Q - 1. નીચેનાં પ્રશ્નોનાં ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી?
જવાબ :- નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી.
(2) ઉંદર શા માટે શોર કરે છે?
જવાબ :- નગરમા લાગેલી આગથી ડરીને શોર ઉંદર શોર કરે છે.
(3) કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે?
જવાબ :- જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે.
Q - 2. નીચેનાં પ્રશ્નોનાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) પહેલા છપ્પા દ્વારા આખો શું કહેવા માંગે છે?
જવાબ :- – પહેલા છપ્પા દ્વારા અખો એમ કહેવા માંગે છે કે અનુભવજ્ઞાન જ જીવનની અનેક વિટંબણામાંથી બહાર નિકળવાનો સાચો રાહ બતાવે છે. અખો ઉંદર અને પંખી ના ઉદાહરણ દ્વારા આ હકીકત સ્પષ્ટ કરે છે. જો નગરમાં આગ લાગે તો પંખી ને તેનો કોઈ જ ભય લાગતો નથી કેમ કે આગથી બચવા તે ઊડી શકે છે અને પોતાની જાતને બચાવી શકે છે. પણ ઉંદર બિચારા ક્યાં જાય? એટલે ડર ના માર્યા શોર મચાવે છે. આમ જ્ઞાનીજનો ઉંદર જેવાં છે. તેમની પાસે અનુભવજ્ઞાન નથી એટલે તેઓ સંસારની વિડંબણાઓથી ડરી જાય છે જ્યારે જ્ઞાનીજનો સંસારની વિડંબણાઓથી ડરતા નથી અને પોતાના અનુભવથી તેનો ઉકેલ લાવી શકે છે.
(2) બીજા છ્પ્પા દ્વારા અખો શી પ્રેરણા આપે છે?
જવાબ :- જેમને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તેમણે અખો બીજા છ્પ્પા દ્વારા હિંમત આપે છે કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો કઈ વાંધો નહિ. પ્રાકૃત (લોકભાષામાં) તે પોતાની લાગણીઓ રજૂ કરી શકે છે. પ્રાકૃત ભાષામાં રજૂ થયેલ લાગણીઓ કે ભાવનાઓની કઈ જ કિમત નથી? ભાષા ને આટલું બધુ મહત્વ આપવાની શી જરૂર છે? જેમ યુધ્ધના મેદાન મા યુદ્ધધો ભાષાથી નહીં પરંતુ બહાદુરીથી લડાય છે. આમ ભાષા મહત્વની નથી પરંતુ તેનાં દ્વારા રજૂ થતી લાગણીઓ મહત્વની છે. આમ કહી અખો સૌને પ્રેરણા આપે છે કે જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના બાવન અક્ષરો પર ભલે ચાલતો હોય પણ એથીય પર ત્રેપનમાં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્મા ને જે જાણે છે, તેનો બેડો પાર થઈ જાય છે.
(3) ‘બાવન નો સઘળો વિસ્તાર એટલે શું?’
જવાબ :- જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના બાવન અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર જીવનનો સઘળો વ્યવહાર. જેમ મૂળાક્ષરના બાવન અક્ષરો પર ભલે ચાલતો હોય પણ એથીય પર ત્રેપનમાં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્મા ને જે જાણે છે, તેનો બેડો પાર થઈ જાય છે.
Q - 3. મુદ્દાસર નોંધ લખો :
(1) ‘આવી નગરમાં લાગી લાય’ છ્પ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિષે નોંધ લખો :
જવાબ :- નગરમાં અચાનક આગ લાગે તો પંખી સહેજ પણ ફરિયાદ કરતું નથી અને ઉડીને આગથી બચી જાય છે પરંતુ પાંખ વગરનાં ઉંદર આગથી બચવા માટે કયાઁ જાય? ઊંદરો ડરના માર્યા અવાજ કરીને શોર મચાવે છે. અજ્ઞાની માણસોનું પણ આવું જ છે, અજ્ઞાની માણસો પાસે અનુભવજ્ઞાન ન હોવાથી સંસાર ની વિડંબણાઓથી ડરીને શોર મચાવે છે. તેઓ તેને ઉકેલી શકતા નથી. જ્યારે જ્ઞાનીજનો પાસે અનુભવ જ્ઞાન હોય છે જેનાં વડે તેઓ કોઈ પણ મુશ્કેલી નો હલ શોધી કાઢે છે. અનુભવરૂપી પાંખ વડે ઉડીને તેઓ સંસારની વિડંબણા રૂપી આગ થી બચી જાય છે. અનુભવજ્ઞાનના બળે તેઓ જીવનને સારી રીતે પસાર કરી શકે છે. ટૂંકમાં કહીએ તો અનુભવજ્ઞાન સંસારની વિડંબણાઓ માંથી ઉગરવાનો એકમાત્ર ઉપાય છે.
