Q - 1. પ્રશ્ર્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
(1) દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના ! એટલે.....
(A) જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરવાની વાત છે ✓
(B) જગતના લોકોનો સાથ છોડી જવાના
(C) દુનિયાના લોકો દિલ વગરના છે
(D) દિલને ચારેય છેડેથી માપવાની વાત છે
(2) કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે ?
(A) એક નાનકડા બિંદુમાં ડૂબીને
(B) વિશાળ સમુદ્રમાં ડૂબીને
(C) બીજાની મસ્તીમાં ભળીને
(D) પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને ✓
(3) કવિ દુઃખ માત્રની દવા કઈ ગણે છે ?
(A) ડોક્ટર લખી આપે તે
(B) કવિ દવા જ લેતા નથી
(C) કવિનું આત્મબળ ✓
(D) કવિ દુઃખી જ નથી
(4) કવિ મૃત્યુ સામે કોને પડકાર આપે છે ?
(A) જીવનને
(B) કાળને ✓
(C) ભગવાનને
(D) ભક્તને
Q - 2. નીચેના પ્રશ્ર્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) અવિરામ દીપકના ઉદાહરણ દ્વારા કવિ શું કહેવા માંગે છે ?
જવાબ :- અવિરામ દિપકનાં ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જગતમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવી દુષ્કર પરિસ્થિતિ ઉભી થાય તો પણ આપણે વિચારરૂપી પ્રકાશથી જીવનમાં અજવાળા કરવા જોઈએ જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાય તેમજ તેનો સામનો કરી શકાય.
Q - 3. નીચેના પ્રશ્ર્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
(1) આ કાવ્યમાં જોવા મળતી કવિની ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ :- રસ્તો કરી જવાના કાવ્ય ખુમારીભર્યું છે જેમાં કવિ કહે છે કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ તેનો હિંમતથી સામનો કરવો એનાથી ડરીને બેસી ન જવાય એનાથી કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લાગણીઓથી જીવન હર્યુંભર્યું બનાવી દઈશું હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા-ઘણા સત્કર્મ કરીને જીવનરૂપી સમુદ્ર તરી જવાનું. કેટલાય દીપક પ્રજ્વલિત રહેતા હોય છે જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરશે એટલે જીવનની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં રસ્તો મળશે આપણું આત્મબળ મજબૂત હોવું જોઈએ આપણે જ સ્વયંપ્રકાશ છીએ આપણે એવો દીપક નથી કે જાય. ઈશ્વર અમારો ધણી છે એમ અમે થોડા મરી જવાના.
(2) કવિ દિલમાં શું ભરી જવા ઈચ્છે છે ?
જવાબ :- રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ ખાલી હાથે મરી જવા માંગતા નથી. કવિ કહે છે કે દુનિયાના લોકોનો પ્રેમ, તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને પોતાનું જીવન હર્યુંભર્યું રાખવા ઈચ્છે છે.
Q - 4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
(1) ‘રસ્તો નહિ જડે તો રસ્તો કરી જવાના,
થોડા અમે મુંઝાઈ મનમાં મરી જવાના !’
જવાબ :- રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ કહે છે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવશે તો પણ હિંમતથી તેનો સામનો કરીશું એમાંથી બહાર નીકળવાનો કોઈ ને કોઈ રસ્તો જરૂર જડશે. ઉકેલ ન મળે તો થોડા મરી જવાના અમે જીવનમાં ક્યારેય નાસીપાસ થઈને પીછેહઠ કરવાના નથી. અમે કોઈ ને કોઈ રસ્તો ચોક્કસ કરી જવાના.
