Std 11 Economics Ch 3 Swadhyay Solution || ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ - 3 માંગ સ્વાધ્યાય સોલ્યુશન

ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ 3 માંગ  સ્વાધ્યાય નો સંપૂર્ણ સોલ્યુશન તમને અહીં મળશે. 
સ્વાધ્યાયના સોલ્યુશન નો વિડીયો જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. 







Q - 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

(1) માંગને અસર કરતાં પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર


(2) માંગરેખાનો ઢાળ કેવો હોય છે? 

(A) ઋણઢાળ

(B) ધનઢાળ

(C) X ધરીને સમાંતર

(D) Y ધરીને સમાંતર


(3) હલકા પ્રકારની વસ્તુઓ બીજા કયા નામથી ઓળખાય છે? 

(A) પ્રતિષ્ઠામૂલક વસ્તુ

(B) અત્યંત સસ્તી વસ્તુ

(C) ગીફન વસ્તુ

(D) નકામી વસ્તુ


(4) માંગની મૂલ્યસાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? 

(A) બે

(B) ચાર

(C) પાંચ

(D) સાત


(5) કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? 

(A) ધન

(B) વ્યસ્ત

(C) સપ્રમાણ

(D) શૂન્ય


(6) પૂરક વસ્તુઓ કેવી હોય છે? 

(A) જોડાયેલી

(B) હરીફ

(C) સંબંધ વગરની

(D) વૈકલ્પિક


(7) માંગનું વિસ્તરણ માંગરેખા પર કઈ તરફ જોવા મળે છે?

(A) ઉપર

(B) નીચે

(C) જમણી તરફ બીજી માંગરેખા પર

(D) ડાબી તરફ બીજી માંગરેખા પર


(8) નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી? 

(A) ચોક્કસ સમય

(B) ચોક્કસ કિંમત

(C) ગ્રાહક

(D) પુરવઠો


(9) માંગનો નિયમ કોણે આપ્યો? 

(A) એડમ સ્મિથ

(B) આલ્ફ્રેડ માર્શલ

(C) રોબિન્સ

(D) કેઇન્સ


(10) વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય તો ધનિક વર્ગ દ્વારા થતી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની માંગ કેવી હોય છે? 

(A) વધુ

(B) ઓછી

(C) શૂન્ય

(D) ઋણ


Q - 2. નીચેના પ્રશ્નોના એક વાક્ય માં ઉત્તર આપો :


(1) માંગ એટલે શું?  

  • માંગ એટલે કોઈ એક ચોકકસ સ્થળે, સમયે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઇચ્છા, શક્તિ અને તૈયારી.


 (2) માંગની આવક સાપેક્ષતા એટલે શું?  

  • વ્યક્તિની આવકમાં થતા ટકાવારી ફેરફારના સંદર્ભમાં વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે.


 (3) માંગની પ્રતિ મૂલ્યસાપેક્ષતા એટલે શું?  

  • માંગની પ્રતિ-મૂલ્યસાપેક્ષતા એટલે કોઈ એક વસ્તુની અવેજીમાં વપરાતી વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને કારણે મૂળ વસ્તુની માંગમાં થતા ટકાવારી ફેરફારનું પ્રમાણ.


 (4) માંગનું વિસ્તરણ-સંકોચન ક્યારે શક્ય બને?  

  • માંગનું વિસ્તરણ-સંકોચન અન્ય પરિબળો યથાવત્ રહેતાં વસ્તુની કિંમતમાં ફેરફાર થતાં શક્ય બને છે.


 (5) માંગમાં વધારો-ઘટાડો ક્યારે શક્ય બને?  

  • માંગમાં વધારો-ઘટાડો કિંમત યથાવત્ રહેતાં અન્ય પરિબળોમાં ફેરફાર થતાં શક્ય બને છે.


 (6) માંગનો નિયમ શાથી શરતી નિયમ કહેવાય છે?  

  • માંગનો નિયમ શરતી નિયમ કહેવાય છે. કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી, અત્યંત સસ્તી કે ગિફન વસ્તુઓ માટે માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં માંગનો નિયમ લાગુ પડતો નથી.



Q - 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :


(1) માંગ વિધેય એટલે શું? 

  • બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે. માંગ વિધેય, વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતાં પરિબળોનો કાર્યકારણ સંબંધ રજૂ કરે છે. 

  • વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની છે. અભિરુચી અને પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવાં પરિબળો ઉપર આધારિત હોય છે. વ્યક્તિની માંગનું ગાણિતીક વિધેય નીચે મુજબ છે.

Dx = f (Px, Py,Pe, T, Y, U)

જ્યાં, Dx = X વસ્તુની માંગ

f વિધેય સૂચક સંજ્ઞાP

x = X વસ્તુની કિંમત

Py = Y વસ્તુની કિંમત (સંબંધિત વસ્તુની કિંમત)

Pe = ભવિષ્યની કિંમતો અંગેની અટકળો.

T = ગ્રાહકની અભિરુચી અને પસંદગીY

 = ગ્રાહકની આવક

U = અન્ય પરિબળો

  • અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ તારવવામાં આવે છે.

  • જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતાં પરિબળો જેવા કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચી અને પસંદગી, વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે.


(2) અવેજી અસર એટલે શું? 

  • કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે તેને ‘અવેજી અસર' કહે છે.


(3) ગીફન વસ્તુ એટલે શું? 

  • આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગીફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગીફન વસ્તુ પણ કહે છે. દા.ત., ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઊતરતી કક્ષાની (નિમ્ન કક્ષાની) વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે. જેથી ગરીબવર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે.


(4) વ્યક્તિગત માંગ એટલે શું? 

  • ‘ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ (ગ્રાહક) દ્વારા બજારમાં જુદી-જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે.


(5) બજારમાંગ એટલે શું? 

  • જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ (ગ્રાહકો) દ્વારા જુદી-જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજારમાંગ કહે છે.


(6) મૂલ્યસાપેક્ષતા એટલે શું? 

  • માંગ ઉપર અસર કરનારાં પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. 

માંગ આધારિત પરિબળ છે. સ્વતંત્ર પરિબળ નથી. વ્યક્તિની વસ્તુ અંગેની પસંદગી, આવક, કિંમત પર વ્યક્તિની માંગનો આધાર હોય છે અને આ પરિબળો પર તેના આધારના પ્રમાણમાપને તેની સાપેક્ષતા કહેવામાં આવે છે.

  • માંગના નિયમ પ્રમાણે અન્ય પરિબળો યથાવત્ રહેતાં કિંમતમાં ઘટાડો થતાં માંગ વિસ્તરણ છે. કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન છે. આમ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એવું માંગનો નિયમ સમજાવે છે. પરંતુ, કિંમતમાં થતાં ફેરફારો વસ્તુની માંગમાં કેટલા ફેરફાર લાવશે તે અંગેની સમજૂતી માંગનો નિયમ આપતો નથી. 

  • તેથી વસ્તુની કિંમતમાં થયેલ ફેરફારને પરિણામે વસ્તુની માંગમાં જે ફેરફાર થાય છે તે અંગેની સમજૂતી માંગની મૂલ્ય સાપેક્ષતા આપે છે.


(7) પ્રતિષ્ઠામૂલ્ય વસ્તુ એટલે શું? 

  • સોના-ચાંદીનાં ઘરેણાં, મોંઘી કાર, મોંઘો મોબાઇલ વગેરે જેવી ખૂબ મોંઘી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠામૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠામૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી.


(8) માંગની મૂલ્યસાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. 

(1) સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ માંગ 

(2) સંપૂર્ણ મૂલ્યઅનપેક્ષ માંગ 

(3) એકમ મૂલ્યસાપેક્ષ માંગ 

(4) મૂલ્યસાપેક્ષ માંગ 

(5) મૂલ્યઅનપેક્ષ માંગ




Q - 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો :


 (1) આવક-અસર અને અવેજી અસરનો અર્થ આપો.  

  • આવક અસર : ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદશક્તિમાં વધારો થવા પામે છે. જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. (વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહે છે.) 

  • દા.ત., ગ્રાહક દૂધની ખરીદી માટે ર્ 50 ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લિટર કિંમત રૅ 50 હોય, તો ગ્રાહક માત્ર 1 લિટર દૂધ ખરીદી શકે છે. પરંતુ, જો દૂધની પ્રતિ લિટર કિંમત ઘટીને રૅ 10 થાય તો મૈં 50 વડે તે 5 લિટર દૂધની ખરીદી કરી શકે છે. 

