Std 11 Gujarati Ch 10 Swadhyay Solution || dhoran 11 gujarati path 10 swadhyay solution


 



Q - 1. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો :


 (1) જીભ દ્વારા ક્યા બે મોટાં કાર્યો થાય છે?

જવાબ :- જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું એમ બે મોટાં કાર્યો થાય છે.

 

(2) કેવી જીભ પાંડુરોગની સૂચક છે?

જવાબ :- ફીકી, સફેદ, પહોળી, નરમ અને અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે.

 

(3) કોઈ માણસ નશો કરતો હશે એમ શેના પરથી કહી શકાય?

જવાબ :- મુખ માંથી જીભ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તે માણસ નશો કરતો હશે તેમ કહી શકાય.

 


Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યો માં ઉત્તર લખો :

 

(1) લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ઠ શાથી ગણાવ્યું છે?

જવાબ :- લેખકે સાવર ઇન્દ્રિયોમાં જીભને વિશિષ્ટ સ્થાન આપ્યું છે કારણ કે આંખ, કાન હાથ, પગ વગેરે ઇન્દ્રિયો બે બે છે પરંતુ તેમનું કાર્ય એક જ છે જેમકે બે પગ ચાલવાનું, બે કાન સાંભળવાનું, નાકના બે નસકોરા શ્વાસ લેવાનું, બે આંખો જોવાનું, વગેરે. જયારે જીભ એક જ છે પરંતુ તે બોલવાનું અને સ્વાદ પારખવાનું એમ બે બે કામો કરે છે. આથી લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ ગણાવ્યું છે.

 

(2) જીભ પર મનુષ્યની સત્તા છે તેમ શાથી કહી શકાય?

જવાબ :- આપણી દરેક ઇન્દ્રિય આપણી ઈચ્છા વિરુદ્ધ કાર્ય કરે છે. મોટા ભાગની ઇન્દ્રિય પર આપણો કાબૂ હોતો નથી. કોઇ આપણને અપશબ્દો કહે તો આપણી ઈચ્છા ન હોવા છતાં આપણને સાંભળવું પડે છે. આપણી આંખો પણ ઘણી વાર જોવું ન ગમે તેવા દ્રશ્યો જોઈ લે છે. ખરાબ માં ખરાબ દુર્ગંધ પણ આપણી ઇચ્છા વિરુદ્ધ આપણા નાક સુધી પહોંચે છે. પરંતુ આપણી જીભ જ એવી ઇન્દ્રિય છે કે જેને આપણે કાબૂ માં રાખી શકીએ છીએ. એટલે કે જીભ બોલવાનું અને સ્વાદ ચાખવાનું કાર્ય કરે છે તેને આપણે આપણી ઇચ્છા મુજબ સંયમિત કરી શકીએ છીએ. આપણી ઈચ્છા ન હોય તો આપણે એક પણ શબ્દ ન બોલીએ અને આપણી ઈચ્છા વિરુદ્ધ આપણે એક પણ સ્વાદ ન ચાખીએ. આમ જીભ પર મનુષ્યની સત્તા છે તેમ કહી શકાય.

 

(3) લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે?

જવાબ :- આપણી બધી ઇન્દ્રિયો માંથી ફક્ત જીભ ને જ સ્વાદ ચાખવાનો અધિકાર મળ્યો છે. એના વડે જ આપણે પદાર્થનો રસાસ્વાદ માણી શકીએ છીએ. જીભ વડે જ આપણે વસ્તુના સ્વાદ નું જ્ઞાન થાય છે તેથી જીભને જ્ઞાનેન્દ્રિય ગણી શકાય જયારે બોલવાનું કર્મ પણ જીભ દ્વારા થાય છે તેથી આપણી જીભ કર્મેન્દ્રિય પણ કહી શકાય છે. આમ, આ કારણોસર લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવે છે.

 

(4) લેખકને ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો કયો લાગે છે? શા માટે?

જવાબ :- લેખકે જયારે બે ભરૂચવાસીઓને ઝગડોકરતા સાંભળ્યા ત્યારે તેમને ખબર પડી કે ભરૂચવાસીઓ '' ની જગ્યાએ '' બોલે છે. લેખકે અવલોકન કર્યું હતું કે સુરત, વડોદરા, અમદાવાદ દરેક સ્થળે '' બોલાય છે પરંતુ ભરૂચ માં '' બોલાતો નથી. લેખકને એ ઉચ્ચારશાસ્ત્રનો વિષમ કોયડો લાગે છે. લેખકના માટે તેનું કારણ એ હોઈ શકે કે બાળપોથીમાં નળનું ચિત્ર આપી '' નળ નો ' તેમ શીખવવામાં આવે છે ને ભરૂચમાં નળ નથી તેથી ભરૂચના લોકોએ નળ ની સાથે '' નો પણ બહિષ્કાર કર્યો હશે તેમ લેખક માને છે.

