Q 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :
(1) આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?
(A)
સતત
(B) અસતત ✓
(C)
વિષમ
(D)
આદર્શ
(2) આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે?
(A) સતત ✓
(B)
અસતત
(C)
વિસ્તાર
(D)
આદર્શ
(3) નીચેનામાંથી કઈ આકૃતિઓ સમાન માહિતી માટે દોરવામાં આવે છે?
(A) સાદી સ્તંભ આકૃતિ અને પાસપાસેની સ્તંભ આકૃતિ ✓
(B)
વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ
(C)
પાસપાસેની સ્તંભ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ
(D)
વૃત્તાંશ આકૃતિ અને સામાયિક શ્રેણીનો આલેખ
(4) આજના સમયમાં ઇન્ટરનેટ માટે કયું વિધાન સાચું છે?
(A) અભ્યાસ માટેનું એક સાધન છે. ✓
(B)
અભ્યાસ માટે શિક્ષકની ફરજ બજાવે છે.
(C)
શાળાની સંપૂર્ણ અવેજીમાં આવતી સંસ્થા છે.
(D)
યુવાનો માટેનું ફક્ત મનોરંજનનું સાધન છે.
(5) આર્થિક માહિતી અંગેની ડેટા CD કોણ તૈયાર કરે છે?
(A)
ખાનગી પ્રકાશકો
(B)
શાળાઓ
(C)
પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકાર વગેરે ✓
(D)
સામાન્ય વ્યક્તિઓ
Q 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં
જવાબ આપો :
(1) આકૃતિ એટલે શું?
જવાબ : સામાન્ય રીતે
અવલોકિત માહિતી નું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ.જેમાં અસતત માહિતીનો ઉપયોગ
થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્યકારણ નો સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત
કરવામાં આવતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય.
(2) આલેખ એટલે શું?
જવાબ : સતત આવૃત્તિ
ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્ર ની મદદથી સ્પષ્ટતા લાવીને
દોરાતું ચિત્ર એટલે આલેખ.
(3) સ્તંભ આકૃતિ એટલે શું?
જવાબ : જ્યારે કોઈ
એક ચલના મૂલ્યને વિવિધ વિભાગો વચ્ચે વહેંચવામાં આવ્યા હોય ત્યારે દરેક વિભાગ માટે સમાન
આધાર પર એક સ્તંભ દોરવામાં આવે અને સ્તંભ ની ઊંચાઈ તે મૂલ્ય દર્શાવે તેવી આકૃતિ સ્તંભ
આકૃતિ કહેવાય છે.
(4) વૃતાંત આકૃતિ એટલે શું?
જવાબ : કુલ માહિતીના
પેટાવિભાગો ને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આવૃત્તિઓને
વૃતાંત આકૃતિ કહેવાય.
(5) ડેટા CD એટલે શું?
જવાબ : કેટલીક સંસ્થાઓ
જે રીતે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી
મેળવીને આંકડાકીય વિગતો નો અહેવાલ તૈયાર કરે છે અને તેઓ એક ડિવાઇસ Compect Disk ની
અંદર ડેટા સંગ્રહ કરે છે.
Q - 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(1) આકૃતિ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે?
ü આકૃતિ
એટલે અસતત માહિતી ધરાવતી આવૃતિને અવલોકિત માહિતી અને ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે
આકૃતિ.
ü જે
સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે.
ü જે
વિજ્ઞાપન કંપનીઓ દ્વારા આકર્ષણ ઉભુ કરવા માટે, રાજ્ય માહિતી આપવા માટે, સામાજિક સંસ્થાઓ
દ્વારા જાગૃતિ ફેલાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
(2) આલેખ એટલે શું અને તે શા માટે દોરવામાં આવે છે?
ü આલેખ
પણ અવલોકિત માહિતી નું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે. પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં
સ્પષ્ટ હોતી નથી.
ü જ્યારે
માહિતીને સતત આવૃત્તિમાં જ દર્શાવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે.
ü સતત
આવૃત્તિમાં અપાયેલી માહિતી ને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવામાં
આવે છે, વળી
અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આ લેખ દોરવામાં આવે છે.
ü આલેખ
દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્ર નું જ્ઞાન જરૂરી બને છે X અને Y ધરી દ્વારા
દોરાયેલા ચતુર્થોશોમાના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઇ શકે છે.
(3) અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખ નું મહત્વ જણાવો.
ü અર્થતંત્રમાં
આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વર્ણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા કાલે જોઈ શકાય
છે.
ü સામાન્ય
રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ
દ્વારા વધુ સ્પષ્ટ બને છે.
ü અર્થશાસ્ત્રના
વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઇથી સમજી શકાય છે.
ü અર્થતંત્રના
કેટલાંક પરિબળો માટેની વર્ગો,પ્રદેશો,ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઇથી
કરી શકાય છે.
