Std 9 Gujarati Ch 12 Swadhyay Solution || dhoran 9 gujarati path 12 swadhyay solution

Std 9 Gujarati Ch 12 Swadhyay Solution || dhoran 9 gujarati path 12 swadhyay solution

 

Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :

 

(1) લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, કારણ કે…..

(A) લેખકને નકશાવાચન આવડતું નથી

(B) માર્કંડી ખૂબ જ મોટી નદી છે

(C) એ સખી મટી નદી થઈ જાય

(D) એ નદી નકશામાં દેખાતી નથી

 

(2) મહાદેવે મૃકંડુ ઋષિ આગળ વરદાનમાં કયો વિકલ્પ મુક્યો ?

(A) તરત મૃત્યુ પામનાર બાળક

(B) સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક

(C) સો વર્ષ જીવનાર મૂઢ બાળક

(D) B અને C બન્ને

 

(3) માર્કંડી લેખકને શું આપત્તિ ?

(A) સકકરીયા

(B) અમૃત જેવું પાણી

(C) મૃગનક્ષત્રના દર્શન

(D) A અને B બંને

(4) ધૃષ્ટતા માટે યમરાજને કોનો ઠપકો સાંભળવો પડયો ?

(A) ત્રિશૂળધારી શિવજીનો

(B) માર્કંડેય ઋષિનો

(C) ઋષિ પત્નીનો

(D) ભાઈ-બહેનનો

 

Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

(1) માર્કંડેય જેમ-જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપના વદન મ્લાન થતાં જાય, કારણ કે…..

જવાબ :- માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ માબાપના વદન મ્લાન થતાં જાય, કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કંડેય ૧૬ વર્ષનો થઇ જશે. તેની વય મર્યાદા પૂરી થતા એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિઃસંતાન થઈ જશે.

 

(2) માર્કંડી ને કાંઠે અસાધારણ અદભુત એવું કશું નથી તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે ?

જવાબ :- માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતનાં રંગીન પતંગિયા નથી, રૂપાળા પથ્થર નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત પણ નથી. આમ, અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી છતાં લેખકને માર્કંડી ગમે છે, કારણ કે ત્યાં કેવળ પ્રેમળ શાંતિ છે.

 

Q - 3. નીચેના પ્રશ્નોના સાત - આઠ વાક્યોમાં ઉત્તર લખો :

 

(1) માર્કંડી સાથેનો લેખકનો સહવાસ તમારા શબ્દોમાં લખો.

જવાબ :- માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને નકશામાં માર્કંડીની લીટી શોધવામાં રસ નહોતો. તેઓ માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું. નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલીય વાતો કરતા એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો. માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નહીં. લેખકનો અર્થ કરવા માર્કંડી શોભતી નહિ. તેઓ એકબીજાને ઉદ્દેશીને વાતો કરે છે. એટલું જ એમને માટે પૂરતું હતું. ભાઈ બહેન ઘણા વર્ષે મળે એટલે હજાર સવાલ પૂછે, પણ એની પાછળ જિજ્ઞાસા નથી હોતી. એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે. લેખક અને એમની સખી માર્કંડી વચ્ચેના સંબંધો પણ આવા જ હતા. સવાલ શો પૂછ્યો અને જવાબ શો મળ્યો એ તરફ ધ્યાન આપવા જેટલી અવસ્થા એમના પ્રેમમિલનમાં નહોતી.


(2) માર્કંડેય ઋષિની કથા તમારા શબ્દોમાં આલેખો.

જવાબ :- મૃકંડુ ઋષિને સંતાન ન હતું. એમણે તપશ્ચર્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવે વરદાન તો આપ્યું. પણ એમાં વિકલ્પ મૂક્યો. મૃકંડુ ઋષિ સોળ વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા સો વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે, મૃકંડુ ઋષિ વિમાસણમાં આવી ગયા. તેમણે ધર્મ પત્ની ની સલાહ લીધી કે સદગુણી બાળક ભલે સોલ વર્ષ જીવે, પણ એ જ કુલોદ્ધારક થશે. આથી સદગુણી બાળક માંગી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. તે જેમ મોટો થતો ગયો તેમ મા-બાપના ચહેરા પર ગ્લાન છવાઈ જાય. એક દિવસ માર્કંડેય પૂજામાં બેઠો હતો ત્યારે જમરાજ લેવા આવ્યા પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાશ ફેકયો. ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રગટ થયા અને યમરાજને કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુંજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી. એને જીવનદાન મળ્યું.

વધુ નવું વધુ જૂનું