Std 12 Gujarati Ch 8 Swadhyay Solution || dhoran 12 gujarati path 8 swadhyay solution

 

Std 12 Gujarati Ch 8 Swadhyay Solution || dhoran 12 gujarati path 8 swadhyay solution

Q - 1. નીચેના પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :


(1) અમરનાથ યાત્રા ક્યા સમયમાં સરળ પડે છે?

જવાબ :- અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે.


(2) અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે?

જવાબ :- અમરનાથ યાત્રામાં બરફના ડુંગર ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે.


(3) લેખિકા એ અમરનાથ યાત્રા શેના દ્વારા કરી?

જવાબ :- લેખિકા એ અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી.


(4) કાશ્મીરમાં ક્યાં ક્યાં મનોહર સ્થળો જોવાલાયક છે?

જવાબ :- કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ, કે ટુલીએન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે.

Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયમાં ટૂંકમાં ઉત્તર લખો :


(1) લેખિકાને ક્યાં ક્યાં નામ પારકા (પરાયા) લાગે છે?

જવાબ :- લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્ત સુલેમાન અગર અચબલ કે ગિરિબલ જેવાં નામ પારકાં (પરાયા) લાગે છે.


(2) અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે?

જવાબ :- અમરનાથ યાત્રામાં બપોરા જમવા માટેનું ભાથું, થોડીઘણી મીઠાઇ, થરમસ તથા નાસ્તા જેવી સાધનસામગ્રી સાથે રાખવી જરૂરી છે.


(3) અમર નાથ યાત્રામાં ક્યાં ક્યાં સુંદર સ્થળોના દર્શન થાય છે?

જવાબ :- અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમર્ગ કે ટૂલીએન તળાવ જેવાં અત્યંત મનોહર સ્થળો જોવા જેવાં હોય છે. ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મેશાહી કે તખ્ત સુલેમાન અગર અચબલ કે ગિરિબલ જેવાં સુંદર સ્થળોનાં દર્શન થાય છે.


(4) લેખિકાને અમરનાથ યાત્રામાં કેવાં અનુભવો થયા?

જવાબ :- લેખિકાને નદીની જમણી પડખે રળિયામમણી ટેકરી ઉપર પાઇનનાં ઝાડની ગીચ ઝાડીમાં થઈને વાતો માદક, આહ્લાદક વસંત વાયુનાં સુસવાટા, તોફાની નિશાળિયાઓની સિસોટીનાં સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડીએથી મર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણા હઠીસિંગ તથા તેમના બે પુત્રોનો ભેટો થયો. માર્ગમાં દરેક ક્ષણે પોતાનૌ સ્વરૂપ બદલતી કુદરતનું ક્યુ સ્વરૂપ શ્રેષ્ઠ તે નક્કી કરવું તમને માટે શક્ય નહોતું. હરધનનાં મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવસો રહી ગયો.




Q - 3. નીચેના પ્રશ્નોનાં સવિસ્તર ઉત્તર લખો :


(1) અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રકૃતિક મનોહર દ્રશ્યપાઠના આધારે તમારા શબ્દોમાં લખો.

જવાબ :- અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામથી ચંદનવાડી સુધી જતાં પ્રતિક્ષણે બદલાતાં પ્રાકૃતિક મનોહર દ્રશ્યોની શોભા અનેરી છે. કશ્મીરનો વૈશાખ એટલે જાણે વસંતરૂતુનો અવતાર. નદીકાંઠે કેવી સુંદર વનરાઈ જોવા મળે છે. સફરજનનાં ઝાડ ઉપર દૂધ જેવાં શ્વેત રંગનાં ફૂલનાં ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે. આ સમયે આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમય દેખાય છે. માર્ગમાં દરેક મૂળે કુદરત પોતાનાં સ્વરૂપ બદલે છે. બરફ અથવા સુશોભિત વનરાજીથી વિરાજમાન ઊંચાનીચા શિખર ચારે બાજુ નજરે પડે છે.


(2) 'અમરનાથ યાત્રા કઠિન છે' એવું શાથી કહી શકાય?

 જવાબ :- અમરનાથ યાત્રાએ જવું હોય તો ત્યાં કેટલીય જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે. રસ્તો પણ ઘણો વિકટ હોય છે એટલે ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે છે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેળાઓ પહોળા અને વેગથી વહેવા માંડે છે એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય છે. પહાડના ઉભડક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ. આના પરથી કહી શકાય કે, અમરનાથ યાત્રા કઠિન છે.


(3) અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીનાં પલટાનાં મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો.

જવાબ :- અમરનાથ યાત્રામાં શેષ નદી ઊજળા, નિર્મળ, ઉછાળા મારતી, ઉતાવળે વહી જતી હોય છે. આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઊડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધ કન્યાઓની યાદ અપાવે છે. નીચે ઊંડાણમાં, ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી શેષ નદી ઉન્માદિની અને રંગવતી લાગે છે. એ નદી જાણે તેનું બાળપણ અને યૌવન ની અધવચ્ચે ઊભેલી વનની મધુશ્રી જેવી ભાસે છે. વહી જતી શેષ નદી ડાહી, ઠાવકી, શાણી અને ઠરેલ હોય તેમ પહોળા પટ પરથી શાંતિથી વહી જતી હોય છે. પછી ઉઘાડું માથું અને ઊડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે આવે ત્યારે કેવી વિનમ્ર બની જાય છે તો માથે સાડલો ઓઢી ગંભીર અને ભારેખમ બની જાય તેવું જ શેષ નદીની પલટાતું રૂપ મનોહર લાગે છે.


વધુ નવું વધુ જૂનું