડી રંગવી શકે છે.

 

4. અલગ અસ્તિત્વ : જાહેર નિગમને કાપા દ્વારા કાયદેસરનું અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલ હોય છે. તે કંપનીની જેમ બધા જ લાભ મેળવી શકે છે.

 



 



















(3) સરકારી કંપનીની વ્યાખ્યા આપી, તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો.

ઉત્તર : સરકારી કંપનીની વ્યાખ્યા ભારતીય કંપનીધારા મુજબ, : “સરકારી કંપની એટલે એવી કંપની કે જેમાં સરકારી મૂડીનું પ્રમાણ ઓછામાં ઓછું 51% હોય છે.''

→ સરકારી મૂડી એટલે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર અને એક કે વધુ રાજ્ય સરકારોની મૂડી હોય છે. સરકારી કંપનીના શૅર રાષ્ટ્રપતિના નામે ધારણ કરવામાં આવે છે.

 

  •       સરકારી કંપનીની લાણિક્તાઓ : 

 

1. સ્થાપના : સરકારી કંપનીની સ્થાપના ભારતીય કંપનીધારા અનુસાર થાય છે.

 

2. અલગ અસ્તિત્વ: સરકારી કંપની અલગ કાયદાકીય વ્યક્તિત્વ (અસ્તિત્વ) ધરાવે છે. તેથી તે કોઈ પણ વ્યક્તિ સામે દાવો માંડી શકે છે કે અન્ય કોઈ વ્યક્તિ કંપની સામે પણ દાવો માંડી શકે છે.

 → કંપની પોતાના નામે અન્ય વ્યક્તિઓ સાથે કરાવી કરી શકે છે.તેમજ પોતાના નામે મિલકતો પણ ધરાવી શકે છે.

 

3. મૂડી : સરકારી કંપનીની કા% કે તેથી વધુ મૂડી રાજ્ય અને અથવા કેન્દ્ર સરકારને હસ્તક હોય છે.

 

4. વહીવટ : સરકારી કંપનીની વહીવટ અન્ય કંપનીઓની જેમ કંપનીધારાની જોગવાઈઓ મુજબ થાય છે.

 

 ( 4 ) જાહેર સાહસોની બદલાતી જતી ભૂમિકા વિશે જણાવો.

ઉત્તર : ભારતદેશ આઝાદ થયા પછી એવી અપેક્ષા હતી કે જાહેરક્ષેત્ર અર્થતંત્રના કેટલાક હેતુઓની સિદ્ધિ માટે મહત્ત્વની ભૂમિકા ભજવશે.

→અર્થતંત્રના વિકાસ માટે માળખાગત સુવિધાઓનું સર્જન અને ચાવીરૂપ ઉદ્યોગોનો વિકાસ જાહેરક્ષેત્ર કરશે.

→ ખાનગીક્ષેત્રને જ્યાંથી અપેક્ષિત વળતર મળવાનું ન હોય ત્યાં તેઓ મોટા પ્રમાણમાં મૂડીરોકાણ કરવા તત્પર ન હતું.

→ આથી સરકારે જાહેરક્ષેત્રના વિકાસ દ્વારા માળખાકીય સુવિધાઓને સર્જવાની શરૂઆત કરી તેમજ અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાઓનું જાહેરક્ષેત્ર દ્વારા ઉત્પાદન શરૂ કર્યું.

→ દેશની પંચવર્ષીય યોજનાઓમાં પણ જાહેરક્ષેત્રને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું.

→ ભારતમાં 1991 પછીનાં વર્ષોમાં આર્થિક નીતિમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણને અપનાવવામાં આવ્યું. પરિણામે જાહેરક્ષેત્રની ભૂમિકા બદલાઈ ગઈ.

→ જાહેરક્ષેત્ર ખાનગી કંપનીઓ સાથે હરીફાઈ કરવા લાગ્યું અને નફાને મહત્ત્વ આપવામાં આવ્યું.

→ સતત ખોટ કરી રહેલા જાહેરક્ષેત્રમાં માળખાકીય ફેરફારો શરૂ થયા અને આવા કેટલાંક જાહેરક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યા.

→ અનેક જાહેરક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ આપવામાં આવ્યો અથવા તેને ખાનગી ઉદ્યોગોને વેચી દેવામાં આવ્યા.

