Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(1) ગોવાલમાં ગિરધર કેવો શોભી રહ્યાં છે ?
(A) હળધર જેવા
(B) તારામંડળમાં ચંદ્ર જેવા
(C) સોનામાં જડેલા હીરા જેવા
(D) ઉપરના (B) અને (C) બંને જેવા ✓
(2) ‘હરી હળઘરનો વીરો’ એટલે ......
(A) ખેડૂતનો ભાઈ
(B) હાલ ધારણ કરનારમાં હીરો
(C) બલદેવજીના ભાઈ ✓
(D) હરિએ વીરની માફક હળ ધારણ કર્યું છે
(3) ભગવાન શ્રીકૃષ્ણે ..........
(A) લાલ રંગના વસ્ત્રો પહેર્યા છે.
(B) પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. ✓
(C) હાથમાં મોરપિચ્છ ધારણ કર્યું છે
(D) કાનમાં કુંડળ પહેર્યું નથી
(4) શ્રીકૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતા .......
(A) દુઃખી દુઃખી થાય છે
(B) કલ્પાંત કરે છે
(C) ભાવમુક્ત બની ગયા છે
(D) હરખ પામી રહ્યાં છે. ✓
Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.
(1) કાવ્યના આધારે સાંજના સમયનું દ્રશ્ય આલેખો.
જવાબ :- સાંજના સમયે શ્રીકૃષ્ણની આગળ ગોધન અને પાછળ ગોવાળોનું ટોળું છે. શ્રીકૃષ્ણે મોર મુગટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ચંદનની સુગંધથી મહેકે છે.
(2) નરસિંહ મહેતા હરખાય છે, કારણકે ......
જવાબ :- નરસિંહ મહેતાના હ્રદયમાં શ્રીક્રુષ્ણ નું રૂપ વસી ગયું છે. શ્રીકૃષ્ણે એમને ભેટ્યા અને તેઓ તનમનથી શ્રી ક્રુષ્ણના મુખ પર વારી ગયા. ક્રુષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત જોઈને હરખાય છે.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.
(1) કૃષ્ણરૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે?
જવાબ :- સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણનું રૂપ મોહ પમાડનારૂ છે. તેમણે મસ્તકપર મોરમુગટ ધારણ કર્યો છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનથી મહેકે છે. જેમ તારામંડળમાં શશિયર શોભે તેમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યાં છે. કૃષ્ણનું આ મનમોહક રૂપ કવિના હ્રદયમાં વસી ગયું છે. તેમને મળવા મન વેગથી દોડ્યું કૃષ્ણ એમને પ્રેમથી ભેટી પડ્યાં. આથી કવિ કહે છે કે કૃષ્ણનું રૂપ મહાશુભકારી એટલે કે કલ્યાણકારી છે.
(2) કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે?
જવાબ :- સાંજના સમયે વૃંદાવનથી આવતા શ્રીકૃષ્ણે મસ્તક પર મોરમુગટ ધારણ કર્યો છે. એમના કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતામ્બર અને ફૂલની પછેડી પહેર્યા છે. ફૂલની પછેડી ચંદનની સુગંધથી મહેકે છે. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગિરધર શોભી રહ્યાં છે. શ્રીકૃષ્ણનું આ રૂપ કવિના હ્રદયમાં વસી ગયુ છે. એટલે કે કવિના મનમાં શ્રીકૃષ્ણ મોહ ઉપજાવે છે.
-min.jpg)