  • આમ, કિંમત ઘટતાં ગ્રાહકની ખરીદશક્તિમાં વધારો થવા પામે છે જેથી માંગ વધે છે તેને ‘આવક અસર' કહે છે. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. દા.ત., હલકું અનાજ, જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે.

  • અવેજી અસર : કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની એક સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં આ વસ્તુ સસ્તી બને છે. તેથી ગ્રાહક અવેજી વસ્તુની માંગ ઘટાડીને મૂળ વસ્તુની માંગ વધારે છે તેને ‘અવેજી અસર' કહે છે. 

  • દા.ત., સાદી (ફૉર્મલ) પેન્ટ અને જિન્સ પેન્ટ. આ બંને પેન્ટની અવેજી વસ્તુઓ પૈકી જો સાદી પેન્ટની કિંમત ઘટે ત્યારે તેની અવેજી જિન્સ પેન્ટની કિંમત સ્થિર રહે તો ગ્રાહકોને બંને પેન્ટ વચ્ચેની કિંમતની સરખામણી કરતાં સાદી પેન્ટ સસ્તી લાગે છે. જેથી તેઓ સાદા પેન્ટની માંગ વધારીને જિન્સ પેન્ટની માંગ ઘટાડે છે.


 (2) માંગમાં વિસ્તરણ અને સંકોચન આકૃતિ સહિત સમજાવો.  

  • અન્ય પરિબળો યથાવત્ (સ્થિર) રહે અને વસ્તુની કિંમત ઘટતાં, વસ્તુની માંગમાં વધારો થાય તે માંગનું વિસ્તરણ અને વસ્તુની કિંમત વધતાં, વસ્તુની માંગમાં ઘટાડો થાય તે માંગનું સંકોચન કહેવાય છે. આમ, માંગનું વિસ્તરણ-સંકોચન વસ્તુની કિંમતના ફેરફારો પર આધારિત હોય છે.

  • આકૃતિ :- સ્વા પ્રયત્ને

  • અન્ય પરિબળો યથાવત્ રહેતાં, વસ્તુની કિંમતનો ઘટાડો, માંગમાં જે વધારો લાવે છે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત રૂ 3 હોય અને જો વસ્તુની કિંમત ઘટીને 1 રૂપિયો થાય, તો વુસ્તની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. આકૃતિમાં મૂળ કિંમત રૂ-3 એ બિંદુ ‘a’ દર્શાવે છે જ્યારે કિંમત ઘટી રૂ 1 થતાં તે બિંદુ ‘c' પર પહોંચે છે, જે બિંદુ ‘a’ થી ‘c’ માંગનું વિસ્તરણ દર્શાવે છે.

  • ઉપર્યુક્ત રીતે જો વસ્તુની કિંમત રૂ 3 એટલે કે ‘a’ બિંદુથી વધીને રૂ-5 થાય, તો ગ્રાહકની માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, જે ‘b` બિંદુ છે. અહીં બિંદુ ‘a’ થી ‘b” સુધીનો ફેરફાર માંગનું સંકોચન દર્શાવે છે.

  • માંગનું સંકોચન અને વિસ્તરણ મૂળભૂત રીતે એક જ માંગરેખા પર જોવા મળે છે. જેમાં માંગનું વિસ્તરણ મૂળ બિંદુથી નીચે ખસતાં મળે છે ત્યારે માંગનું સંકોચન મૂળ બિંદુથી ઉપર તરફ ખસવાથી મળે છે.



 (3) માંગમાં વધારો-ઘટાડો આકૃતિ સહિત સમજાવો.  

  • જ્યારે વસ્તુની કિંમત યથાવત્ (સ્થિર) રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો અને વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે. આમ, માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે.

નોધ : અહી આકૃતિ દોરવી.

  • વસ્તુની કિંમત યથાવત્ રહેતાં, અન્ય પરિબળોના ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય તો તે માંગનો વધારો છે. આકૃતિમાં મૂળ બિંદુ ‘a’ માંગરેખા D, D, પર છે. પરંતુ, અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ 'C' એટલે કે માંગરેખા D, D‚ થાય, તો તે માંગરેખાનો જમણી તરફનો સ્થાનફે૨ માંગનો વધારો સૂચવે છે.

