
નમસ્કાર વિદ્યાર્થીમિત્રો આ પોસ્ટ પર તમને ધોરણ 11 અર્થશાસ્ત્રના પાઠ 5 નું સ્વાધ્યાય સોલ્યુશન મળશે.
સ્વાધ્યાય સોલ્યુશન નો વિડીયો જોવા માટે ઉપર ક્લિક કરો.
-------------------------------------------------------------------------------------------------------------------------
પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો.
(1) ઉત્પાદન વધે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેમ ઘટે છે ?
જવાબ :- જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ વધુ ને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. તેથી સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે.
(2) સીમાંત ખર્ચ જાણવાનું સુત્ર આપો.
જવાબ :- MCn = Cn - Cn - 1
(3) સ્થિર ખર્ચ એટલે શું ?સ્થિર ખર્ચની રેખા કેવી હોય છે ?
જવાબ :- સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, ઘટે કે શૂન્ય થત જે ખર્ચમાં કોઈ ફેરફાર થતો ન હોય તેવા ખર્ચને સ્થિર ખર્ચ કહે છે. સ્થિર ખર્ચની રેખા પ્ર-અક્ષને સમાંતર હોય છે,
(4) આવકના કયા ખ્યાલને કિંમત કહી શકાય ?
જવાબ :- આવના સરેરાશ આવકના ખ્યાલને કિંમત કહી શકાય.
(5) સીમાંત આવક કોને કહેવાય ?
જવાબ :- વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ આવકમાં જે વધારો થાય છે, તેને સીમાંત આવક કહેવામાં આવે છે.
(6) ટૂંકો ગાળો એટલે શું ?
જવાબ :- ટૂંકો ગાળો સમયનો એવો ગળો હોય છે, જે દરમિયાન પેઢીમાં ઉત્પદનનાં કેટલાંક સાધનો સ્થિર હોય છે.
(7) વૈકલ્પિક ખર્ચ એટલે શું ?
જવાબ :- ઉત્પાદનનાં સાધનોના જે શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે, તેને જ વૈકલ્પિક ખર્ચ કહેવાય છે.
(8) નાણાકીય ખર્ચ કોને કહેવાય ?
જવાબ :- ઉત્પાદન-પ્રક્રિયામાં નાણાનાં સ્વરૂપમાં જે ખર્ચાઓ થતા હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે.
(9) સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યાં પેઢીને શું મળે છે ?
જવાબ :- સીમાંત આવક કરતાં સીમાંત ખર્ચ ઓછો હોય ત્યાં પેઢીને નફો મળે છે.
(10) વાસ્તવિક ખર્ચ એટલે શું ?
જવાબ :- ઉત્પાદન-પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિક, નિયોજક, મૂડીપતિ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે, તે વસ્તુના ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે. વાસ્તવિક ખર્ચ નાણાંને સ્વરૂપ રજૂ કરી શકાતું નથી.
3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(1) સમયનો ટૂંકોગળો એટલે શું ?
જવાબ :- સમયનો ટૂંકો ગાળો એટલે એવો ગાળો કે જે ગાળામાં પેઢીના કદમાં ફેરફાર કરી શકાતો નથી. પરંતુ સ્થાપિત ઉત્પાદન શક્તિનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી શકાય છે.
→ ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે, જે દરમિયન પેઢીમાં યંત્રસામગ્રી, કારખાનાનું મકાન, પ્લાંટ જેવાં સાધનો સ્થિર હોય છે.
→ ટૂંકાગાળામાં કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય છે.
(3) “લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર બની જાય છે.” સમજાવો.
જવાબ :- લાંબા ગાળે ઉત્પાદનમાં બધા સાધનો પરિવર્તનશીલ હોય છે, પ્લાન્ટ, યંત્રસામગ્રી, કારખનાનું મકાન વગેરેના પ્રમાણમાં વધારો-ઘટાડો કરી શકાય છે.
→ લાંબા ગાળામાં ઉત્પાદન વધારવા માટે ઉત્પાદનનાં સાધનોનું પ્રમાણ વધતાં પેઢીનું કદ વિસ્તાર પામે છે. આમ, ખર્ચ ઉત્પાદન-પ્રમાણ સાથે બદલાય છે. આમ, લંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી. તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે.
(4) કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો.
→ કુલ ખર્ચ : કુલખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો.