→ બિનકાર્યક્ષમ જાહેરક્ષેત્રને વિવિધ સમિતિઓ રચી સ૨કા૨ે કાર્યક્ષમ બનાવ્યાં.

→ 1950થી 1990 સુધીનો સમયગાળો જાહેરક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે.

 


 

 (6) વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ જણાવો.

ઉત્તર : વૈશ્વિક સાહસોનો અર્થ : જ્યારે કોઇ પણ ધંધાકીય સાહ પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ રાષ્ટ્રીય સીમાઓની બહાર ફેલાવે ત્યારે તેને વૈશ્વિક સાહસો કહે છે.

 

  •      વૈશ્વિક સાહસોની લાક્ષણિકતાઓ :

 

1. એક કરતાં વધુ દેશોમાં ધંધો : વૈશ્વિક સાહસો આંતરરાષ્ટ્રીય ધોરણે બહુ મોટા પાયા પર કામગીરી કરતા હોય છે.

→ તેઓ વિશ્વના એક કરતાં વધુ દેશોમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ કરતાં હોય છે.

→ તેઓ પોતાની ધંધાકીય પ્રવૃત્તિમાં જુદા જુદા દેશોમાં એસાથે અલગ અલગ રીતે કરતાં હોય છે.

 

2. પ્રાધાન્ય : વૈશ્વિક સાહસો રોકાણ, ઉત્પાદન અને વહેંચણીમાં જે-તે પ્રદેશની વિશિષ્ટ બાબતોને મહત્ત્વ આપે છે.

→ દરેક દેશની ધાર્મિક, સામાજિક, આર્થિક અને વર્તનલક્ષી માન્યતાઓમાં તફાવત જોવા મળે છે અને આ બાબતોને ધ્યાનમાં રાખીને વૈશ્વિક સાહસો જે-તે દેશમાં પોતાની ધંધાકીય પ્રવૃત્તિઓ પ્રસારે છે.

 

3. કદ અને વેચાણ : વૈશ્વિક સાહસોનું કદ અને વેચાણ વિશાળ હોય છે. ઘણી વાર અમુક નાના દેશોની કુલ રાષ્ટ્રીય આવક કરતાં પણ વૈશ્વિક સાહસોના વેચાણની આવક વધારે હોય છે.

 

4. આર્થિક સધ્ધરતા : વૈશ્વિક સાહસો આર્થિક દૃષ્ટિએ સધ્ધર હોય છે.

→ ઘણી વાર તેઓ ખૂબ જ ઓછા નફાથી કે જરૂર પડતાં નુકસાન કરીને પણ બજારનો વિકાસ કરતાં હોય છે. વૈશ્વિક સાહસો ખૂબ મજબૂત નાણાકીય પીઠબળને કારણે ખૂબ મોટા પાયા પર ઉત્પાદન અને વેચાણનું આયોજન કરી શકે છે.

 

પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો.

 

(1) જાહેરક્ષેત્રની લાક્ષણિકતાઓ સવિસ્તર વર્ણવો.

 ઉત્તર : જાહેરક્ષેત્રની લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ

 

1. મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના : જાહેર સાહસોની સ્થાપનાનો દેશ ઝડપી ઔદ્યોગીકરણ માટેની પાયાની સગવડો શરૂ કરવાનો છે.

→ આ માટે વિપુલ પ્રમાણમાં રોકાણ કરવાની જરૂરિયાત પડે છે. તુ આઝાદી પછીના સમયમાં ખાનગી ઉદ્યોગો દ્વારા ખૂબ મોટા પાયા પર રોકાણ કરવું મુશ્કેલ હતું.

→ મૂળભૂત ઉદ્યોગોમાં વિપુલ પ્રમાણમાં રોકાણ જરૂરી બને છે અને તેમાંથી મળતું વળતર શરૂઆતનાં વર્ષોમાં ખૂબ ઓછું હોય છે. , આને કારણે ખાનગી ઉદ્યોગો મૂળભૂત ઉદ્યોગોની સ્થાપના કરવામાં ખાસ રસ દર્શાવતા ન હતા.

→ સરકાર આવા ઉદ્યોગોમાં રોકાણ કરીને દેશનો ઔદ્યોગિક વિકાસ શક્ય બનાવે છે.

 

2. ઇજારાશાહી નાબૂદી : ઔદ્યોગિક ક્ષેત્રની સરકારની માલિકી હોય ત્યારે ખાનગીક્ષેત્રની ઇજારાશાહીનો અંત આવે છે.

