Std 12 Economics Ch 2 Swadhyay Solution | dhoran 12 arthshastra path 2 swadhyay

Std 12 Economics Ch 2 Swadhyay Solution | dhoran 12 arthshastra path 2 swadhyay

 

Q - 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

 

(1) વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે રજૂ કયું છે?

(A)  ટોડેરો

(B) કિન્ડલ બર્જર

(C) માર્શલ

(D) મેચલપ

 

(2) કયો ખ્યાલ ગુણાત્મક છે?

(A) રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ-દર

(B) માથાદીઠ આવકનો વૃદ્ધિ-દર

(C) આર્થિક વૃદ્ધિ

(D)  આર્થિક વિકાસ

 

(3) 2014માં વિશ્વમાં માનવવિકાસ-આંકની દષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો હતો?

(A) 127

(B) 128

(C) 129

(D)  130

 

(4) 2014માં માનવવિકાસ અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડૉલર હતી?

(A) 7110

(B) 7068

(C) 480

(D) 5497

 

 

(5) દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી….

(A) ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે.

(B) ખેતી ક્ષેત્રનો ફાળો વધે છે.

(C) ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે છે.

(D) સેવા ક્ષેત્રનો ફાળો ઘટે છે.

 

(6) જીવનની ભૌતિક ગુણવત્તા-આંક (PQLI)નું મહત્તમ મૂલ્ય કેટલું હોય છે?

(A) 100થી ઓછું

(B) 100થી વધુ

(C)  100

(D) શૂન્ય

 

(7) માનવવિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે?

(A) શૂન્ય

(B) એક

(C)  શૂન્યથી એક વચ્ચે

(D) સો

 

 

(8) આર્થિક વૃદ્ધિનો પ્રશ્ર મુખ્યત્વે કેવાં રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે?

(A)  વિકસિત

(B) વિકાસશીલ

(C) પછાત દેશો

(D) ત્રીજા વિશ્વના દેશો

 

(9) 2014માં માનવવિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો.

(A) જાપાન

(B) નોર્વે

(C) અમેરિકા

(D) ભારત

 

Q - 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :

 

(1) આર્થિક વૃદ્ધિ એટલે શું?

જવાબ :- સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજવસ્તુઓના ઉત્પાદનમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ.

 

(2) આર્થિક વિકાસનો અર્થ આપો?

જવાબ :- આર્થિક વિકાસ એટલે સમયના લાંબા ગાળામાં આવકના વધારાની સાથે અર્થતંત્રમા વસ્તીની સુખાકારીમાં થતો વધારો.

 

(3) માથાદીઠ આવક એટલે શું?

જવાબ :- દેશની રાષ્ટ્રીય આવકને દેશની વસ્તી વડે ભાગતા જે સરેરાશ આવક મળે છે. તેને માથાદીઠ આવક કહે છે.

 

(4) રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકનો માપદંડ શા માટે વધુ આવકારદાયક છે?

જવાબ :- માથાદીઠ આવકમાં વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.આથી રાષ્ટ્રીય આવકની તુલનામાં માથાદીઠ આવકને વધુ આવકારદાયક કહેવામાં આવે છે.

(5) જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે રજૂ કર્યો હતો?

જવાબ :- જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક ડેવિસ મોરિસે રજૂ કર્યો હતો.

 

(6) 2014માં HDI ના કેટલા દેશોના આંક બહાર પડ્યા છે?

જવાબ :- 2014માં HDIમાં 188 દેશોના આંક બહાર પડ્યા છે.

 

(7) મનાવવિકાસના આંકમાં કયા પરિબળોને આવરી લેવામાં આવ્યા છે?

જવાબ :- 1. અપેક્ષિત આયુષ્ય    2. શિક્ષણ   3. જીવનધોરણ

 

(8) બાળમૃત્યુદર એટલે શું?

જવાબ :- જીવતા જન્મેલા દર હજાર બાળકોએ એક વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા મુત્યુ પામતા બાળકોની સંખ્યા કે પ્રમાણને બાળમૃત્યુદર કહે છે.

 

(9) માનવવિકાસના આંકનું મહતમ મૂલ્ય જણાવો.

જવાબ :- માનવ વિકાસના આકનું મહત્તમ મૂલ્ય 1 છે.

 

(10) ઊંચી માથાદીઠ આવક શું સૂચવે છે?

જવાબ :- ઉંચી માથાદીઠ આવક દેશના આર્થિક વિકાસનો ઊંચો દર સૂચવે છે.

 

(11) સેનિટેશનની સુવિધા શેમાં સુધારો સૂચવે છે?

જવાબ :- સેનીટેશન સુવિધા એ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક(PQLI) માં સુધારો સૂચવે છે.