અર્થાત કુલ ખર્ચ = કુલસ્થિર ખર્ચ + કુલ અસ્થિર ખર્ચ
TC = TFC + TVC
→ કુલ આવક : પેઢી તેના વેચાણમાંથી જે આવક મેળવે છે, તેને પેઢીની કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. .
– પેઢીની કુલ આવકનો આધાર (1) એકમદીઠ કિંમત અને (2) કુલ વેચાણ પર છે.
તેથી કુલ આવક = વેચાણના એકમો એકમદીઠ કિંમત
TR = Q×P
(5) પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે?
જવાબ :- પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. પરિણામે ઉત્પાદનની બધી સપાટીએ સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. આ સ્થિતિમાં કિંમત ધટતી હોવાથી સરેરાશ આવકરેખા (માંગરેખા) નીચે તરફ ઢળતી હોય છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે.
આકૃતિ દ્વારા આ હકીકત સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
Q - 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો.
(1) અસ્થિર ખર્ચનો અર્થ આપી, આકૃતિ દ્વારા તેની સમજૂતી આપો.
(2) અસ્થિર ખર્ચ નો અર્થ આપી આકૃતિ દ્વારા તેને સમજૂતી આપો.
(3) વૈકલ્પિક ખર્ચના માપની મુશ્કેલીઓ જણાવો.
જવાબ :- ઉત્પાદનનાં સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે તે હકીકત પર વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ આધારિત છે.
→ આમ, કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે, તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ઉત્પાદનખર્ચ ગણાય છે.
→ વૈકલ્પિક માપનની મુશ્કેલીઓ નીચે મુજબ છે.
1. એક ઉપયોગી સાધન : જે ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય. તો તેનું વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. દા.ત., એવી જમીન છે, જેમાં માત્ર ડાંગરનું ઉત્પાદન લઈ શકાય તો તે માટે વૈકલ્પિક ખર્ચ ગણી શકાતું નથી.
2. વિશિષ્ટ ઉપયોગી સાધન : જ્યારે ઉત્પાદનનાં સાધનોની વિશિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે વૈકલ્પિક ખર્ચ અપ્રસ્તુત છે. વિશિષ્ટ સાધનોનું વળતર તેની માંગ અને ઉપયોગને આધારે નક્કી થાય છે. જેમ કે, અણુ-ઉર્જા પેદા કરતાં યંત્રો માત્ર વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિઓ જ ઉપયોગમાં લઈ શકે છે.
Q - 5.નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો.
(1) ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો.
જવાબ :- અર્થશાસ્ત્રમાં ઉત્પાદનખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નણાકીય ખર્ચનો ખ્યાલ નોંધપાત્ર છે. ઉત્પાદનખર્ચના આ ખ્યાલોની સમજૂતી નીચે મુજબ છે :
1.વાસ્તવિક ખર્ચનો ખ્યાલ : ઉત્પાદનનાં સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે, તે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે.
→ જેમ કે, કારખાનમાં કામ કરતાં શ્રમિકો થાક અને કંટાળો અનુભવે છે. મૂડીપતિઓ વપરાશમાંથી તુષ્ટિગુણ જતો કરીને એટલે કે, અગવડ ભોગવીને બચત કરે છે. નિયોજક અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિકતાન અનુભવે છે. આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે.
→ વાસ્તવિક ખર્ચ માપી શકાતો નથી. કારણ કે થાક, કંટળો, અગવડ, તનાવ વગેરે માનસિક અને આત્મલક્ષી બાબતો છે અને વ્યક્તિએ વ્યક્તિએ તે બદલાય છે. વાસ્તવિક ખર્ચના ખ્યાલમાં ઉત્પાદનના અન્ય સાધન પાછળ થતા ખર્ચનો વિચાર કરી શકાતો નથી. જેમ કે, જમીન એ માનવીના પરિશ્રમનું પરિણામ નથી, પરંતુ કુદરતી બક્ષીસ છે. ઉત્પાદનનું આ સાધન નિર્જીવ છે. તેથી જમીનનિ વાસ્તવિક ખર્ચ શૂન્ય છે. છતાં જમીનના ઉપયોગો માટે જમીનમાલિકને ચૂકવાતું ભાડું ઉત્પાદનખર્ચનો ભાગ બને છે, આમ, વાસ્તવિક ખર્ચનો ખ્યાલ અસંતોષકારક છે અને વ્યવહારુ દ્રષ્ટિએ ઉપયોગ નથી.
2. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ : વાસ્તવિક ખર્ચના ખ્યાલની ખામી દૂર કરવા ઑસ્ટ્રીયન અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો હતો.
→ ઉત્પાદનનાં સાધનો એક કરતાં વધુ ઉપયોગો ધરાવે છે, તે હકીકત પર આ ખ્યાલ આધારિત છે. આવા સાધનને કોઈ એક હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, ત્યારે તેને અન્ય ઉપયોગમાં લઈ શકાતું નથી.
→ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનનો જે બીજો શ્રેષ્ઠ વિકલ્પ જતો કરવામાં આવે છે, તે આપેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ ગણાય છે. જેમ કે, જમીનના એક ટુકડા પર ઘઉં અથવા કપાસ અથવા તમાકુનું ઉત્પાદન કરી શકાય છે. જો ઘઉંનું ઉત્પાદન કરવામાં રૂ! 15000, કપાસનું ઉત્પાદન કરવામાં રૂ! 18000 અને તમાકુનું ઉત્પાદન કરવામાં રૂ! 21000 મળી શકે તેમ છે. આ પરિસ્થિતિમાં મહત્તમ કમાણી માટે ખેડૂત આ જમીનના ટુકડા પર તમાકુ વાવશે અને ઘઉં તથા કપાસ વાવવાના બે વિકલ્પો જતા કરશે. પરંતુ આ બે વિકલ્પોમાં શ્રેષ્ઠ વિકલ્પ કપાસ છે. આથી તમાકુનો વૈકલ્પિક ખર્ચ કપાસનું જતું કરવામાં આવેલ ઉત્પાદન છે, જે રૂ! 18000 છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ બે આર્થિક હકીકતો પર રચાયેલો છે.
(1) ઉત્પાદનનાં સાધનો સીમીતિ છે અને (2) ઉત્પાદનનાં સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ નાણાનાં સ્વરૂપમાં ચોક્કસાઈ પૂર્વક રજૂ કરી શકાતો નથી, કારણ કે વિકલ્પો બદલાતા રહે છે.
વૈકલ્પિક ખર્ચાની મુશ્કેલીઓ :
(1) જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય, તો તેનો માત્ર વૈકલ્પિક ખર્ચ નક્કી થઈ શકતો નથી. જેમ કે, પડતર જમીન પર માત્ર ઘાસ જ ઉઘાડી શકાતું હોય.
(2) જ્યારે ઉત્પાદનનાં સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે વૈકલ્પિક ખર્ચાનો ખ્યાલ ઉપયોગી નથી. આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનનો ખર્ચ તેની માંગના આધારે નક્કી થાય છે. જેમ કે, કમ્પ્યુટરનો ઉપયોગ વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ કરી શકે છે.
(3) નાણાકીય ખર્ચ ખ્યાલ : વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલોની અનેક મર્યાદાઓ છે. તેથી ઉત્પાદનના નિર્ણય અને કિંમત-નિર્ધારણમાં નાણાકીય ખ્યાલ ઉપયોગી બને છે.
→ વ્યહવારમાં ઉત્પાદન ખર્ચ નાણામાં વ્યક્ત થાય છે. તેથી નાણાકીય ખર્ચનો ખ્યાલ મહત્વનો છે.
→ ઉત્પાદન પ્રક્રિયામાં નાણાનાં સ્વરૂપમાં વસ્તુના ઉત્પાદન માટે જે ખર્ચાઓ થતાં હોય તેને નાણાકીય ખર્ચ કહેવામાં આવે છે,
→ જેમ કે, પેઢી દ્વારા કોઈ વસ્તુના 500 એકમોનું ઉત્પાદન કરવા માટે કુલ રૂ! 25000નો ખર્ચ થયો હોય, તો પેઢીનો નાણાકીય ખર્ચ રૂ! 25000 છે.
→ નાણાકીય ખર્ચમાં કાચા માલ અને યંત્રસામગ્રીની કિંમત, જમીન અને મકાનનું ભાડું કામદારોનું વેતન, વાહનવ્યવહાર ખર્ચ, મૂડીનું વ્યાજ, કરવેરા, વીમાના પ્રીમિયમ વગેરેનો સમાવેશ થાય છે. નાણાકીય ખર્ચનો આધાર ત્રણ પરિબળો પર રહેલો છે.
(1) ઉત્પાદનનાં સાધનોની કિંમત, (2) ઉત્પાદનની સપાટી અને (3) સમયગાળો.
