નમસ્કાર વિદ્યાર્થીમિત્રો આ પોસ્ટ પર તમને ધોરણ 11 અર્થશાસ્ત્રના પાઠ 4 નું સ્વાધ્યાય સોલ્યુશન મળશે. સ્વાધ્યાય સોલ્યુશન નો વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો.
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
(1) જથ્થો એટલે શું ?
જવાબ :- જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ.
(2) પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે ?
જવાબ :- પુરવઠા નો ખ્યાલ ચોક્કસ કિંમત અને ચોક્કસ સમયના સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે.
(3) પુરવઠાની વ્યાખ્યા આપો.
જવાબ :- ચોક્કસ સમય, ચોક્કસ કિંમતે ઉત્પાદકો કે વેપારીઓ ઉત્પાદનનો જેટલો ભાગ બજારમાં વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવામાં આવે છે.
(4) પુરવઠાની અનુસૂચિ એટલે શું ?
જવાબ :- કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે વસ્તુની જુદી જુદી કિંમતે વસ્તુનો કેટલો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે, તે યાદીને પુરવઠાની અનુસૂચિ કહેવામાં આવે છે.
(5) પુરવઠા-રેખાનો ઢાળ કેવો હોય છે ?
જવાબ :- પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે.
(6) અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી ?
જવાબ :- અલભ્ય વસ્તુઓની કિંમત વધવા છતાં તેના પુરવઠામાં વધારો કરવો શક્ય નથી. તેથી આવી વસ્તુઓને પુરવઠા નો નિયમ લાગુ પડતો નથી.
(7) પુરવઠાનો નિયમ કયા પ્રકારની વસ્તુઓ માટે અપવાદ છે ?
જવાબ :- પુરવઠા નો નિયમ પ્રાચીનકાળની હસ્તક પ્રતો, મૂર્તિઓ, સિક્કાઓ, કલાકૃતિઓ, જેવી અલભ્ય વસ્તુઓ તેમ જ લીલા શાકભાજી, પાકા ફળ, જેવી નાશવંત વસ્તુઓ માટે અપવાદ છે.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(1) તફાવત સમજાવો : જથ્થો અને પુરવઠો
જવાબ :-
(2) વ્યક્તિગત પુરવઠો અને બજાર-પુરવઠાનો અર્થ સમજાવો.
(3) શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધારે હોઈ શકે, પણ કુલ જથ્થા કરતા વધારે હોઈ શકે નહિ ?
(4) પુરવઠારેખાનો ઢાળ ધન હોય છે, કારણો આપી સમજાવો.
4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો :
ટૂંકનોંધ લખો : પુરવઠા વિધેય.
પુરવઠા ના નિયમ ના અપવાદો જણાવો.
પુરવઠામાં વિસ્તરણ - સંકોચન આકૃતિ સહિત સમજાવો.
પુરવઠા માં વધારો-ઘટાડો આકૃતિ દ્વારા સમજાવો.
5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ લખો.