(2) ભાષા વિશેના અખાના વિચારો વિશે નોંધ લખો.
જવાબ :- અખો ભાષાને મહત્વ આપતો નથી. તે ભાષાને મહત્વ આપનારને મૂર્ખ કહે છે. અખાના માટે જેમ યુધ્ધ ભાષાથી નહીં પરંતુ બહાદુરીથી લડાય છે અને તે રીતે લડનાર જ સાચો શૂરવીર કહેવાય છે. અખાના માટે ભાષા કરતાં તેમાં રજૂ થયેલી ભાવના નું જ વધારે માહત્વ છે. જો કોઈને સંસ્કૃત ભાષા ન આવડતી હોય તો શું થયું? લોકભાષામાં પણ વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરી શકે છે. લોકભાષામાં લાગણીઓ રજૂ કરવાથી તેનું મહત્વ ઘટી જતું નથી. જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના બાવન અક્ષરથી જ ચાલે છે; પરંતુ એથીય ત્રેપનમાં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જાણે તો તેનો બેડો પાર થઈ જાય અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય.
Q - 4. નીચેનાં પ્રશ્નોનાં ઉત્તર એક-એક વકયોમાં લખો :
(1) કવિએ ક્યું અચરજ જોયું?
જવાબ :- કવિએ પડછાયાનું અચરજ જોયું.
(2) કાયા ઉપર શું છે?
જવાબ :- કાયા ઉપર હાડકાં, વાળ, લોહી, નખ અને ચામડી છે.
(3) હંસ ક્યાં બેસતાં નથી?
જવાબ :- હંસ સરોવર કાંઠે બેસતાં નથી.
(4) કવિએ કોને સરોવર કહ્યું છે?
જવાબ :- કવિએ દર્પણ ને સરોવર કહ્યું છે.
Q - 5. નીચેનાં પ્રશ્નોનાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) પહેલા ઉખાણાં દ્વારા કવિ શું કહેવા માંગે છે?
જવાબ :- પહેલા ઉખાણાં દ્વારા કવિ એમ કહેવા માંગે છે કે પડછાયો આશ્ચર્ય પમાડે છે. એ સુંદર દેખાય છે. એ શીતળ છે એટલે કવિએ એને અમ્રુતથી મીઠો કહ્યો છે. મનુષ્યના શરીર પર હાડકાં, વાળ, ચામડી, નખ વગેરે છે પરંતુ પડછાયા પાસે તો કઇં જ નથી છતાં તેની પાસે અમ્રુત જેવી શીતળતા છે. આમ, કવિ પડછાયાના ગુણધર્મો વર્ણવી ચતુર નરને ઉત્તર આપવા જણાવે છે.
(2) બીજા ઉખાણા દ્વારા કવિ શું કહેવા માંગે છે?
જવાબ :- બીજા ઉખાણામાં કવિએ દર્પણ તરફ કૌતુક બતાવ્યુ છે. કવિ દર્પણને સરોવર તરીકે દર્શાવે છે. આ સરોવર નિર્મળ જળથી ભર્યું છે તેમ છતાં કોઈ મુસાફર એનું પાણી પીતું નથી, હંસ આ સરોવરના તીરે આવીને બેસતું નથી. આ દર્પણમાં નારીનું રૂપ જોઈ અનેક જણ તેનાં રૂપ પાછળ પાગલ થાય છે. તેનાથી નાયિકના શરીરને કોઈ હાનિ થતી નથી અને તેનું સૌંદર્ય તાજું રહે છે. ઉખાણાંના અંતમાં કવિ કહે છે કે ભલે એ દર્પણ આકરું લાગે, છ્તાં પતિ પાસે દર્પણ મંગાવતી પત્નીને તો એ દર્પણ જોઈ સોળ શણગાર સજીને પોતાના યૌવનને પૂર્ણ કરવાની હોંશ છે.