 

Q - 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

 

(1) રાષ્ટ્રીય આવકના નિદર્શકની મર્યાદાઓ જણાવો.

ü સાચી રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં મુશ્કેલી સર્જાય છે જેમ કે બેવડી ગણતરીની સમસ્યાઓ, સ્વ-ઉપયોગ માટે ઉત્પાદિત ઉત્પાદનો, અવમૂલ્યનની ગણતરી કરવામાં મુશ્કેલીઓ, ગેરકાયદેસર આવક, કર ટાળો, કરચોરી, વિનિમય વ્યવહારો, નિરક્ષરતા, વ્યક્તિઓની રોજગાર એક કરતાં વધુ વ્યવસાય વગેરે દેશની સાચી રાષ્ટ્રીય આવકનો અંદાજ કાઢવો મુશ્કેલ બનાવે છે. આથી રાષ્ટ્રીય આવકને દેશના આર્થિક વિકાસના દરના સાચા માપદંડ તરીકે ગણી શકાય નહીં.

 

(2) માથાદીઠ આવકના નિદર્શકની મર્યાદાઓ જણાવો.

ü (i) માત્ર અંદાજો:- દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય છે તેના આંકડા આપણે લગભગ સાચા મળી રહે છે પરંતુ દેશની દર વર્ષે ગણાતી નથી તેથી આંકડા સાચા મળતા નથી તેથી માત્ર અંદાજ બાંધવામાં આવે છે તે કારણે માથાદીઠ આવક સાચી મળતી નથી.

ü (ii) રાષ્ટ્રીય આવક-માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી:- રાષ્ટ્રીય આવક ગણતરી માટે ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે તેવી તેવી મુશ્કેલીને કારણે સાચી સ્થિતિ જાણી શકાતી નથી.

ü (iii) માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે:- માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે આ આવક ને આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં કે કોઈ દેશના વિકાસની સાચી કક્ષા જાણી શકાય નહીં. માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થાય તો જ આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય,જો વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય નહીં.તેથી માથાદીઠ આવકરૂપી નિદર્શક ભૂલભરેલો કહેવાય છે.

ü (iv) સરખામણી ની મુશ્કેલી:- દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશના ચલણમાં દર્શાવેલ હોય છે. તેને પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવી પડે ત્યાર બાદ સરખામણી કરી શકાય કે કયા દેશનું આર્થિક વિકાસનો દર ઊંચો છે કે નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હૂંડિયામણ દરો ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોવાથી તેમનો સાચો વિનિમય દર જાણી શકાતો નથી,તેથી દેશોની સાચી સરખામણી થઇ શકતી નથી.

ü (v) ભ્રામક નિદર્શક છે:- માથાદીઠ આવક કેટલી આવક દેશના બધા જ નાગરિકો ને મળે તેવું નથી હોતું માથાદીઠ આવકની દર્શક જેટલું નિર્દેશ કરે છે તેના કરતાં વધારે છુપાવે છે તેથી તે સાચો નિદર્શક નથી.

 

(3) પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનનો કયા-કયા આવે છે તે જણાવો.

ü આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનનો પણ થાય છે પરંતુ ગુણાત્મક પરિવર્તનનો વધારે થાય છે. પરિમાણાત્મક પરિવર્તનોમાં માત્ર રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક વગેરેનો સમાવેશ થાય છે અને ગુણાત્મક પરિવર્તનમાં માનવજીવન ધોરણ,અપેક્ષિત આયુષ્ય,શિક્ષણનું પ્રમાણ,જીવન જરૂરી ચીજ વસ્તુઓની સુવિધા,શિક્ષણ , ખોરાક આરોગ્ય અને તબીબી સેવાઓ વગેરેમાં આવેલ પરિવર્તનો જોવા મળે છે.

 

(4) ઉત્પાદનમાં વધારો એ કયા પ્રકારનું પરિવર્તન છે.

ü ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે કારણકે ઉત્પાદનના વધારાના લીધે માનવ જીવનમાં લાંબો ફેરફાર થતો નથી જે પરિમાણાત્મક પરિવર્તન કહેવાય છે.

 

(5) વિકાસના નિર્દેશકો શું છે? યાદી આપો.

ü દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? જો થયો હોય તો કેટલો ઝડપી થયો છે? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે? તે જાણવા અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે. આવા પરિબળો કે બાબતોને આર્થિક વિકાસના નિર્દેશકો માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમને સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. તેથી આર્થિક વિકાસના નિદર્શકો દ્વારા બે સમયગાળા વચ્ચેના, બે દેશો કે રાજ્યો વચ્ચે ના આર્થિક વિકાસની તુલના થઇ શકે છે.