 

(5) ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભની ખાસિયત લખો.

જવાબ :- ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભ વિવિધ પ્રકારની હોય છે. કેટલીક જીભો આખો દિવસ પોતાના સંભાળનારના કાનોમાં ઘૂમ્યા કરે છે એટલે કે તે જીભો પોતાનાં કાનની ઉપાસક હોય છે. કેટલીક જીભો આત્મપ્રશંસક હોય છે તે સંભાળનારને પોતાનામાં ડુબાડી દે છે. કેટલીક જીભો ખુશામતખોર હોય છે. તે પોતાને સંભાળનારની ખુશામતમાં જ રચેલી રહે છે. કેટલીક જીભો આમ કંઇ જ બોલતી નથી પરંતુ સ્ત્રીઓને જોઈ વાચાળ બની જાય છે. કેટલીક જીભો બીજાના વિચારો જ કહે છે. કેટલીક જીભો સોયની જેમ જોડવાનું કામ કરે છે તો કેટલીક જીભો કટારની જેમ વેતરવાનું કામ કરે છે. કેટલીક જીભો નેતરની સોટી જેવી હોય છે જે તેના બોલ સંભાળનારને વાગે છે. આમ ભિન્ન ભિન્ન વ્યક્તિઓની જીભ વિવિધ પ્રકારની ખાસિયતો ધરાવે છે.

 

(6) પ્રતિકુળ સંજોગોમાં જીભ આનંદથી રહેવાનું શી રીતે શીખવે છે?

જવાબ :- આપણા મોઢામાં જીભની જગ્યા થોડી કઠીન છે કારણકે જીભની આગળ આપણા બત્રીસ દાંત છે અને પાછળ ઊંડી ખાઈ જેવું ગળું છે. દાંત અને ગાળાની વચ્ચે આપણી જીભ રહે છે. જીભને હરવા ફરવા માટે આપણા મુખના ગોખલા જેટલી મર્યાદિત જગ્યા જ મળે છે. સૂર્યનો સહેજ પણ પ્રકાશ ન મળે તેવી અંધારી અને સાંકડી જગ્યામાં આપણી જીભ રહે છે. આટઆટલી પ્રતિકુળતા હોવા છતાં પણ જીભ આનંદથી કહતો, ખારો, તૂરો, તીખો વગેરે સ્વાદ માણતી રહે છે. મોં ની અંદર રહીને પણ તે બોલીને મનુષ્યના હૃદયના ભાવો ને વ્યક્ત કરતી રહે છે. આમ, જીભ શીખવે છે કે સંસારમાં સુખી રહેવું હોય તો પ્રતિકુળ સંજોગોમાં પણ પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ. પ્રતિકૂળ સંજોગોમાં પણ કર્તવ્યપાલનથી ચૂકવું જોઈએ નહીં. આમ, જીભ આપણને પ્રતિકૂળ સંજોગોમાં પણ આંનદથી રહેવાનું શીખવે છે.

 

Q - 3. નીચેનાં પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

 

(1) ‘જીભ દ્વારા મનુષ્યની જાતિ આદિ બાબતોની માહિતી મળે છેઆ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો.

જવાબ :- જીભના આધારે વ્યક્તિ ક્યા વિસ્તારમાં રહે છે તેનું અનુમાન લગાવી શકાય છે. અમુક શબ્દોનો વપરાશ, બોલવાની ઢબ વગેરે જે તે મનુષ્યની જાતિની માહિતી આપી દે છે. જેમકે, જો નજીવા કારણસર જીભ ભયંકર શાપ આપી દે તો સમજવું કે એ જીભ બ્રહ્મર્ષિની જીભ છે. બ્રાહ્મણની જીભ હમેશા વેદમંત્રોનાં ગાન અને શાસ્ત્રોનું પતઃન કરી હોય છે અને સોમરસનું પાન કરતી હોય છે. વીરરસની વાતો કરતી અને કસુંબાપાણી કરતી જીભ ક્ષત્રિયની હોય છે. પૈસાનું નામ આવતા જ જો જીભ ભીંજાઈ જય તો તે જીભ વાણીયાની હોય.

 

(2) જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડો કરી નથી તેવું લેખક શાથી કહે છે?