  • ઉપર્યુક્ત રીતે જો વસ્તુની કિંમત 3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય જે આકૃતિમાં બિંદુ ‘a’ દ્વારા D,D પર દર્શાવેલ છે. તે સ્તરથી વસ્તુની માંગ ઘટીને ‘h’ બિંદુ, માંગરેખા D,D, થાય તો માંગમાં થયેલ ઘટાડો માંગરેખા D,D થી ડાબી બાજુની નવી માંગરેખા D,D, માંગરેખાનો ડાબી તરફના સ્થાનફેર પર જોવા મળે છે જે માંગમાં ઘટાડો સૂચવે છે.

  • માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગરેખા દ્વારા જાણી શકાય છે. માંગમાં વધારો થતાં માંગરેખા મૂળ માંગરેખાથી જમણી તરફ સ્થાન બદલે છે જ્યારે માંગમાં ઘટાડો થતો માંગરેખા મૂળ માંગરેખાથી ડાબી તરફ સ્થાન બદલે છે.



 (4) માંગની આવક સાપેક્ષતાની સમજૂતી આપો.   

  • જેમ માંગની મૂલ્યસાપેક્ષતામાં કારણ વસ્તુની કિંમત છે તેમ માંગની આવક સાપેક્ષતામાં કારણ ગ્રાહકરૂપ વ્યક્તિની આવક છે, એટલે કે માંગની આવક સાપેક્ષતાનો ઉપયોગ વ્યક્તિની આવકમાં થતા વધારા કે ઘટાડા સાથે માંગમાં થયેલા વધારા કે ઘટાડા માપવા માટે થાય છે.

  • માંગની આવક સાપેક્ષતાનો અર્થ : વ્યક્તિની આવકના ટકાવારી ફેરફાર અને માંગમાં થતાં ટકાવારી ફેરફારના ગુણોત્તરનું માપ તે વસ્તુની માંગની આવક સાપેક્ષતા કહેવાય છે.' ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં થતા ફેરફાર વડે વસ્તુની માંગમાં થતા ફેરફારને ભાગતાં આવક સાપેક્ષતાનું માપ રજૂ થાય છે. જેને સૂત્રના રૂપમાં નીચે મુજબ દર્શાવી શકાય :

  • માંગની આવક સાપેક્ષતા = વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર / વ્યક્તિની આવકમાં થતો ટકાવારી ફેરફાર

  • માંગની આવક સાપેક્ષતાના પ્રકારો : માંગની આવક સાપેક્ષતાના મુખ્ય પ્રકારો ત્રણ છે જે નીચે મુજબ છે

1. હકારાત્મક (ધન) આવક સાપેક્ષ માંગ : ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગમાં વધારો થાય અથવા આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગમાં ઘટાડો થાય તો તેવી વસ્તુની માંગ હકારાત્મક (ધન) આવક સાપેક્ષ માંગ કહે છે. વાસ્તવમાં, હકારાત્મક (ધન) આવક સાપેક્ષ માંગમાં ત્રણ ભાગ પડે છે જે નીચે મુજબ છે :

(i) એકમ આવક સાપેક્ષ માંગ (Ey = 1) : વ્યક્તિની આવકમાં થતો ફેરફાર અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એકસમાન હોય તો તેવી વસ્તુની માંગને એકમ આવક સાપેક્ષ માંગ કહે છે.

(ii) એકમથી વધુ આવક સાપેક્ષ માંગ (દy > 1) : વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં ઓછો હોય તો તેવી વસ્તુની માંગને એકમથી વધુ આવક સાપેક્ષ માંગ કહે છે.

(iii) એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ (દ < 1) : વ્યક્તિની આવકમાં થતો ફેરફાર એ વસ્તુની માંગમાં થતા ફેરફાર કરતાં વધુ હોય તો તેવી વસ્તુની માંગને એકમથી ઓછી આવક સાપેક્ષ માંગ કહે છે.