ü આર્થિક વિકાસના કેટલાક નિદર્શકો નીચે મુજબના છે.

1. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ-દર

2. માથાદીઠ આવકનો વૃદ્ધિદર

3. જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક (PQLI)

4. માનવ વિકાસનો આંક (HDI)

 

(6) વૃદ્ધિની મર્યાદાઓ જણાવો.

ü આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે.

ü આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણ યથાવત રહે છે.

ü આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે.

ü લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી.

 

 

(7) વિકાસની મર્યાદાઓ જણાવો.

ü આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શક્યું નથી , માનવ પ્રગતિનો માપદંડ બની શકતું નથી.

ü આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવા નું કાર્ય ખૂબ મુશ્કેલ છે કારણકે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે. તેનું માપ કાઢવાનું કાર્ય મુશ્કેલ છે.

ü આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે? આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવનધોરણમાં ખૂબ સુધારો થયો નથી એટલે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં

 

(8) અપેક્ષિત આયુષ્ય એટલે શું?

ü બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા ને અપેક્ષિત આયુષ્ય કહે છે. એ પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટે ઉપયોગી છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય.

 

(9) વૃદ્ધિ અને વિકાસ માંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે? શા માટે?

ü આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બંને માંથી આર્થિક વિકાસને માપવામાં મુશ્કેલી પડે છે કારણ કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક ઉપરાંત ગુણાત્મક પરિવર્તનનો ને ધ્યાન માં લેવાય છે.ગુણાત્મક પરિણામો ને ચોક્કસ અંક માં દર્શાવવો ખૂબ જ અઘરો છે. તે માં પરિવર્તનો સામાજિક હોય છે અને લોકોના માનસિક વલણો ને ધ્યાન માં લેવામાં આવે છે.તેથી તેને ચોક્કસ પ્રમાણ માં માપી સકાતા નથી.

 

Q - 4. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ આપો :

 

(1) જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે.

ü આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે તેથી કોઈપણ દેશમાં આર્થિક વિકાસ થયો છે. તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે તે માપવા માટે જીવનની ભૌતિક ગુણવત્તાનું નિદર્શક સ્વીકારવામાં આવે છે.

ü માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમુદ્ર દ્વારા વપરાશમાં લીધેલ ચોક્કસ વસ્તુઓ અને સેવાઓ નો સમૂહ.

ü માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0 100 વચ્ચે હોય છે. કેમ ના શોધક મોરિસ ડેવિસ મોરિસ હતા

ü જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવિષ્ટ થતી બાબતો: કોઈ એક વરસના ગાળામાં લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓ ના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે અને વસ્તુઓ અને એમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે.

– ખોરાક. (કેલેરી, પ્રોટીન-ચરબી)

– આરોગ્ય અને તબીબી સેવાઓ. (વસ્તીના એકમદીઠ ડૉક્ટરનું પ્રમાણ)

– રહેઠાણ અને કપડા.

– શિક્ષણ અને મનોરંજન વગેરે.

– ઊર્જાશક્તિ. (માથાદીઠ ઊર્જાની વપરાશ)

– દેશની વસ્તી ને મળતું પીવાનું ચોખ્ખું પાણી.

– પરિવહન અને માહિતી-પ્રસારણ સેવાઓ વસ્તી દીઠ રસ્તા રેલવે ની લંબાઈ , ટેલીફોન ની સંખ્યા.

– સરેરાશ આયુષ્ય.

– બાળ મૃત્યુદર.

– સેનીટેશન ની સુવિધા

ü જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શોધવા માટે ઉપરોક્ત દર્શાવેલ 10 ચીજવસ્તુઓનો અને સેવાઓનો સમાવેશ થાય છે અને તે પરથી માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શોધવામાં આવે છે.

 

(2)  આર્થિક વિકાસના નિદેશક તરીકે રાષ્ટ્રીય આવક ની ચર્ચા કરો.

ü જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થઈ રહ્યો છે તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઉંચો ગણાય અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો રાષ્ટ્રીય વિકાસનો ડોર મંદ ગણાય અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે.

ü જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો તે રાષ્ટ્રીય વિકાસની પીછેહઠ ની સ્થિતિ દર્શાવે છે. આ માપદંડ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવક ની બજાર ભાવે નહીં પરંતુ સ્થિર ભાવે ગણતરી કરવામાં આવે છે.

ü વિશ્વના કેટલાક દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર અન્ય કેટલાક દેશોના આવકના વૃદ્ધિ દર કરતાં વધારે હોય છે તેથી એમ કહી શકાય કે તેમનો વિકાસનો દર પણ વધારે છે.