 

3. સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ : પછાત વિસ્તારોમાં ખાનગીક્ષેત્રના રોકાણકારો મૂડીરોકાણ કરવામાં રસ દર્શાવતા નથી.

→ આવા વિસ્તારોમાં સરકાર મૂડીરોકાણ કરીને દેશનો સંતુલિત પ્રાદેશિક ઔદ્યોગિક વિકાસ સાધી શકે છે.

દા. ત., રાઉરકેલા, ભીલાઈ, બોકારો જેવા ઔદ્યાગિક રીતે પછાત વિસ્તારોમાં સરકારે લોખંડનાં કારખાનાઓમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિક વિકાસ કર્યો છે.

 

4. સમાજકલ્યાણનો હેતુ : ખાનગીક્ષેત્રનો ઉદ્દેશ નફાનો હોય છે. જ્યારે જાહેરક્ષેત્રનો ઉદ્દેશ નફાની સાથે સાથે સમાજકલ્યાણનો પણ હોય છે.

→ જાહેર સાહસો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સમાજના તમામ વર્ગોને પોતાની સેવા પૂરી પાડે છે.

→ જાહેર સાહસો પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે કામગીરી કરી ઔદ્યોગીકરણને વેગ આપે છે અને તે રીતે સમગ્ર સમાજનું કલ્યાણ કરે છે.

 

5. નફાનું નીચું ધોરણ : જાહેરક્ષેત્ર ખૂબ જ ઓછા નફાના ધોરણે પોતાની સેવાઓ પૂરી પાડે છે.

→ શરૂઆતના સમયમાં જાહેરક્ષેત્ર નુકસાન કરે તે બાબત સરકાર સ્વીકારતી હતી; પરંતુ 1991 બાદ આ નીતિમાં ફેરફાર થયો છે અને તે મુજબ જાહેરક્ષેત્ર સામાન્ય નફો કરી શકે તે સ્વીકારાયું છે.

 

(6) ખાનગી સાહસોનો અર્થ આપી, તેમની લાક્ષણિકતાઓ વિશે નોંધ તૈયાર કરો.

ઉત્તર : ખાનગી સાહસનો અર્થ : જે ધંધાદારી વ્યવસ્થા સ્વરૂપની માલિકી, સંચાલન અને અંકુશ ખાનગી લોકોને હસ્તક હોય તેને ખાનગી સાહસ તરીકે ઓળખવામાં આવે છે.

 

ખાનગી સાહસની લાક્ષણિકતાઓ :

 

1. સૌથી જૂનું સ્વરૂપ : ખાનગી સાહસ એ ધંધાકીય એકમોનું સૌથી જૂનું સ્વરૂપ છે.

→ ધંધાકીય પ્રવૃત્તિઓની શરૂઆત આ ક્ષેત્રથી થઈ હતી. તેમજ અત્યારે પણ ખાનગી સાહસો અસ્તિત્વ ધરાવે છે.

 

2. અર્થતંત્રમાં મોટો હિસ્સો : ખાનગીક્ષેત્રનો ભારતીય અર્થતંત્રમાં સૌથી મોટો હિસ્સો છે. ખાનગીક્ષેત્ર વગરનું અર્થતંત્ર કલ્પી શકાય તે મુશ્કેલ છે.

 

3. જરૂરિયાત મુજબ ફેરફાર : ખાનગી સાહસો શરૂઆતથી જ પરિવર્તનશીલ રહ્યાં છે. સમય અને સંજોગો મુજબ ધંધાકીય સાહસના સ્વરૂપો બદલાતાં રહ્યાં છે.

4. નફાને પ્રાથમિકતા અને સામાજિક જવાબદારીઓનો સ્વીકાર : ખાનગીક્ષેત્રનો મુખ્ય ઉદ્દેશ નફાનો હોય છે, પરંતુ નફાના ઉદ્દેશની સાથે સાથે ખાનગીક્ષેત્ર સામાજિક જવાબદારીનો ઉદ્દેશ પણ સ્વીકારે છે.

→ ખાનગીક્ષેત્રે આ ઉપરાંત પર્યાવરણ સુરક્ષા, મહિલા સશક્તીકરણ, સાક્ષરતા વગેરે સામાજિક ખ્યાલોનો પણ સ્વીકાર કર્યો છે.