2. નકારાત્મક (ઋણ) આવક સાપેક્ષ માંગ : ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં વધારો થતાં વસ્તુની માંગ ઘટે અથવા વ્યક્તિની આવકમાં ઘટાડો થતાં વસ્તુની માંગ વધે તો તેવી વસ્તુની માંગ નકારાત્મક (ઋણ) આવક સાપેક્ષ માંગ કહેવાય છે. સામાન્ય રીતે વસ્તુઓ હલકા પ્રકારની (નિમ્ન ગુણવત્તાની) હોય તો આવક-અસર નકારાત્મક હોય છે. આ ખ્યાલ પ્રો. સર રોબર્ટ ગીકન નામના વ્યક્તિએ રજૂ કર્યો હોવાથી આવી વસ્તુઓને ગીફન વસ્તુઓ પણ કહે છે. ઉદાહરણ : બાજરી, કોદરી, બરછટ કાપડ, પામોલિન તેલ, વનસ્પતિ ઘી વગેરે..

3. શૂન્ય આવક સાપેક્ષ માંગ : ગ્રાહકરૂપ વ્યક્તિની આવકમાં ફેરફાર થાય પરંતુ, વસ્તુની માંગમાં ફેરફાર ન થાય તો તેવી વસ્તુની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ કહેવાય છે. સામાન્ય રીતે ખૂબ જ સસ્તી વસ્તુઓની માંગ શૂન્ય આવક સાપેક્ષ માંગ હોય છે. ઉદાહરણ : મીઠું, પોસ્ટકાર્ડ, ટાંકણી, દીવાસળી, સ્ટેપલર પિન વગેરે.


 (5) માંગના નિયમના અપવાદો સમજાવો.  

  • માંગના નિયમની ધારણાઓ પરિપૂર્ણ થવા છતાં કેટલીક બાબતોમાં અપવાદ જોવા મળે છે, જેમાં માંગના નિયમથી વિરુદ્ધ દિશાના ફેરફારો નોંધવામાં આવે છે, એટલે કે વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ વધવાને બદલે ઘટે છે અથવા વસ્તુની કિંમત વધવા છતાં માંગ ઘટવાને બદલે વધે છે. આવા અપવાદો નીચે મુજબ છે : 

1. પ્રતિષ્ઠામૂલ્ય ધરાવતી વસ્તુઓ : સોના-ચાંદીનાં ઘરેણાં, મોંધી કાર, મોંઘો મોબાઇલ વગેરે જેવી ખૂબ મોંધી અને પ્રતિષ્ઠા ધરાવતી વસ્તુઓની બાબતમાં માંગનો નિયમ સાચો પડતો નથી. 

  • આ પ્રકારની વસ્તુઓ વ્યક્તિની પ્રતિષ્ઠા વધારે છે. ધનવાન વર્ગના લોકો વસ્તુની કિંમત જેમ ઊંચી તેમ તેવી વસ્તુમાં પ્રતિષ્ઠામૂલ્ય વધારે છે તેવું માનતા હોવાથી વસ્તુની કિંમત જેટલી ઊંચી હશે તેટલી તેઓ તે વસ્તુની માંગ ઘટાડવાને બદલે વધારે છે અને તેનાથી વિરુદ્ધ વસ્તુની કિંમત ઓછી હોય તો તેમાં પ્રતિષ્ઠામૂલ્ય ઓછું હોવાનું માનીને ધનિકો આવી વસ્તુની માંગ ઘટાડે છે. આ બાબતને માંગના નિયમ વડે સમજાવી શકાતી નથી.

  • 2. અત્યંત સસ્તી વસ્તુઓ : મીઠુ, દીવાસળી, ટાંકણી, સમાચારપત્ર વગેરેની માંગ પાછળ ગ્રાહકની આવકનો ખૂબ નાનો ભાગ ખર્ચાય છે. તેથી આવી વસ્તુની કિંમતમાં વધારો-ઘટાડો થવા છતાં ગ્રાહકના વસ્તુ પાછળના કુલ ખર્ચમાં કોઈ વિશેષ ફેરફાર થતો નથી. જેના કારણે આવી વસ્તુઓની માંગ ઉપર ગ્રાહકો મોટી અસરો પાડતા નથી. 

  • દા.ત., ટાંકણી કે સ્ટેપલરની પિનના ભાવ ઘટતાં લોકો આ પ્રકારની વસ્તુઓની માંગ વિશેષ પ્રમાણમાં વધારતા નથી અથવા સ્થિર રાખે છે.