(2) સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધો આકૃતિ દ્વારા સમજાવો ?
જવાબ :- સરેરાશ ખર્ચ એ એકમદીઠ ઉત્પાદનખર્ચ છે, જ્યારે સીમાંત ખર્ચ એ વધારાના એક એકમના ઉત્પાદનને પરિણામે કુલ ખર્ચમાં થતો વધારો છે. જ્યારે ઉત્પાદકને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે ત્યારે તે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કરશે અને વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે ત્યારે તે ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કરશે. આમ, ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના સંબંધોનો અભ્યાસ મહત્વનો છે.
સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો નીચે મુજબ :
(1) શરૂઆતના ઉત્પાદન વધતાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. તફાવત એ છે કે, સીમંત ખર્ચ સરેરાશ કરતાં ઝડપથી ઘટે છે.
(2) ઉત્પાદનની જે સપાટીએ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સરખા હોય છે ત્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે.
(3) ત્યારબાદ ઉત્પાદન વધતાં ઘટતી પેદાશના નિયમ મુજબ સરેરાશ ખર્ચ અને સીમંત ખર્ચ બંને વધે છે. તફાવત એ છે કે, સરેરાશ ખર્ચ કરતાં સીમાંત ખર્ચ ઝડપથી વધે છે. આ સંબંધોને નીચેની આકૃતિ દ્વારા સમજીએ :
→ આકૃતિ પરથી સ્પષ્ટ છે કે, A બિંદુ સુધી સીમાંત ખર્ચની રેખા સરેરાશ ખર્ચની રેખાની નીચે છે. અર્થાત સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઓછો છે. તેથી સરેરાશ ખર્ચ ઘટે છે. આમ, ઉત્પાદન વધે, તો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ઘટે છે. પરંતુ સીમાંત ખર્ચ સરેરાશ ખર્ચ કરતાં ઝડપથી ઘટે છે.
→ A બિંદુએ સીમંત ખર્ચ ન્યુનત્તમ થાય છે ત્યારે પણ સરેરાશ ઘટવાનું ચાલુ રાખે છે. સરેરાશ ખર્ચ ઉત્પદનની સપાટી X અને X દરમિયાન ઘટે છે અને તે દરમિયાન સીમાંત ખર્ચ ઝડપથી વધે છે.
→ સરેરાશ ખર્ચ રેખાને સીમાંત ખર્ચરેખા નીચેથી છેદે છે. અર્થાત સરેરાશ ખર્ચ ન્યુનત્તમ હોય છે અને સીમાંત ખર્ચ વધતો જાય છે.
(3) પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક આકૃતિ દ્વારા સમજાવો.
જવાબ :- પૂર્ણ હરિફાઈવાળા બજારમાં સમાનગુણી અને એકરૂપ વસ્તુના વેચનારા અને ખરીદનારા અસંખ્ય હોય છે, જેઓ બજારની પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ હોય છે.
→ માંગ અને પૂરવઠાનાં પરિબળો દ્વારા નક્કી થયેલી કિંમતના બધા વેચનારા અને ખરીદનારા સ્વીકારે છે. તેથી પૂર્ણ હરીફાઈમાં વેચનારને એક એકમ વધુ વેચવા માટે કિંમત ઘટાડવી પડતી નથી. તેથી પૂર્ણ હરીફાઈમાં પેઢી દ્વારા વેચવામાં આવતી વસ્તુની કિંમત તેમજ સીમાંત આવક બંને સરખી રહે છે.
→ આમ, પેઢીની સરેરાશ આવકરેખા અને સીમાંત આવક બંને સરેખી રહે છે. આમ, પેઢીની સરેરાશ આવક રેખા અને સીમાંત આવક રેખા એક જ રહે છે.
આ હકીકત દર્શાવતી અનુસૂચિ નીચે મુજબ છે :
→ અનુસુચિમાં દર્શાવ્યું છે કે, ઉત્પાદક વસ્તુના એક પછી એક એકમો ઉત્પાદિત કરીને વેચે છે ત્યારે તેની કુલ આવક વધે છે પરંતુ સરેરાશ આવક અને સીમાંત આવક રૂ! 20 ની સપાટીએ સ્થિર રહે આ હકીકત આકૃતિ દ્વારા નીચે મુજબ કરી શકાય.
(4) પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં સરેરાશ આવક અને સીમાંત તાવક આકૃતિ દ્વારા સમજાવો.