üઅર્થશાસ્ત્ર
ની કેટલી અઘરી બાબતો સમજવાસમજાવવા પાછળ લખનાર અને વાંચનાર નો સમય તથા શક્તિ બચે છે
કારણકે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે.
(4) અભ્યાસ કરવામાં કમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે?
ü આજનો
યુગ આધુનિક યુગ અને ટેકનોલોજીનો યુગ ગણાય છે.આપણે રોજિંદા જીવનમાં વધુ ને વધુ ટેક્નોલોજીનો
ઉપયોગ કરતાં થયા છીએ.
ü સામાન્ય
રીતે અભ્યાસ ની અંદર પ્રેઝન્ટેશન બનાવવા, ઓનલાઇન લેકચર્સ જોવા, એક્સેલ સીટ બબનાવવા,આકૃતિ
અને આલેખ દોરવા,અભ્યાસ સામગ્રી સાચવવા વગેરે બાબતો માટે આપણને અભ્યાસમાં કમ્પ્યુટર
ટેકનોલોજી ઉપયોગી બને છે.
(5) ડેટા CD પર નોંધ લખો.
ü કેટલીક
સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર તંત્રની
માહિતી મેળવીને આંકડાકીય અહેવાલ તૈયાર કરે છે.
ü તેવી
સંસ્થાઓ અધિકૃત આંકડાઓ ની સીડી બજારમાં વેચવા મૂકે છે. જેને શૈક્ષણિક સંસ્થાઓ સંશોધન
સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ તેમજ સંશોધન માટે રહેશે જેમકે ભારત
રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી,વસ્તી ગણતરીના આંકડા ની સીડી,ઉદ્યોગો નો સર્વે “નેશનલ
સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન” (NSSO) વગેરે ઉપલબ્ધ છે.
ü અર્થતંત્રની
ઘણી બધી માહિતી માટેની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગોમાં મળી શકે છે અને કેટલીક
સંસ્થાઓ જેવી કે CMIE આંકડાકીય માહિતી ની સીડી વેચે છે અને સમગ્રતંત્રના મહત્વના આંકડાઓના
સોફ્ટવેર બનાવે છે.
ü અર્થતંત્ર
ની માહિતી આપતી સીડીમાં અનેક આંકડાઓ આપેલા હોય છે. તેથી આપણને જરૂરી આંકડા શોધવાનું
કાર્ય મુશ્કેલ લાગે છે તેથી તેની સંપૂર્ણ માહિતી હોવી પણ જરૂરી બને છે.
Q - 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો
:
(1) આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો.
ü 1. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત : કોઈ પણ ચિત્રને
વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્ત્વની બને છે. દા.ત.,
કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ
તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી
કરવી જરૂરી બને છે.
ü 2. સ્પષ્ટતા : ચિત્રની રજૂઆત
સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શૅડ દ્વારા દર્શાવવા જોઈએ
તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ.
ü 3. ચોક્કસ સ્કેલ-માપ : આંકડાના આધારે
આકૃતિ કે આલેખનું સ્કેલ-માપ લેવું જોઈએ જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને.
ü 4. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી : આકૃતિ હોય કે
આલેખ, તેની બંને
ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે.
ü 5. આંકડાકીય માહિતીનો સ્રોત : આકૃતિ કે આલેખ
જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્રોત દર્શાવવાથી આકૃતિ
કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે.
ü 6. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી : જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી
તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય,
તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલાં આંકડાશાસ્ત્રનાં
સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી હોય છે.
(2) સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની
બાબતો જણાવો.
ü દરેક
સ્તંભ ની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતું નથી.
ü દરેક
સ્તંભની લંબાઈ કે ઊંચાઈને તે સ્તંભ માટેના ચલના મૂલ્ય ને અનુરૂપ હોવી જોઈએ.
ü દરેક
કંપની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઊગમબિંદુ અને પ્રથમ સ્તંભ
વચ્ચે જાળવવો જોઈએ.
ü દરેક
કમ એક સામાન્ય રીતે દોરવામાં આવે છે તેના પર દર્શાવતા પરિબળોને આધારે કહેવાય છે. આજના
યુગમાં Y ધરી પર આડા સ્તંભ દોરવાની રીત વધુ પ્રચલિત થઈ છે.
ü દરેક
ઉપર સ્તંભ માહિતીના જ દોરવામાં આવે છે આમ પ્રથમ માહિતી માટેનું ઉત્તમ ઊગમબિંદુ થી પહેલો
દોરવામાં આવે છે.