3. હલકા પ્રકારની વસ્તુઓ (નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ) : આ પ્રકારની વસ્તુઓના સંદર્ભ દર્શાવતો ખ્યાલ સર રોબર્ટ ગીફન નામના વ્યક્તિએ વિકસાવ્યો હોવાથી તેને ગીફન વસ્તુ પણ કહે છે. દા.ત., ઘઉંની સરખામણીમાં જુવાર, શુદ્ધ ઘીની સરખામણીમાં વનસ્પતિ ઘી વગેરે જેવી ઊતરતી કક્ષાની (નિમ્ન કક્ષાની) વસ્તુઓને હલકા પ્રકારની વસ્તુઓ કહે છે. આ પ્રકારની વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓની સરખામણીમાં સસ્તી હોય છે. જેથી ગરીબવર્ગ આવી વસ્તુઓનો વપરાશ વધુ પ્રમાણમાં કરે છે. 




Q - 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :


(1) વ્યક્તિગત માંગ અને બજારમાંગની સમજૂતી આકૃતિસહ આપો. 

  • ‘ચોક્કસ સમય દરમિયાન કોઈ એક વ્યક્તિ (ગ્રાહક) દ્વારા બજારમાં જુદી-જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે' જ્યારે બજારમાં તમામ વ્યક્તિઓ (ગ્રાહકો) દ્વારા જુદી-જુદી કિંમતે થતી વસ્તુની માંગના સરવાળાને બજારમાંગ કહે છે.

નોધ: અહી આકૃતિ દોરવી..

  • ઉપર્યુક્ત અનુસૂચિમાં A, B અને C વ્યક્તિની જુદી-જુદી કિંમતે માંગ રજૂ કરવામાં આવી છે. જ્યારે બજારમાંગ એટલે કે A, B, C વ્યક્તિઓની વ્યક્તિગત માંગનો સરવાળો પણ રજૂ કરવામાં આવ્યો છે. આ અનુસૂચિ પરથી A વ્યક્તિની વ્યક્તિગત માંગરેખા, B વ્યક્તિની વ્યક્તિગત માંગરેખા અને C વ્યક્તિની વ્યક્તિગત માંગરેખાનું નિર્ધારણ જુદી-જુદી આકૃતિઓ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનુસૂચિ મુજબ કુલ માંગરેખા એટલે કે બજાર માંગરેખાનું નિર્ધારણ પણ કરવામાં આવ્યું છે. 

  • આમ, ઉપર્યુક્ત અનુસૂચિ અને આકૃતિઓ પરથી ફલિત થાય છે કે તમામ માંગરેખાઓ જેવી કે A વ્યક્તિની, B વ્યક્તિની, C વ્યક્તિની અને બજાર માંગરેખા ઋણઢાળ ધરાવે છે. આ તમામ માંગરેખાઓમાં જે-તે વ્યક્તિએ કરેલ માંગ અનુસાર ઢાળમાં

  • ફેરફાર જોવા મળે છે.પણ એક બાબત સર્વસામાન્ય રીતે તરી આવે છે કે માંગરેખાને ઋણ ઢાળ હોય છે.



(2) માંગનો અર્થ આપી માંગને અસર કરતાં પરિબળો સમજાવો. 

  • કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઇચ્છા, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે. વસ્તુની માંગ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઇચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ પાંચ પરિબળોને આધારે સર્જન પામે છે. 

  • જેમાં આ પાંચ પરિબળો પૂરકરૂપ હોઈ તે તમામની હાજરી ફરજિયાત છે, એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને કે જ્યારે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઇચ્છા, શક્તિ (નાણું) અને તૈયારી (નાણાં ખર્ચવાની તૈયારી) ધરાવતો હોય.

  • વસ્તુની માંગને અસર કરતા પરિબળો મુખ્યત્વે બે છે (1) વસ્તુની કિંમત (2) કિંમત સિવાયનાં પરિબળો (અન્ય પરિબળો).

1. વસ્તુની કિંમત : વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે-તે વસ્તુની કિંમત છે. કારણકે જેમ વસ્તુની કિંમત ઘટે, વસ્તુ સસ્તી બને છે અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમત વધતાં, વસ્તુ મોંઘી બને છે તેથી માંગ સંકોચન પામે છે. આમ, વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે વ્યસ્તરૂપે સંકળાયેલ છે. જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર નિર્ણાયક પરિબળ છે.