ü નોર્વે શ્રીલંકા પાકિસ્તાન કરતા ભારતનો રાષ્ટ્રીય આવક નો વાર્ષિક વૃદ્ધિદર ઊંચો છે તેથી એમ કહી શકાય કે ભારતનો આર્થિક વૃદ્ધિ દર પણ આ દેશો કરતાં ઊંચો છે.

ü આજે ભારત વિશ્વમાં ઝડપથી વિકાસ પામતો અર્થતંત્રમાં ગણાય છે આપણે એ યાદ રાખવું જોઈએ કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે હવે તેઓ બે થી ત્રણ ટકાના દરે વિકાસ કરી રહ્યા છે.

ü રાષ્ટ્રીય આવકની વૃદ્ધિદરની ગણતરીની મુશ્કેલીઓ:-

– રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલ

– વસ્તી

– રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ

ü ઉપરોક્ત માહિતી પરથી રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર સમજી શકાય છે.

 

(3) આર્થિક વિકાસના નિદેશક તરીકે માથાદીઠ આવકને સમજાવો.

ü જો દેશની માથાદીઠ વાર્ષિક આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો રહે તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક.

ü દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે છે તે માથાદીઠ આવક છે આમ આ નિદર્શક દેશની વસ્તી ને પણ ધ્યાનમાં લે છે અને તે દૃષ્ટિએ તે રાષ્ટ્રીય આવકના નિદર્શક કરતાં ચડિયાતો છે.

üસંયુક્ત રાષ્ટ્ર (UNO) ના નિષ્ણાતો પણ માથાદીઠ આવક નાની દર્શકને સ્વીકારવાની હિમાયત કરે છે.

ü રાષ્ટ્રીય આવક ની જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઉંચો ગણાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય અને જો માથાદીઠ આવકમાં વધારો ન થયો હોય તો વિકાસનો સ્થગિતતા ની સ્થિતિ આવી છે કેમ કહેવાય. જો કોઈ દેશ ની માથાદીઠ આવક ઘટતી હોય તો વિકાસની પીછેહઠ ની સ્થિતિ છે કેમ કહેવાય...

ü આર્થિક વિકાસનો અંતિમ હેતું જીવનધોરણ સુધારીને માનવવિકાસ ઉંચે લઇ જવાનું હોય છે અને તે માટે માથાદીઠ આવકમાં વધારો અને તેનું એક ઉત્તમ નિર્દેશક છે જો વિકાસથી લોકોનું જીવન સુધરે નહીં તો તે સાચા અર્થમાં વિકાસ નથી તેથી જ માથાદીઠ આવકમાં વધારો એ પ્રજાના ભૌતિક જીવનધોરણ અને કલ્યાણમાં થતાં વધારાનો વધુ સારો નિર્દેશક છે. માથાદીઠ આવકમાં વધારો એ વ્યક્તિને ભૌતિક સુખાકારીમાં વધારો લાવે છે અને તેથી તે વિકાસનો સાચો માપદંડ છે.

ü ભારતની માથાદીઠ આવક 2014 સમખરીદ શક્તિ ના માપદંડ મુજબ 5497 અમેરિકન ડોલર છે. જે નોર્વે અમેરિકા ચીન શ્રીલંકા કરતાં ઘણી ઓછી છે પરંતુ ભારતની માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર ઊંચો છે તેથી વિકાસ ઝડપથી થઇ રહ્યો છે તેમ કહેવાય.

ü

ü માથાદીઠ આવકના વૃદ્ધિદરની મર્યાદાઓ :-

ü– માત્ર અંદાજો.

– રાષ્ટ્રીય આવક-માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી.

– માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે.

– સરખામણીની મુશ્કેલી.

– ભ્રામક નિર્દેશક છે.

– ઉપરોક્ત માહિતીને આધારે આપણે માથાદીઠ આવક નો વૃદ્ધિદર સમજી શકીએ છીએ.

 

(4)  જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો.

ü માત્ર ત્રણ જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ ત્રણ જ બાબતોના આધારે સચોટતાથી દેશોનો વિકાસ થયો છે કે નહિ તે કહી શકાય નહિ. સાચો આંક મેળવવા આ ત્રણ બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ.

ü માત્ર સરેરાશ દર્શાવે છે, જે ત્રણ નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો આંક PQLI છે જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની ત્રણ બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહિ. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી.

üકોઈ દેશનો PQLIનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતા વધારે છે તેમ સામાન્ય રીતે કહીઁ શકાય નહિ.

ü ત્રણ ધોરણને માનવજીવનમાં એકસરખું મહત્ત્વ (100 આંક) અપાય છે જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવજીવનમાં એકસરખું મહત્વ ધરાવતી નથી.

