Std 11 Gujarati Ch 11 Swadhyay Solution || dhoran 11 gujarati path 11 swadhyay solution

 

Q - 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

(1) ધણ ક્યારે ઘર તરફ જાય છે?

જવાબ :- રાત્રિના સમયે ધણ ઘર તરફ જાય છે.

 

(2) ધણ બપોરે શું કરે છે?

જવાબ :- ધણ બપોરના સમયે વડ નીચે બેસી વાગોળે છે અને ઊંઘનાં ઝોકાં ખાય છે.

 

(3) વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે?

જવાબ :- વાછરડું જયારે ગાયનાં આંચળમાં મુખ નાખે છે ત્યારે તેનાં મુખમાં ગાયના ધાવણ રૂપી આખી સીમનું સત્વ રેલાય છે.

 

Q - 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :

 

(1) “ધણની નસેનસમાં સીમ ધસી રહી છે” – તેમ કવિ શા માટે કહે છે?

જવાબ :- બપોરના સમયે ગયો વડ નીચે બેસીને વાગોળે છે અને ઊંઘના ઝોકાં ખાય છે. ત્યાં અસીમ શાંતિનું વાતાવરણ છે. કવિને શાંતિ જાણે હસી રહી હોય તેમ લાગે છે. વાછરડું જયારે ગાયનાં આંચળમાં મુખ નાખે છે ત્યારે ગાયનાં ધાવણમાં આખી સીમનું સત્વ રેલાય છે. આ વખતે કવિ ને લાગે છે કે ગાયો એટલે કે ધણની નસેનસમાં સીમની હરિયાળીમાં રહેલું અમૃતરૂપી સત્વ વેગથી વધી રહ્યું છે. આથી કવિ કહે છે કે ધણની નસેનસમાં સીમ ધસી રહી છે.”

 

(2) ગમાણે બાંધેલી ગાયનું વર્ણન કરો.

જવાબ :- સંધ્યા સમયે ગાયો ઘરે પહોંચી જાય છે. ગાયોની ગમાણમાં બગાઈઓ બણબણી રહી હોય છે. ગાયોની આંખોમાં જાણે રાતના અંધકારનો મેશ અંજાઈ ગયો છે. અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે.

 

(3) સોનેટની છેવટની બે પંક્તિઓનો ભાવાર્થ સ્પષ્ટ કરો.

જવાબ :- કવિએ આ સોનેટ માં ગ્રામ્ય જીવનની સુંદર અનુભૂતિ કરાવી છે. સોનેટના પ્રથમ બે ચતુષ્કમાં હરિયાળી સીમમાં ચરતી અને પછી વડ નીચે બેસીને વાગોળતી અને ઝોકા ખાતી ગાયોનું વર્ણન છે. આ સમયે ગાયોની નસેનસમાં સીમ જાને ધસી રહી હોય તેવું કવિને લાગે છે. રાતના અંધકારમાં ગાયો અંધકારનું મેશ આંખોમાં આંજીને ગમાણમાં ખીલે બંધાઈ જાય છે એવું કવિને લાગે છે. જયારે ભૂખ્યા વાછરડાં ગાયનાં આંચળમાં પોતાનું મુખ નાખે છે ત્યારે ગાયના ધાવણમાં જાણે કે આખી સીમનું અમૃત સત્વ એનાં મુખમાં રેલાતું લાગે છે. આમ છેવટની બે પંક્તિઓ આખા સોનેટનું અમૃત સત્વ હોય તેવું લાગે છે.

 

(4) “સીમ અને ઘરએ આપણે જીવંતચિત્ર જોતાં હોઈએ, તેવું સોનેટ છે. આ વિધાનની સાર્થકતા સિદ્ધ કરો.

જવાબ :- સીમ અને ઘરએ સોનેટમાં કવિએ ગ્રામ્ય જીવનની સુંદરતા અને શાંતિનું સુંદર વર્ણન કર્યું છે. સોનેટમાં કવિ સીમમાં ચરતી ગાયો, વડની નીચે બેસીને વાગોળતી અને ઝોંકા ખાતી ગાયો અને સીમમાં ચારે બાજુ એ ફેલાયેલી અસીમ શાંતિ જોતાં કવિને લાગે છે કે જાણે ગાયોની નસેનસમાં જાને સીમ ધસી રહી છે. કવિએ તેનું આબેહૂબ વર્ણન કર્યું છે. પ્રકૃતિ ના આવા સુંદર વાતાવરણમાં ગાયોનું ધણ ગમાણમાં જાય છે તો જાણે રાતના અંધકારનું મેશ ગાયોની આંખોમાં અંજાઈ ગયું છે એમ કવિ કહે છે. ગમાણમાં બગાઈઓ બણબણી રહી છે અને વાછરડાં ભૂખ્યા થયા છે. ભૂખથી ટળવળતા વાછરડાં જયારે ગાયના આંચળ મોંમાં લે છે ત્યારે કવિ કહે છે કે જાણે લીલીછમ સીમના સત્વનું અમૃત ગાયના ધાવદ્વારા વાછરડાંના મુખમાં રેલાતું લાગે છે. આમ એક એક વરણ આપણી સામે તાદશ હોય તેમ કરવામાં આવ્યું છે કવિએ કારેલા અનુરૂપ છંદ અને લયનો પ્રયોગ પણ વર્ણનને જીવંત બનાવે છે. આમ કવિના સુંદર વર્ણન દ્વારા આપણે એવું કહી શકીએ કે સીમ અને ઘરએ આપણે જીવંતચિત્ર જોતાં હોઈએ, તેવું સોનેટ છે.

 

(5) ‘સીમ અને ઘરનું કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો.

જવાબ :- સીમ અને ઘરસોનેટમાં કવિ એ પ્રકૃતિનું જીવંત લાગે એટલું સુંદર વર્ણન કર્યું છે. લીલીછમ સીમમાં ગાયો ચરી રહી છે અને ગાયો ના ચરવા છતાં પણ ખૂટે નહીં તેટલી વિશાલ એ સીમ છે. બપોરના સમયે ગાયો વડના ઝાડ નીચે બેઠી છે અને ઊંઘમાં ઝોકા ખાતી વાગોળી રહી છે. આ સમયે એવું લાગે છે કે જાણે સીમની શાંતિ હસી રહી છે અને ગાયોની નસેનસમાં જાને સીમ ધસી રહી છે. રાત્રિનો અંધકાર ધરતી પર ઉતરતા જ ગાયો ઘેર પહોંચી ને ગમાણમાં પોતપોતાના ખીલે બંધાઈ જશે. ત્યાં પણ બગાઈઓ બણબણી રહી છે અને વાછરડાં ભૂખ્યા થયા છે અને તેમનાં પેટ ભૂખને કારણે બેસી ગયા છે. અહીં જાણે રાતના અંધકારનો મેશ ગાયોની આંખોમાં અંજાઈ ગયો છે. ભૂખ્યા વાછરડાં ધાવવા માટે ગાયનાં આંચળમાં મુખ નાખે છે ત્યાં વાછરડાંના મુખમાં ગાયનાં ધાવણ રૂપી સીમના અમૃતમય સત્વનો સ્વાદ રેલાય છે એમ લાગે છે. આમ કવિએ સોનેટમાં સુંદર કથાવસ્તુ રજૂ કર્યું છે.

વધુ નવું વધુ જૂનું