નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ પોસ્ટમાં તમને ધોરણ 11ના ગુજરાતીના પાઠ 14 વાત એક શાપની તેના સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન મળશે.
પાઠ - 14 (વાત એક શાપની)
Q - 1. નીચેનાં પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) રમણીકલાલનાં પરિવારમાં કોણ કોણ હતા?
A. રમણીકલાલના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી હતા.
(2) રમણીકલાલનો વ્યવસાય શો હતો?
A. રમણીકલાલ ફોરેસ્ટ ઓફિસર હતા ઉપરાંત સાગના ધંધાની બે નંબરની મબલખ કમાણી પણ હતી.
(3) રમણીકલાલને પોતાની સ્થિતિ માટે કઈ ઘટના જવાબદાર લાગે છે?
A. રમણીકલાલે ગુસ્સામાં આવીને જંગલમાંથી લાકડાં લઇ જતા શ્રમજીવીને ચાબુકથી ફટકારી મારી નાખ્યો હતો અને તેથી તેની પત્નીએ રમણીકલાલને તેમનું ધનોત-પનોત નીકળી જશે તેવો શાપ આપ્યો હતો. રમણીકલાલને પોતાની સ્થિતિ માટે આ ઘટના જવાબદાર લાગે છે.
(4) રમણીકલાલે ટ્રેઈનમાં ફોન શા માટે ન ઉપાડ્યો?
A. રમણીકલાલની એક માત્ર દીકરી દાઝી ગઈ છે તેવા સમાચાર તો રમણીકલાલને તેમનાં વેવાઈ દ્વારા મળી ગયા હતા. હવે પછીનાં ફોનમાં વેવાઈ કદાચ માઠા સમાચાર આપશે અને એ સાંભળી શકવાની રમણીકલાલમાં હિંમત ન હતી તેથી રમણીકલાલે ટ્રેઈનમાં ફોન ન ઉપાડ્યો.
Q - 2. નીચેનાં પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) ટ્રેઈનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો?
A. ટ્રેઈનમાં ચડેલા રમણીકલાલનો ચહેરો ચોરસ હતો. સૂર્યના તડકામાં તેમની ચામડી ઘઉંવર્ણી થઇ ગઈ હતી. થોભિયાના વાળ થોડા સફેદ અને બાકીના ભરાવદાર વાળ કાળા હતા. તેમની ઉંચાઈ આશરે છ ફૂટ હતી. અંગ પર આછા બદામી રંગની સફારી પહેરી હતી. તેમનું વ્યક્તિત્વ કદાવર અને રુઆબદાર હતું, પણ વિશાળ આંખોમાં વેદના છલકાતી હતી.
(2) રમણીકલાલ શાની ચિંતામાં હતા?
A. રમણીકલાલની દીકરી વેરાવળમાં પરણાવેલી હતી અને તે થોડા સમય પહેલાં જ વિધવા થઇ હતી. રમણીકલાલને તેમનાં વેવાઈનો ફોન આવે છે કે તેમની પુત્રી ગંભીર રીતે દાઝી ગઈ છે. આ સમાચાર સાંભળી રમણીકલાલ ચિંતાગ્રસ્ત થઇ જાય છે. આમ, રમણીકલાલ તેમની પુત્રીના શ્વાસ લંબાય અને પોતે તેનું મોઢું જોઈ શકે તેની ચિંતામાં હતા.
(3) રમણીકલાલ પર શો ફોન આવ્યો હતો?
A. રમણીકલાલની યુવાન વિધવા પુત્રી ગંભીર રીતે દાઝી ગઈ હતી. રમણીકલાલ પર તેમનાં વેવાઈનો તેમની દીકરી દાઝી ગઈ છે અને સીરિયસ છે તેવા સમાચાર આપતો ફોન આવ્યો હતો.
(4) સમીરે રમણીકલાલને શી સાંત્વના આપી?
A. રમણીકલાલની દીકરીના સમાચાર જાણ્યા પછી સમીર પણ ગંભીર બની જાય છે. તે રમણીકલાલને આશ્વાસન આપે છે અને સાંત્વના આપતાં કહે છે કે “વડીલ, ચિંતા ન કરો, ઈશ્વર સૌ સારાવાના કરશે. તમારી દીકરી બચી જશે.”
(5) રમણીકલાલની નોકરીની શરૂઆતના સમયનો દમામ તમારા શબ્દોમાં આલેખો.
A. રમણીકલાલને ચોવીસ વર્ષની યુવાન વયે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળે છે. તેમને પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો હતા. તેમનું પોસ્ટીંગ વઘઈમાં હતું. રમણીકલાલને રહેવા માટે સરકારી બંગલો, નોકરચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુખ સુવિધાઓ મળી હતી. સરકારી નોકરી ઉપરાંત તેઓને સાગના લાકડાંની બે નંબરની પણ પુષ્કળ આવક હતી. રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નશો હતો. ધાક જમાવવા માટે રમણીકલાલ જયારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેવો વટ રાખતા.
(6) રમણીકલાલે કઈ આશાથી ભિખારણને સો રૂપિયાની નોટ આપી દીધી?
A. રમણીકલાલને પોતાની વેરાવળ પરણાવેલી વિધવા દીકરી ગંભીર રીતે દાઝી ગઈ હતી તેવા સમાચાર મળે છે. દીકરીની હાલત ગંભીર છે તેવું તેમના વેવાઈએ ફોન પર જ કહી દીધું હતું તેથી ચિંતાગ્રસ્ત હાલતમાં ટ્રેઈનમાં બેઠેલા રમણીકલાલ ભિખારણને સોની નોટ આપી દે છે. તેમાં અન્ય કોઈ સ્વાર્થ નહીં પરંતુ આવા કોઈ ગરીબના આશીર્વાદ મળી જાય અને તેમની દીકરીનાં શ્વાસ થોડા લંબાય તો પોતે દીકરીનું મોઢું જોવા પામી શકે તેવી આશાથી રમણીકલાલે ભિખારણને સો રૂપિયાની નોટ આપી દીધી.