ü જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવકવૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરવામાં આવી છે.

ü ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી.

(5) ભારતમાં વર્તમાનમાં વૃદ્ધિ થઈ રહી છે અથવા વિકાસ થઈ રહ્યો છે અથવા બંને થઈ રહ્યા છે, તમારા જવાબ માટેના કારણો આપો.

ü ભારત દેશ 1991 પછી ખાનગીકરણ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના ની નીતિ અપનાવ્યા પછી ભારતને વિશ્વના વિકસિત દેશોની હરોળમાં આવવા માટે લાંબા કદમથી હરણફાળ ભરી રહ્યું છે.

ü ભારતમાં અત્યારે દેખીતી રીતે આર્થિક વૃદ્ધિ થઈ રહી છે અને ભારતનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર . % છે, જે વિશ્વના અન્ય દેશો કરતાં ઘણો ઊંચો છે. રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ થતાં આધુનિક ટેકનોલોજી અમલમાં આવતા નવા બિયારણો સોદાતા ઉત્પાદન અને વહેંચણી નું સંસ્થાકીય માળખું બદલાતા ગરીબી, બેકારી અને આવકની અસમાનતા ઘટે છે જે દેશના આર્થિક વિકાસનો પ્રતિબિંબ છે.

ü ભારતની માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર 6 ટકા છે જે વિશ્વના અન્ય દેશો કરતાં ઊંચો છે જેથી ભારતમાં વર્તમાન આર્થિક વૃદ્ધિ સાથે આર્થિક વિકાસ પણ થઈ રહ્યો છે એ બાબત ચોક્કસ ધ્યાને લઇ શકાય.

ü ભારત દેશની અંદર નાગરિકોની પણ પાયાની અને મૂળભુત જરૂરિયાતો સંતોષતા જીવનધોરણ સુધરે છે અને એના પરિણામે આર્થિક વિકાસની સાથે સામાજિક પ્રગતિ પણ થઈ છે જે આર્થિક વૃદ્ધિની સાથે આર્થિક વિકાસનો પરિણામ દર્શાવે છે.

ü આર્થિક વિકાસની માત્ર આર્થિક વૃદ્ધિના સંદર્ભ આપવો જરૂરી નથી. સાથે સાથે વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ પણ ધ્યાનમાં લેવો જ જોઈએ.

ü 2014 માં ભારતનો વિશ્વના 188 દેશોમાં 0.609 HDI આંક સાથે 130 ના સ્થાને છે.

ü ઉપરોક્ત બાબતો પરથી ભારતમાં વૃદ્ધિ થઈ રહી છે તે બાબતને ચોક્કસ સમજાવી શકાય છે.

 

Q - 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :

 

 (1)  આર્થિક અને આર્થિક વિકાસ નો તફાવત ઉદાહરણ દ્વારા સમજાવો.

ü આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ કરતા વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એવી પ્રક્રિયા છે જમાના અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી. લોકોના મનોવલણ બદલાતા નથી જ્યારે આર્થિક વિકાસનો અર્થ તંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્ર નું માળખું લોકોના વલણ બદલાય છે.

ü જીરાલ્ડ મેયરે જણાવ્યું છે કે..” વિકાસ એટલે વૃદ્ધિ  પરિવર્તન..

ü આર્થિક વિકાસ અને આર્થિક પ્રવૃતિ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.

ü આર્થિક વૃદ્ધિ એક ઘટના છે જ્યારે આર્થિક વિકાસ એ પ્રક્રિયા છે.

ü આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો થાય છે જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનનો થાય છે.

ü આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનો ની પૂર્ણ:ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનો વપરાશમાં લેવાતો પ્રશ્ન ઉભો થાય છે.

ü આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે.

üઆર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે આપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે.

ü વૃદ્ધિ નો ખ્યાલ જ્યારે વિકાસનો ખ્યાલ વિસ્તૃત છે.

ü આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવક ના વધારા સાથે સંબંધ છે જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે.

ü આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે.

ü આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી.

 

(2) આર્થિક વિકાસના નિદેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા સુધારણાના આંક વિશે સમજાવો.*

ü વપરાશના ધોરણ કે જીવનધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા કહે છે.

ü રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી તેમની અનેક મર્યાદાઓ છે. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય. તે વિકાસ નથી.

ü દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોનાં જીવનધોરણને ઊંચું લાવે. નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત સંતોષાય.

ü આ બાબતને ધ્યાનમાં રાખીને મોરીસ ડેવિસ મોરીસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે.

ü આ આંકમાં માનવજીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે.

ü કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવજીવનની ભૌતિક ગુણવત્તા ચઢિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે, તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે ત્રણ ધોરણો દર્શાવાય છે.