2. વસ્તુની કિંમત સિવાયનાં પરિબળો (અન્ય પરિબળો)..

(૧) વ્યક્તિની અભિરુચી અને પસંદગી : ગ્રાહકરૂપ વ્યક્તિની અભિરુચી અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. વ્યક્તિનો ગમો-અણગમો, શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. દા.ત., નાની ઉંમરે વાચનનો શોખ હોય તો તે ઉંમર બદલાતાં વ્યક્તિના વાચનનો પ્રકાર બદલાય છે. જેમકે નાની ઉંમરનાં બાળકોને વાર્તાનું વાચન, પુખ્ત ઉંમરે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાચન કરવું ગમે છે.

(૨) વ્યક્તિની આવક : વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. એટલેકે વ્યક્તિની આવક વધતાં, તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે, જ્યારે વ્યક્તિની આવક ઘટતાં, વ્યક્તિની ખરીદશક્તિમાં થતો ઘટાડો વસ્તુની માંગ ઘટાડે છે. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુઓ બને છે કારણ કે આવી વસ્તુઓની માંગ, વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે.

(૩) સંબંધિત વસ્તુઓની કિંમત : સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધો હોય છે (૫) અવેજીપણાનો સંબંધ (2) પૂરકપણાનો સંબંધ. આવા પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુ અને તેવી વસ્તુઓની કિંમતને સંબંધિત વસ્તુઓની કિંમત કહેવામાં આવે છે.


(i) અવેજી વસ્તુની કિંમત : એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુઓને અવેજી વસ્તુ કહે છે. આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્ત્વ તીવ્ર (વધુ) હોય છે. દા.ત., સમાન લાક્ષણિકતા ધરાવતા બે જુદી-જુદી કંપનીના ટી.વી., બાઇક, ફ્રિજ વગેરે. અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો, મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એકસરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતાં તેની માંગ વધે છે અને તેથી મૂળ વસ્તુની માંગ ઘટે છે. આવું વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે. જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત, મુળ વસ્તુની માંગને અસર કરે છે.


(ii) પૂરક વસ્તુની કિંમત : પૂરક વસ્તુ એટલે જે-તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. આવી વસ્તુઓ હંમેશાં એકબીજા સાથે જોડાયેલી હોય છે. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય છે. દા.ત., મોબાઇલ અને સીમકાર્ડ, એ.સી. અને વીજળી, ચશ્માંની ફ્રેમ અને તેના કાચ વગેરે. અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ, પૂરક વસ્તુની કિંમત વધે તો, મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજાથી જોડાયેલ હોવાથી પૂરક વસ્તુ માંથી બનતાં તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. આવું તેનાથી વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે. જે સ્પષ્ટ કરે છે કે પૂરક વસ્તુની કિંમત, મૂળ વસ્તુની માંગને અસર કરે છે.


(૪) ભવિષ્યની કિંમતો અંગેની અટકળો : વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની અટકળો (અનુમાનો) વર્તમાન સમયની, વસ્તુની માંગમાં મોટા ફેરફારો લાવે છે. જો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારા અંગેની અટકળ હોય તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે, જેથી તે વ્યક્તિ ભવિષ્યમાં બચત કરી શકે છે.


(૫) વસ્તી અને વસ્તીનું વયજૂથ : વસ્તીનું પ્રમાણ પણ વસ્તુની બજારમાંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી (જનસંખ્યા) જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓની વપરાશ થતી હોય છે. તેથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુઓની માંગ પણ વધશે અને વસ્તી ઘટે તો વસ્તુઓની માંગ પણ ઘટશે. વસ્તીના વયજૂથના થતા ફેરફારો પણ વસ્તુની માંગમાં ફેરફારો લાવે છે.


(3) માંગના નિયમને અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. 

  • વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની માંગમાં થતો ફેરફાર એ અસર છે.

  • આ નિયમ પ્રો. આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. જો અન્ય પરિબળો યથાવત્ રહે તો વસ્તુની કિંમત ઘટતાં વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે જ્યારે વસ્તુની કિંમત વધતાં વસ્તુની માંગનું સંકોચન થાય છે. આમ, વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે.