Q - 3. નીચેનાં પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :
(1) રમણીકલાલના જીવનના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો.
A. રમણીકલાલ એમનાં જીવનના પૂર્વાર્ધમાં ખૂબ સુખી હતા. રમણીકલાલને ચોવીસ વર્ષની યુવાન વયે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળે છે. તેમને પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો હતા. તેમનું પોસ્ટીંગ વઘઈમાં હતું. રમણીકલાલને રહેવા માટે સરકારી બંગલો, નોકરચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુખ સુવિધાઓ મળી હતી. સરકારી નોકરી ઉપરાંત તેઓને સાગના લાકડાંની બે નંબરની પણ પુષ્કળ આવક હતી. રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નશો હતો. ધાક જમાવવા માટે રમણીકલાલ જયારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેવો વટ રાખતા.
જંગલમાં પડેલા લાકડાં લઇને જતા શ્રમજીવીને રમણીકલાલ સત્તા અને સંપત્તિના ગુમાનમાં ચાબુકના ફટકા મારીને મારી નાખે છે. શ્રમજીવીની પત્ની તેમને તેમનું ધનોત-પનોત નીકળી જશે તેવો શ્રાપ આપે છે. ઉતરાર્ધમાં રમણીકલાલનું જીવન અત્યંત દયાજનક હતું. શ્રમજીવીની પત્નીએ આપેલા શાપના પ્રતાપે રમણીકલાલની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામે છે. અમેરિકામાં ભણતો પુત્ર આંતરડાના કેન્સરને લીધે બચી શકતો નથી. તેની સારવારમાં રમણીકલાલની બધી કમાણી સાફ થઇ જાય છે. વેરાવળમાં પરણાવેલી તેમની દીકરીના પતિનું પણ મૃત્યુ થાય છે. જુવાનજોધ દીકરી વિધવા થઇ જાય છે. પૈસા ની લાલચમાં સાસરીવાળા તેને સળગાવી દે છે અને અંતે તેનું પણ મૃત્યુ થાય છે. રમણીકલાલ પોતાની પુત્રીનું મોઢું જોવા પણ પામતા નથી. આમ રમણીકલાલના જીવનનો પૂર્વાર્ધ અત્યંત સુખી અને ઉત્તરાર્ધ અત્યંત દુખદ છે.
(2) ‘કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે’ – આ વિધાન કૃતિના આધારે સમજાવો.
A. કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે’- આ વિધાન રમણીકલાલના જીવન માટે એકદમ સાચું ઠરે છે. રમણીકલાલને ચોવીસ વર્ષની યુવાન વયે ફોરેસ્ટ ઓફિસરની નોકરી મળે છે. તેમને પત્ની તથા એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાનો હતા. તેમનું પોસ્ટીંગ વઘઈમાં હતું. રમણીકલાલને રહેવા માટે સરકારી બંગલો, નોકરચાકર, ડ્રાઈવર સાથે જીપ જેવી સુખ સુવિધાઓ મળી હતી. સરકારી નોકરી ઉપરાંત તેઓને સાગના લાકડાંની બે નંબરની પણ પુષ્કળ આવક હતી. રમણીકલાલ પર સત્તા અને સંપત્તિનો નશો હતો.
ધાક જમાવવા માટે રમણીકલાલ જયારે જીપ લઈને રાઉન્ડમાં નીકળતા એ વખતે જાણે જંગલના મહારાજા હોય તેવો વટ રાખતા.. આવ જ વટમાં તેઓ એક દિવસ તેઓ બે શ્રમજીવીઓને માત્ર ડાળખાં વીણીને લઇ જતા જુએ છે. તે બે માંથી એક રમણીકલાલને જોઈને ભાગી જાય છે અને અન્ય એકને રમણીકલાલ એટલી જોરથી ચાબુક મારે છે કે તેની ખોપરી ફાટી જાય છે અને તે મૃત્યુ પામે છે. તે ગરીબ શ્રમજીવીની પત્ની અને ચાર બાળકો નિરાધાર થઇ જાય છે. શ્રમજીવીની પત્ની કલ્પાંત કરતા કરતા તેમને તેમનું ધનોત-પનોત નીકળી જશે તેવો શાપ આપે છે. શ્રમજીવીની પત્નીએ આપેલા શાપના પ્રતાપે રમણીકલાલની પત્ની હાર્ટ એટેકમાં મૃત્યુ પામે છે. અમેરિકામાં ભણતો પુત્ર આંતરડાના કેન્સરને લીધે બચી શકતો નથી.
તેની સારવારમાં રમણીકલાલની બધી કમાણી સાફ થઇ જાય છે. વેરાવળમાં પરણાવેલી તેમની દીકરીના પતિનું પણ મૃત્યુ થાય છે. જુવાનજોધ દીકરી વિધવા થઇ જાય છે. પૈસાની લાલચમાં સાસરીવાળા તેને સળગાવી દે છે અને અંતે તેનું પણ મૃત્યુ થાય છે. રમણીકલાલ પોતાની પુત્રીનું મોઢું જોવા પણ પામતા નથી. આમ જુવાનીમાં કરેલા ક્રૂર કર્મોનો બદલી રમણીકલાલને ઘડપણ માં ચૂકવવો પડે છે અને ‘કર્મનો હિસાબ દરેકે ચૂકવવો જ પડે છે’- આ વિધાન યથાર્થ ઠરે છે.