→ આ રીતે નફાને પ્રથમ પસંદગી આપીને પણ સામાજિક જવાબદારીના ખ્યાલનો સ્વીકાર કર્યો છે.

 

( 4 ) સંયુક્ત સાહસનો અર્થ અને લાક્ષણિકતાઓ વિસ્તારપૂર્વક સમજાવો.

ઉત્તર : સંયુક્ત સાહસનો અર્થઃ જ્યારે ધંધાકીય એકમો પોતાનાં પરસ્પરનાં હિતોનાં રક્ષણ માટે જોડાય, તો તેને સંયુક્ત સાહસ કહે છે.

→ સંયુક્ત સાહસમાં જોડાતાં એકમો ખાનગી, સરકારી માલિકીના કે વૈશ્વિક સાહસ હોઈ શકે છે.

 

સંયુક્ત સાહસની લાક્ષણિકતાઓ :

 

1. બંને પક્ષકારો માટે લાભદાયક : સંયુક્ત સાહસ એ જોડાતાં બંને પક્ષકારોને માટે લાભદાયક હોય છે. તેઓ તેમની વિશિષ્ટતાઓને કારણે પરસ્પર પૂરક પુરવાર થયા છે.

 

2. વધુ સાધનસંપત્તિ અને ક્ષમતા : જ્યારે બે પક્ષકારો સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે ત્યારે બંને પક્ષકારોને પોતાની સાધનસંપત્તિ અને ક્ષમતાનો લાભ પરસ્પરને પ્રાપ્ત થાય છે.

→ આમ, બંને પક્ષકારોની સંયુક્ત સાધનસંપત્તિ અને ક્ષમતાને કારણે તેમને વધુ સારી ધંધાકીય તકનો લાભ મળે છે.

 

3. નવી ટેક્નોલૉજી : સંયુક્ત સાહસને કારણે પક્ષકારો વચ્ચે વધુ શ્રેષ્ઠ ટેક્નોલૉજીની લેવડદેવડ શક્ય બને છે.

→ વધુ શ્રેષ્ઠ ટેક્નોલોજીને કારણે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન કરવાનું શક્ય બને છે.

→ સમય, શક્તિ અને ટેક્નોલૉજીના ઉપયોગને કારણે કાર્યક્ષમતા અને અસરકારક્તા વધે છે.

 

4. નવાં બજારોનો વિકાસ: એક દેશનું ધંધાકીય એકમ જ્યારે બીજા દેશના ધંધાકીય એકમ સાથે સંયુક્ત સાહસ દ્વારા જોડાણ કરે ત્યારે નવાં બજારોનો વિકાસ કરી શકાય છે.

→ જેમ કે, ભારતની કોઈ કંપની વિદેશી કંપની સાથે સંયુક્ત સાહસથી જોડાય ત્યારે વિદેશી કંપની માટે ભારતના બજારમાં પ્રવેશની તક પ્રાપ્ત થાય છે.

 

5. શોધખોળ : સંયુક્ત સાહસો નવી અને સર્જનાત્મક પેદાશો બજારમાં રજૂ કરે છે.

 → ઘણી વાર વિદેશી ભાગીદારો તેમના નવા વિચારો અને વધુ સારી ટેક્નોલૉજીનો લાભ સંયુક્ત સાહસ દ્વારા પૂરો પાડે છે.

 

( 5 ) જાહેર ઉપયોગિતા એટલે શું? તેની લાક્ષણિકતાઓ વિશે નોંધ લખો.

ઉત્તર : જાહેર ઉપયોગિતાનો અર્થ : શહેરો અને ગામડાઓમાં વિકાસને કારણે કેટલીક નાગરિક સેવાઓ જરૂરી બનતી જાય છે. આધુનિક નાગરિક જીવનમાં કેટલીક સેવાઓ અને સગવડો આવશ્યક બનતી જાય છે. આવી આવશ્યક સેવાઓ અને સગવડો કાર્યક્ષમ રીતે સતત પૂરી પાડતા વ્યવસ્થાતંત્રને જાહેર ઉપયોગિતા તરીકે ઓળખવામાં આવે છે.

 

જાહેર ઉપયોગિતાની લાક્ષણિકતાઓ :

 

1. આવશ્યક સેવા-સગવડો : જાહેર ઉપયોગિતાની સેવાઓ આધુનિક નાગરિક જીવન માટે અનિવાર્ય રીતે આવશ્યક હોય છે. દા. ત.. પાણી, વીજળી, વાહનવ્યવહાર વગેરે.

