Std 11 Gujarati Ch 7 Swadhyay Solution || dhoran 11 gujarati path 7 swadhyay solution

Std 11 Gujarati Ch 7 Swadhyay Solution || dhoran 11 gujarati path 7 swadhyay solution

 

Q - 1. નીચેના પ્રશ્નોનાં ઉત્તર એક-એક વાક્યમાં લખો :

 

(1) નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે?

જવાબ :- નાયિકાને ચાંદલિયો સૂરજ ઊગ્યો હોય તેવું લાગે છે. અર્થાત ઊગતો સૂરજ જાણે તેનાં માટે આશાનું કિરણ લઈને આવ્યો હોય.

 

(2) ‘વનમાં ચાંદલિયો ઊગ્યોકાવ્યમાં નાયક રોકાવાની શા માટે ના કહે છે?

જવાબ :- વનમાં ચાંદલિયો ઊગ્યોકાવ્યમાં નાયક સાથે તેનાં મિત્રો પણ છે માટે તે રોકાવાની ના પાડે છે.

 

(3) નાયક નહિઁ રોકાવા માટે નાયિકાને ક્યુ કારણ આપે છે?

જવાબ :- વનમાં ચાંદલિયો ઊગ્યોકાવ્યમાં નાયકની સાથે તેનાં મિત્રો પણ છે એ માટે એ રોકવાની ના પાડે છે. નાયક નાયિકા ને આ કારણ આપે છે.

 

 

Q - 2. નીચેનાં પ્રશ્નોનાં મુદ્દાસર ઉત્તર આપો :

 

(1) નાયકનાં આતિથ્ય માટે નાયિકા શી શી વિનંતી કરે છે?

જવાબ :- નાયિકા નાયકનું આતિથ્ય કરવા માટે અધિરી બની છે. એને લાગે છે કે એનાં સૂના જીવનમાં ચંદ્ર જાણે સુરજ થઈ ને ઊગ્યો છે. તેણે પ્રિયતમનાં આતિથ્ય માટે સામગ્રી તૈયાર રાખી છે. આથી પ્રિયતમ આવતાં જ નાયિકા એને ઉતારો કરતા જાઓ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે આથી દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાય તેવી વિનંતી કરે છે.

 

Q - 3. મુદ્દાસર નોંધ લખો :

 

(1) નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવને તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ :- નાયિકા પોતાના પ્રિયતમનાં વિરહમાં ઝૂરે છે. એકલતા અનુભવતી પ્રિયતમાનાં જીવનમાં ચાંદલિયો ઊગ્યો; એટલે પ્રિયતમનાં આવવાથી એના હ્રદયમાં ઉલ્લાસ જાગ્યો. એને લાગ્યું કે એનાં સૂના જીવનમાં,આ ચંદ્ર જાણે સૂરજ થઈને ઊગ્યો. સૂરજ આશાનું કિરણ લઈને આવ્યો છે, એટલે એનાં આનંદની સીમા નથી. તે પ્રિયતમ ને આવેલાં જોઈને એના સ્વાગત માટે તત્પર થઈ છે. એ પ્રિયતમ ને ઉતારો કરવા, દાતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી ક્રિયાઓ એને ત્યાં કરે એવી વિનંતી કરે છે. એ નિમિત્તે પ્રિયતમ રોકાય તો એનાં વિરહનું દૂખ દૂર થાય અને એનાં એકલવાયા જીવનમાં મિલનના આનંદનો અનુભવ થાય.

વધુ નવું વધુ જૂનું