ધારણાઓ : વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. આ નિયમમાં કિંમત સિવાયના માંગને અસર કરતાં પરિબળોને સ્થિર (યથાવત્) ધારી લેવામાં આવ્યાં છે. આ ધારણાઓ નીચે મુજબ છે.


(1) ગ્રાહકોની અભિરુચી અને પસંદગી સ્થિર રહે છે. 

(2) ગ્રાહકોની આવક સ્થિર છે.

(3) અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે છે.

(4) ભવિષ્યની કિંમતો અંગેનાં અનુમાનો કરવામાં આવતાં નથી.

(5) વસ્તીનું પ્રમાણ સ્થિર રહે છે.

  • માંગના નિયમની સમજૂતી : માંગના નિયમની સમજૂતી, માંગની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે, જે નીચે મુજબ છે

માંગની અનુસૂચિ : કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી-જુદી કિંમતે વસ્તુનાં કેટલાં એકમો ખરીદવાની તૈયારી કરે છે. તે દર્શાવતી યાદીને માંગની અનુસૂચિ કહેવામાં આવે છે. કાલ્પનિક અનુસૂચિ દ્વારા આ બાબતને સમજી શકાય છે. આવી એક કાલ્પનિક અનુસૂચિ નીચે મુજબ છે.

નોધ : અહી આકૃતિ દોરવી..

  • આકૃતિમાં X ધરી પર દૂધની માંગ લિટરમાં અને Y ધરી પર દૂધની લિટરદીઠ કિંમત રૂપિયામાં દર્શાવી છે. અનુસૂચિ મુજબ આકૃતિ દોરતાં બિંદુઓ a, b, c, d, e પ્રાપ્ત થાય છે. આ પ્રત્યેક બિંદુ જુદી-જુદી કિંમતે થતી દૂધની લિટરદીઠ માંગ દર્શાવે છે. આ બિંદુઓને જોડતી રેખા DD એ માંગરેખા છે.

  • આકૃતિમાં ‘a’ બિંદુ દર્શાવે છે કે દૂધની ર્ 50 પ્રતિ લિટર કિંમતે 1 લિટર દૂધની માંગ થાય છે. ‘b’ બિંદુ દર્શાવે છે કે દૂધની ર્ 40 પ્રતિ લિટર કિંમતે 2 લિટર દૂધની માંગ થાય છે, જ્યારે ‘e' બિંદુ દર્શાવે છે કે દૂધની ર્ 10 પ્રતિ લિટર કિંમતે 5 લિટર દૂધની માંગ થાય છે. આમ, આકૃતિમાં બિંદુઓ a, b, c, d, e ને જોડતાં ‘DD’ માંગરેખા પ્રાપ્ત થાય છે, જે ડાબી બાજુથી જમણી બાજુ, ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, એટલે કે આકૃતિમાં ‘DD' માંગરેખા ઋણઢાળ ધરાવે છે.

વિશ્લેષણ : વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ નીચે મુજબનાં બે કારણોની મદદથી સમજી શકાય છે 

આવક અસર : ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે અને જો વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદશક્તિમાં વધારો થવા પામે છે. જેથી ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે. (વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહે છે.) દા.ત., ગ્રાહક દૂધની ખરીદી માટે ર્ 50 ખર્ચવા તૈયાર છે. ત્યારે જો દૂધની પ્રતિ લિટર કિંમત રૅ 50 હોય, તો ગ્રાહક માત્ર 1 લિટર દૂધ ખરીદી શકે છે. પરંતુ, જો દૂધની પ્રતિ લિટર કિંમત ઘટીને રૅ 10 થાય તો મૈં 50 વડે તે 5 લિટર દૂધની ખરીદી કરી શકે છે. આમ, કિંમત ઘટતાં ગ્રાહકની ખરીદશક્તિમાં વધારો થવા પામે છે જેથી માંગ વધે છે તેને ‘આવક અસર' કહે છે. માત્ર સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે. દા.ત., હલકું અનાજ, જેની કિંમત ઘટવા છતાં તેની માંગમાં ઘટાડો થાય છે.


-------------------------------------------------------------------------------





વધુ નવું વધુ જૂનું