 

2. સેવા-સાતત્ય : જાહેર ઉપયોગિતાની સેવાઓ સતત અને નિયમિત રીતે મળતી રહેવી જોઈએ. નહિ તો જાહેર જનજીવન ખોરવાઈ જાય, ભયમાં મુકાય અને અવ્યવસ્થા પેદા થાય.

 

3. ભેદભાવ વગર સેવા જાહેર ઉપયોગિતાની સેવા દરેક નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વગર નિયમિત રીતે પુરી પાડવી પડે છે.

 

 4. ઇજારો : જાહેર ઉપયોગિતાની સેવાઓની ગુણવત્તામાં ઘટાડો જાહેર જનજીવનને અસર કરે છે. તેથી જાહેર ઉપયોગિતાના એકમોને ઇજારો આપવામાં આવે છે.

 

5. સરકારી નિયંત્રણ : જાહેર ઉપયોગિતા પોતાના ઇજારાનો દુરુપયોગ કરી લોકોનું શોષણ ન કરે તેમજ સેવાઓ વાજબી ભાવે, નિયમિત અને કાર્યક્ષમતાપૂર્વક પૂરી પાડે તે હેતુથી જાહેર ઉપયોગિતા પર સરકારી નિયંત્રણ હોય છે.

 

 

(6) “જાહેર-ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે.” સમજાવો.

 ઉત્તર : ભારત સરકારે 1991 બાદ વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારી.

→ આથી અનેક પ્રકારની પેદાશો-સેવાઓ કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં મળી શક્તી હતી, તે વસ્તુઓ-સેવાઓ ભારતીય બજારમાં મળવા માંડી.

જોકે આ માટેનું જરૂરી માળખું તૈયાર કરવા માટે વિપુલ પ્રમાણમાં મૂડીરોકાણ જરૂરી બન્યું. દા. ત., હવાઈ સેવા માટે ઍરપોર્ટના વિસ્તૃતીકરણ અને અન્ય સેવાઓ ખૂબ જરૂરી છે. નવી અને આધુનિક કાર માટે સારા રસ્તાઓ હોવા જરૂરી છે.

→ આ પ્રકારના માળખાના વિકાસ માટે ટૂંકા ગાળામાં મોટા પ્રમાણમાં રોકાણ કરવાનું સરકાર માટે શક્ય નહોતું.

→ ખાનગીક્ષેત્ર આવું રોકાણ કરી શકે તેમ હતું, પરંતુ આવું માળખું કાયમી ધોરણે ખાનગીક્ષેત્રને આપવાથી ઇજારાશાહીનાં દૂષણોનો ભય હતો.

→ આ સંજોગોમાં એક નવી વ્યવસ્થા સ્વીકારવામાં આવી. આ મુજબ સરકાર આવા માળખા માટે જમીન આપે, વિકાસ કરવા માટેનું મૂડીરોકાલ ખાનગીક્ષેત્ર દ્વારા થાય, તેના બદલામાં સરકાર ખાનગીક્ષેત્રને અમુક ચોક્કસ વર્ષના સમયગાળા માટે તે માળખાનો લાભ પ્રાપ્ત કરનારાઓ પાસેથી અમુક ચોક્કસ રકમ ફી તરીકે વસૂલ કરવાનો અધિકાર આપે.

→ આથો ચોક્કસ સમયગાળો પૂરો થાય ત્યાં સુધી ખાનગીક્ષેત્રે આવા માળખાની જાળવણીનું કાર્ય સંભાળવું પડે, ત્યારબાદ આવું માળખું ખાનગીક્ષેત્ર સરકારને સુપરત કરી દેશે અને ત્યારબાદ તે માળખાની જાળવણીનું કાર્ય સરકાર કરશે.

 દા. ત., અમદાવાદ – વર્ગોદરાને જોડતો એસ-વે નંબર 1.

→ આથી કહી શકાય કે, જાહેર-ખાનગી ભાગીદારી એ સમયની માંગના કારણે ઊભી થયેલી નવી વ્યવસ્થા છે.

 

 

-------------------------------------------------------------------------------------------------

 

 

 

 

 

 

 

વધુ નવું વધુ જૂનું