ü ભૌતિક ભૌતિક ગુણવત્તાના આંકમાં સમાવિષ્ટ મુખ્ય ત્રણ બાબતો:

1. શિક્ષણ નુ પ્રમાણ: દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તી ની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે.

2. અપેક્ષિત આયુષ્ય: બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષા ને અપેક્ષિત કહેવાય છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે તેમ કહેવાય.

3. બાળ મૃત્યુદર : વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર હજાર બાળકોએ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલા મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ને બાળમૃત્યુદર કહે છે. જો બાળમૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય.

ü જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક 0 થી 100 ના અંક વચ્ચે હોય છે. જે ઉપરોક્ત ત્રણ બાબતોનો સરેરાશ છે.

üજે દેશનું PQLI 100 ની નજીક છે, તે દેશની કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય અને દેશ નુ PQLI 0 ની નજીક છે તે દેશ ની કામગીરી ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય.

ü આ PQLI આંક માથાદીઠ આવકના નિદર્શક કરતા ચડિયાતો છે.

ü આર્થિક વિકાસના નિદેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછા મર્યાદા વાળા .

 

(3) માનવ વિકાસ આંક માં કઈ કઈ બાબતો નો સમાવેશ થાય છે તેની સમજૂતી આપો.

ü માનવ વિકાસનો આંક ૧૯૯૦માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો, આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક(HDI) રજૂ કરવામાં આવ્યો.

ü HDI માં આર્થિક માપદંડો સાથે આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા માં ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન નો ફાળો પણ છે.

ü1990થી HDI ને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય નો ઉપયોગ થતો હતો જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે.

üHDI તૈયાર કરવા મુખ્ય ત્રણ વિગતોનો સમાવેશ થાય છે.

ü1. અપેક્ષિત આયુષ્ય        2. જ્ઞાન (શિક્ષણ)      3. સારૂં જીવનધોરણ

1. અપેક્ષિત આયુષ્ય: જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આંક અપાય છે જો 50 વર્ષથી ઓછું આયુષ્ય તો તંદુરસ્તી થી વંચિત ગણાય છે તેમ આયુષ્યનો આંક ઊંચો છે તેમ સુધી સારી માનવામાં આવે છે.

2. જ્ઞાન (શિક્ષણ) : જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતો ની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે, આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉમરની વ્યક્તીના અક્ષરજ્ઞાન ને ધ્યાનમાં લેવાય છે. જેમાં બે બાબતો નો સમાવેશ થાય છે જેમાં  જવાબ :-સ્કૂલના સરેરાશ વર્ષ ,B સ્કૂલના અપેક્ષિત વર્ષો : દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલો વરસાદ પડે છે તેના આંક મેળવવામાં આવે છે.

3. સારું જીવન ધોરણ: જીવનધોરણ એટલે મળતી સગવડતા જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશનની સેવા, બાળ મૃત્યુદર, ઓછા વજનવાળા બાળકોને ટકાવારી, માથાદીઠ દૈનિક કેલરી, પાંચ વર્ષથી નીચેના બાળકો નું મૃત્યુ દર, અને ચરબીની પ્રાપ્તિને જોવાય છે અને સારા જીવનધોરણ નો આધાર આવક ઉપર હોય છે, કનુ સૂચક આંક માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક (GNI) ,PPP સમખરીદ શક્તિના ધોરણે મપાય છે.

n  મુખ્ય બાબતો :-

Ø ત્રણ ધોરણોને આધારે ગણાતા HDI.નું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે.

Øએચ.ડી.આઈ નું મૂલ્ય ઝીરો એક વચ્ચે હોય છે.

Ø જે દેશનો HDI એક થી નજીક છે તે વધુ વિકસિત ગણાય છે તેને HDI માં ક્રમ નીચો મળે છે.

Øવર્ષ 2014માં દુનિયાના ૧૮૮ દેશોમાં HDI માં 0.944 આંક સાથે નોર્વે દેશ પ્રથમ ક્રમે અને ભારત 0.609 આંક સાથે ૧૩૦ માં ક્રમે હતો.

 

(4) PQLI અને HDI ની તુલના કરો. બંને માંથી કયો શ્રેષ્ઠ છે? શા માટે?

1. PQLI ની રજૂઆત ડેવિસ મોરિસે કરી છે..જ્યારે HDI ની રજૂઆત 1990 માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ માં મહેબૂબ ઉલ હક દ્વારા કરવામાં આવી હતી.

2. PQLI માં માનવ જીવનમાં ભૌતિક ગુણધર્મો થતાં સુધારાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે જ્યારે HDI માં માનવજીવનના આર્થિક અને સામાજિક સુધારા અને આર્થિક વિકાસ ગણવામાં આવે છે.