જવાબ :- લેખક માને છે કે જીભને આપણે ઈચ્છીએ ત્યારે મોં થી અલગ કરી શકતા હોત તો સારું થાત. આવી સગવડ ને લીધે ઘણી સમસ્યાઓથી બચી શકાત. જેમ કે, સિનેમા, નાટક વગેરે જગ્યાએ લોકો છૂટથી પોતાની જીભનો ઉપયોગ કરે છે અને બીજાને દખલગીરી રૂપ બનતા હોય છે. પરંતુ જો જીભને મોં થી અલગ કરવાની સગવડ જો ઈશ્વરે આપી હોત તો સિનેમા કે નાટ્ય ગૃહ માં પ્રવેશતા પહેલાં જ દરેકે પોતાની જીભ બહાર ડબ્બીમાં મુક્યા પછી જ પ્રવેશ કરવો એવો નિયમ ઘડી શકાયો હોત અને નાટક તથા સિનેમા નો આનંદ શાંતિપૂર્વક માણી શકાત. ઉપરાંત બહુ બોલ બોલ કરનાર વ્યક્તિ જો પોતાની જીભ કાઢીને મૂકી દે તો તેને મળનાર વ્યક્તિને ઘણી રાહત થઇ જાય. કંકાસ કે ઝગડા વખતે જો આપણે આપણી જીભ કાઢી શકતા હોઈએ તો ઘણાં બધા તણાવ અને મારામારીને ટાળી શકીએ. બળવાખોર ભાષણ કરનારની જીભ જો પોલીસ જપ્ત કરી શકે તો ઘણું સારું થાત. વિવધ ધર્મોના લોકોની જીભ એક બીજામાં અદલાબદલી થઇ જય તો આપોઆપ ધાર્મિક એકતાનું વાતાવરણ સ્થપાઈ જાય. આમ જો આવી બધી સગવડો જીભ માટે ઈશ્વરે કરી નથી એવું લેખકને લાગે છે.

 

(3) જીભ વિષેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.

જવાબ :- મનુષ્ય ની દરેક ઇન્દ્રિયોમાં લેખકને જીભ સૌથી વિશેષ લાગે છે. આ નિબંધમાં લેખકે જીભની મહત્તા વિશે ગુણગાન ગાયા છે. લેખક કહે છે કે આંખ, કાન, પગ વગેરે ઇન્દ્રિયો બે-બે ની જોડી માં છે અને એક જ કામ કરે છે જયારે જીભ તો એક છે પરંતુ સ્વાદ ચાખવાનું અને બોલવાનું એમ બે બે કામ કરે છે. મૃત્યુ પછી અન્ય ઇન્દ્રિયો નાશ પામે છે જયારે જીભ વાણી રૂપે અમર રહે છે. જીભ વડે આપણે વિવિધ સ્વાદ માણી શકીએ છીએ અને વાણી પણ ઉચ્ચારી શકીએ છીએ આમ, જીભ દ્વારા જ્ઞાન અને કર્મ બંને નો સમન્વય કરી શકાય છે. મનુષ્યના સ્વાસ્થ્યની જાણકારી પણ જીભ વડે મળે છે. જીભના રંગ અને દેખાવ પરથી વિવિધ રોગોનું અનુમાન લગાવી શકાય છે. જીભ બોલીને સંબંધો સુધારી કે બગાડી પણ શકે છે એટલે કે જીભ કાતર અને સોય બંને નું કામ કરે છે. અમુક ચોક્કસ પ્રકારના શબ્દો કે બોલવાની લઢણ પરથી વ્યક્તિની જાતી કે શહેર વિશે જાણકારી મળે છે. જીભ મોં ના ગોખલા માં સમાઈ ને રહે છે પરંતુ પોતાનું સેઅદ ચાખવાનું અને બોલવાનું કર્તવ્ય ક્યારેય પણ ચૂકતી નથી. આમ કોઈ પણ પરિસ્થિતિ માં કર્તવ્યપાલન કરવાનું જીભ આપણને શીખવે છે. લેખક ને એવું લાગે છે કે જીભ ને ઈચ્છીએ ત્યારે આપણા મોં માંથી અલગ કરી શકાતી હોત તો સારું થાત. ઘણાં બધા ઝગડા ટાળી શકાત. જીભને અદલાબદલી કરી શકવાના પણ ઘણાં ફાયદા છે. વિવિધ ધર્મોના લોકોના જીભ ની જો એક બીજાના મોં માં અદલાબદલી કરવામાં આવે તો આપોઆપ ધાર્મિક એકતા સ્થાપાઈ જાય. આમ, જીભ વિશે લેખકના વિચારો આ મુજબ છે.

વધુ નવું વધુ જૂનું