Std 12 Gujarati Ch 9 Swadhyay Solution || dhoran 12 gujarati path 9 swadhyay solution

Std 12 Gujarati Ch 9 Swadhyay Solution || dhoran 12 gujarati path 9 swadhyay solution

 

Q - 1. નીચેનાં પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :


(1) લોકગીતની નાયિકા શા માટે વ્યથિત છે?

જવાબ :- લોકગીતની નાયિકા વ્યથિત છે કારણકે તેના મનાવવાના અથાગ પ્રયત્નો પછી પણ તેનો પતિ માનતો નથી તેની સાથે બોલતો નથી.


(2) લોકગીતની નાયિકા કોને સંદેશ લઈ જવાનું કાર્ય સોંપે છે?

જવાબ :- લોકગીતની નાયિકા સમડીને સંદેશો લઈ જવાનું કાર્ય સોંપે છે.


(3) નાયિકા કોને સંદેશ મોકલવા ઝંખે છે?

જવાબ :- નાયિકા પોતાના પિયરમાં દાદા(પિતા) ને સંદેશ મોકલવા ઝંખે છે.


(4) પિતાએ પુત્રી ને શી સલાહ આપી?

જવાબ :- પિતાએ પુત્રીને સલાહ આપી કે સાસરામાં સુખ તો સૌ ભોગવી જાણે, પણ જે દુખ સહન કરે તે જ ખાનદાન કહેવાય.


Q - 2. નીચેનાં ઉત્તર બે-ત્રણ વાક્યોમાં લખો :


(1) કાચના કમાડ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે?

જવાબ :- કાચનાં કમાડ દ્વારા નાયિકા સૂચવે છે કે કાચના કમાડને જેમ જતન કરી ને સાચવવું પડે તેમ આ સંબંધને સાચવવો પડશે. હવે તેને જીવનભર પતિના અબોલા સહન કરવા પડશે. પતિ સાથેનાં તેનાં સંબંધની સ્થિતિ કાચના કમાડ જેવી નાજુક થઈ ગઈ છે. આમ, અહીં નાયિકાની વેદના કાચના કબાટ શબ્દો દ્વારા રજુ થઈ છે.


(2) નાયિકા શો સંદેશો મોકલાવે છે?

જવાબ :- નાયિકાનો પતિ તેનાંથી નારાજ છે અને અબોલા લીધા છે તેથી નાયિકા પોતાનાં પિયરમાં દાદાને સંદેશો મોક્લાવે છે. નાયિકા પોતા પર દુખ આવી પડ્યાં છે તે સંદેશો મોક્લાવે છે.


(3) નાયિકાને ક્યાં ક્યાં દુખ વેઠવા પડ્યા છે?

જવાબ :- નાયિકાનો પતિ તેનાથી નારાજ થઈ ગયો છે. નાયિકાએ પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા છતાં તેનો પતિ માનતો નથી. પત્ની તેની સાસરીમાં તેનાં પતિ ના સહારે રહેતી હોય છે. પત્નીને જો પતિનો સાથ હોય તો સાસરીમાં ગમે તેવું દુખ હોય તો પણ તે સહન કરી શકે છે પરંતુ જો પતિ જ તેનો સાથ ન આપે અને તેનાંથી મોં ફેરવી લે તો તે તેનાંથી સહન થતું નથી. અહીં નાયિકા સાથે પણ આવું જ કઈક થયું છે. આમ, નાયિકા ને આ દુખ વેઠવું પડ્યું છે.


Q - 3. નીચેના પ્રશ્નોનાં સવિસ્તર ઉત્તર લખો :


(1) નાયિકાએ પતિને મનાવવા શા-શા પ્રયત્નો કર્યા? તેનું શું પરિણામ આવ્યું?

જવાબ :- નાયિકાનો પતિ તેનાંથી નારાજ થઈ ગયો છે. તેને મનાવવા માટે નાયિકા આ પ્રમાણે પ્રયત્નો કરે છે : નાયિકાએ ડુંગર ખોદીને રહેવા માટે ખાસ ઘર તૈયાર કર્યું છે અને તેમાં કાચના બારણાં જડયા છે. નાયિકાએ અગર-ચંદનના ચૂલા બનાવી તેમાં ટોપરાંનાં બળતણ ભર્યા. ખીર બનાવવા દૂધનાં આંધણ મૂકી તેમાં એક શેર જેટલા ચોખા ઓર્યા છે. આ બધાં પ્રયત્નો કર્યા પછી પણ નાયિકાનો પતિ માનતો નથી અને નાયિકા સાથે બોલતો નથી. આથી નાયિકા નિરાશ થઈ મૂંઝાઇ જાય છે અને આ સમસ્યા નાં ઉકેલ માટે પોતાનાં પિયરમાં દાદાને સંદેશો મોકલે છે.


(2) નાયિકાએ મોકલેલ સંદેશ લખો.

જવાબ :- નાયિકાનો પતિ નાયિકાથી નારાજ થઈ જાય છે અને અબોલા લે છે. તેને મનાવવા નાયિકા ઘણાં પ્રયત્નો કરે છે પરંતુ તેનો પતિ માનતો નથી. અંતે મૂંઝાયેલી નાયિકા પોતાનાં દાદાને સમસ્યાનાં ઉકેલ માટે સંદેશ મોકલે છે દાદા તેને દુખ સહન કરવાની સલાહ આપે છે. ત્યારે નાયિકા ફરીથી પોતાની વ્યથા કહે છે. પોતાની નાજુક પરિસ્થિતીનું વર્ણન કરવા માટે નાયિકા કેટલાક ઉદાહરણો આપે છે જેમકે ખેતર ખેડી શકાય, પરંતુ ડુંગરને કઈ રીતે ખેડવો? કૂવામાં રહેલા પાણીનો તાગ કાઢી શકાય પરંતુ સમુદ્રનાં પાણીનો તાગ કઈ રીતે કાઢવો? 

બળદ હોય તો વેચી શકાય પરંતુ પરણ્યો એટલે કે પતિને થોડો વેંચી દેવાય? કાગળ હોય તો વાંચી પણ લેવાય પરંતુ નશીબમાં શું લખ્યું છે તે કેમ વાંચવું? અંતે નાયિકા કહેવા માંગે છે કે પતિનો સાથ હોય તો સાસરી માં ગમે તેવા દુખ વચ્ચે પણ રહી શકાય પરંતુ જો પતિ જ નારાજ થઈ જાય તો એ કઈ રીતે સહન થાય?

વધુ નવું વધુ જૂનું