3. PQLI માં જે દેશનો અંક શૂન્યની નજીક છે તે દેશની રામતેરી નિમ્નકક્ષાની ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનું નીચો આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે જે દેશનો HDI નજીક અને એક થી દૂર હોય છે તે દેશ ઓછો વિકસિત ગણાય છે અને તે દેશનો માનવવિકાસ બીજા ક્રમે હોય છે.4. PQLI માં જે દેશનું અંક સોની નજીક હોય છે તે દેશની કામગીરી ઉત્તમ ગણાય છે અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો ઊંચો આર્થિક વિકાસ ઉજવે છે. જ્યારે, HDI માં જે દેશનો અંક ની નજીક હોય છે તે દેશનો જીવનધોરણ ઊંચો અને માનવ વિકાસ ઊંચા ક્રમે હોય છે.

5. PQLI આંક “0 થી 100” વચ્ચે હોય છે. જ્યારે HDI નો આંક “0 થી 100” વચ્ચે હોય છે.

6. PQLI માં શિક્ષણનો ગુણાંક+ આયુષ્યનો ગુણાંક + બાળ મૃત્યુદર નો ગુણાંક નો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે HDI માં અપેક્ષિત આયુષ્યનો આંક + શિક્ષણ નો આંક + સારા જીવન ધોરણ ના આંક નો ઉપયોગ થાય છે.

7. PQLI એ માથાદીઠ આવકની દર્શક અને રાષ્ટ્રીય આવકના નિદર્શક કરતા ચડિયાતો છે. જ્યારે, HDI એ સર્વ કરતા ચડિયાતો છે. કારણ કે તેમાં માનવ ની આર્થિક પરિસ્થિતિ ની સાથે સામાજિક પરિસ્થિતિ ને પણ ધ્યાન માં લેવાય છે.HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા પ્રખ્યાત અર્થશાસ્ત્રી મહેબૂબ હક અને નોબેલ પ્રાઇઝ વિજેતા ભારતીય અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની છે.PQLI કરતા HDI શ્રેષ્ઠ કહી શકાય છે. કારણ કે... ભૌતિક ગુણવત્તાના આંખમાં થતાં સુધારાને આર્થિક સુધારો ગણવામાં આવે છે તેથી તે સામાજિક માપદંડ છે જ્યારે માનવ વિકાસ આંક એ આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિને આર્થિક સુધારો ગણવામાં આવે છે તેથી તે પ્રગતિશીલ માપદંડ છે.

ü જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જુદા જુદા દેશો, દેશોના જૂથ કે એક જ દેશના વિવિધ રાજ્યોમાં માનવ જીવનની ગુણવત્તાની દ્રષ્ટિએ સરખાવે છે જ્યારે માનવ વિકાસ આંક કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ માનવ વિકાસની દ્રષ્ટિએ કયા સ્થાને છે.

ü ઉપરોક્ત માહિતી અનુસંધાને આપણે PQLI અને HDI વચ્ચે તુલના કરી ચોક્કસ સમજી શકાય કે HDI એ સર્વશ્રેષ્ઠ છે.

 

(5) આથિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો.

ü દેશમાં આર્થિક વિકાસ થયો છે કે કેમ? દેશમાં આર્થિક વિકાસની કક્ષા કેટલી છે વિકાસની ઝડપ કેટલી છે તે જાણવા માટે અને તેનું માપ કાઢવા માટે કેટલાક પરિબળો ધ્યાનમાં લેવા પડે છે આવા પરિબળોને કારણે આર્થિક વિકાસના નિર્દેશકો માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે.

ü આર્થિક વિકાસનો દર અને આર્થિક વિકાસની કક્ષાને માપનાર આ પરિબળો એવા છે કે તેમની સંખ્યા કે આંકડામાં રજૂ કરી શકાય છે. થી આર્થિક વિકાસના નિર્દેશકો દ્વારા બે સમયગાળા વચ્ચે ના બે દેશો કે રાજ્યના આર્થિક વિકાસની તુલના થઇ શકે છે જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને નોંધે છે તેમ આપ પરિબળો દેશના વિકાસને આપે છે.

ü વિકાસના કેટલાકે દર્શકો નીચે મુજબના છે ::-

1. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર

2. માથાદીઠ આવકનો વૃદ્ધિ દર

3. જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક (PQLI)

4. માનવ વિકાસનો આંક (HDI)

[1] રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર: જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો લાંબા ગાળામાં સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ ગણાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર ઉંચો ગણાય.

ü જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો રાષ્ટ્રીય આવક નિમ્ન ગણાય અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો સ્થગિતતાની અવસ્થા દર્શાવે છે. રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય પોતે આર્થિક વિકાસ ની સ્થિતિ પ્રમાણે નાણાકીય આવક નહીં પણ વાસ્તવિક આવક.ધ્યાનમાં લેવાની હોવાથી રાષ્ટ્રીય આવક ની બજાર ભાવે નહીં પણ સ્થિત ભાવે ગણતરી કરવામાં આવે છે.

ü રાષ્ટ્રીય આવકની ગણતરીની ગણતરી ની મર્યાદાઓ : (1) રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી (2) વસ્તી (3) રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ.

[2] માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર: કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવામાં આવે તો માથાદીઠ આવક મળે છે અને આમા દીઠ આવકના અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ દર કહે છે.

ü માથાદીઠ આવક એટલે સરેરાશ માથાદીઠ આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને વસ્તીના કુલ પ્રમાણ વડે ભાગતા જે સરેરાશ આવક આવે તે માથાદીઠ આવક છે આમ નિદર્શક દેશની વસ્તી ને પણ ધ્યાનમાં લેશે અને તે દૃષ્ટિએ રાષ્ટ્રીય આવકના નિદર્શક કરતાં ચડિયાતો છે જેમ માથાદીઠ આવક વધારે હોય અને વધવાનો દર ઊંચો હોય તે દેશનો વિકાસનો દર ઉંચો ગણાય. અને જો મદદ આવકમાં વધારો ન થતો હોય તો વિકાસમાં સ્થગિતતાની સ્થિતિ આવી છે.

ü માથાદીઠ આવકની મર્યાદા :

ü1. માત્ર અંદાજો.

ü2. રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક ગણવાની મુશ્કેલીઓ,

ü3. માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે,

ü4. સરખામણીની મુશ્કેલીઓ.

5. ભ્રામક નિર્દેશક છે.

[3] PQLI - જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક : માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણ પર આધારિત છે વપરાશના ધોરણો એટલે સમયના કોઈએ ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમુહમાં વપરાશમાં લેવાય ખોરાક બળતણ તથા અન્ય બિન ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાય ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ, વપરાશમાં લેવાય સેવાઓનો સમૂહ

ü વપરાશના ધોરણો કે જીવનધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે, તેથી આ વસ્તુ અને સેવા માં મુખ્યત્વે અલગ અલગ 10 ઘટકોનો સમાવેશ થાય.

ü ભૌતિક ગુણવત્તાનો આંક શોધવા માટે ત્રણ બાબતો નો સમાવેશ થાય છે (1) શિક્ષણનું પ્રમાણ (2) અપેક્ષિત આયુષ્ય (3) બાળ મૃત્યુદર.

ü ઉપરોક્ત ત્રણેય બાબતોને અલગ-અલગ ૧૦૦ એકમ માપવામાં આવે છે પછી દરેક નો સરવાળો કરી વડે ભાગવામાં આવે છે, જે અંક મળે એ જીવનનો ભૌતિક ગુણવત્તાનો અંક ગણાય છે

 

[4] માનવ વિકાસ આંક: વિકાસનો અધતન નિદર્શક માનવ વિકાસ આંક છે ૧૯૯૦માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ માં માનવ વિકાસ અહેવાલ રજૂ થયો હતો આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો હતો પાકિસ્તાનના અર્થશાસ્ત્રી મહેબૂબ હક્ક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો માનવ વિકાસ આંક નો આર્થિક માપદંડો ની સાથે બિન આર્થિક મદદ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. માનવ વિકાસ આંક ને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય નો ઉપયોગ થતો હતો જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે.

ü માનવ વિકાસનો આંક નું ન્યૂનતમ અને મહત્તમ  0 થી 1 વચ્ચે હોય છે..

ü માનવ વિકાસ આંક તૈયાર કરવા માટે મુખ્ય 3 બાબતો નો સમાવેશ થાય છે..

ü(1) અપેક્ષિત આયુષ્ય (2) જ્ઞાન (શિક્ષણ) (3) સારું જીવનધોરણ.

ü ત્રણ ધોરણોને આધારે ગણાતા HDI નું મહત્તમ મૂલ્ય 1 ગણાય છે. HDI નું મૂલ્ય ઝીરો એક વચ્ચે હોય છે.

ü જે દેશનો HDI એક થી નજીક છે તે વધુ વિકસિત ગણાય છે તેને HDI માં ક્રમ નીચો મળે છે.

ü ઉપરોક્ત માહિતી પરથી આપણે આર્થિક વિકાસના બધા જ નિદર્શકો સમજી શકાય છે.

 

વધુ નવું વધુ જૂનું