(3) આકૃતિ અને આલેખ વચ્ચેનો
તફાવત જણાવો.
|
મુદ્દા |
આકૃતિ |
આલેખ |
|
માહિતીનો પ્રકાર |
આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે બનાવવામાં
આવે છે |
આલેખ સ્વયં સ્પષ્ટ ન હોય તેવી માહિતી
માટે બનાવવામાં આવે છે. |
|
આંકડાશાસ્ત્રનું જ્ઞાન |
આકૃતિ બનાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી
નથી. |
આલેખ બનાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. |
|
સ્કેલમાપ |
આકૃતિ માટે સ્કેલમાપ જરૂરી છે. |
આલેખ સ્કેલમાપ વિના દોરી શકાતો નથી. |
|
ઉપયોગ |
સરકાર પ્રજાની જાણકારી માટે તથા વિજ્ઞાપન કંપનીઓ કરે છે. |
આલેખનો ઉપયોગ સાંસોધાન કરો કરે છે. |
(4) અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ જણાવો.
(5) કમ્પ્યુટર અને ઈન્ટરનેટના ઉપયોગ ના ભયસ્થાનો જણાવો.
Þ કમ્પ્યુટર ટેક્નોલોજીના ભયસ્થાનો :
ü કોમ્પ્યુટર
એક સાધન છે અને તે અભ્યાસ સામગ્રી નથી.
ü તે
અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં
થઈ શકે નહી.
ü ઉપરાંત
આપણને કોમ્પ્યુટર ના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી આકૃતિ કે કાલે ખોટી
સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં મૂકાઈ જઈએ છીએ.
ü ઘણી
વખત કોમ્પ્યુટરમાં મટીરીયલ જગ્યાએ સેવ કરી હોય તો તે માંથી ડીલીટ થઈ જાય છે.
Þ ઇન્ટરનેટ ટેક્નોલોજીના ભયસ્થાનો :
ü કોમ્પ્યુટરની
જેમ જ ઈન્ટરનેટ પણ એક સાધન છે, તે શિક્ષક કે આપણી પોતાની વિચારશક્તિ અને તર્કશક્તિ
નું સ્થાન લઈ શકે નહીં.
ü ઈન્ટરનેટ
પર અનેક પ્રકારની ખોટી, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે.
ü વાચકે
તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ.
ü ઉપરાંત
સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે.
ü માહિતી
વિશ્વસનીય વેબસાઈટ પરથી જ લેવી જોઈએ નહીં તો ગેરમાર્ગે દોરવાઈ જવાય છે.
(6) અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાતો
માટે આકૃતિઓ અને આલેખોનું શું મહત્વ છે?
ü આકૃતિ
એટલે કાર્યકારણ ના સંબંધ ધરાવતા ચલો વચ્ચેનો સંબંધ રેખાકિત કરવામાં આવતા કે ચિત્ર મળે
છે તેને આકૃતિ કહેવાય અને સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી
માટે આંકડાશાસ્ત્ર ની મદદથી સ્પષ્ટતા લાવીને દોરાતું ચિત્ર એટલે આલેખ.
ü આલેખ
અને આકૃતિ ની મદદથી માહિતીને સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે.
ü આકૃતિ
વડે ની માહિતી ને સરળ અને સ્પષ્ટ રીતે સમજી શકાતી હોવાથી વધારે ખર્ચ નો વ્યય થતો નથી
અને આલેખ ની મદદથી માહિતીને જીવંત બનાવી શકાય છે.
ü સ્તંભ
આલેખ,આવૃત્તિ બહુકોણ, આવૃતિ બહુકોણ, સંચય આવૃત્તિ બહુકોણ વગેરે ના ઉપયોગથી માહિતીને
સરળતાથી સમજી શકાય છે અને તે ઓછી ખર્ચાળ છે.
Q - 5. નીચેના પ્રશ્નો માટે
વિસ્તારપૂર્વક જવાબ લખો :
(1) આકૃતિના પ્રકારો સવિસ્તાર સમજાવો.
જવાબ : સામાન્ય રીતે
આકૃતિના વિવિધ પ્રકારો છે જે નીચે મુજબ છે.
ü ચિત્રકૃતી,
છૂટા છવાયા બિંદુઓ અથવા વિકણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા
આકૃતિ, વર્તુળ આકૃતિ, સ્તંભ આકૃતિ, વૃતાંશ આકૃતિ વગેરે
ü સમય
આધારિત રેખાકૃતિ : સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયંસ્પષ્ટ વર્ણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રનો
વારંવાર દર્શાવવામાં આવે છે તેને રેખાકૃતિ કરવામાં આવે છે.સામાન્ય રીતે રેખાકૃતી બે
ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનું ઢાળ દર્શાવે છે. દા.ત માંગ રેખા, પુરવઠા રેખા.
ü સાદી
સ્તંભ આકૃતિ : સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમકે સમય ગાળો પ્રદેશ વગેરે ઉપર કોઈ ચલણનું
મૂલ્ય દર્શાવે છે આ આકૃતિ વિવિધ પ્રદેશો સમયગાળા માટે શીતલ ના મૂલ્ય સરખામણી આકર્ષક
રીતે રજૂ કરવામાં આવે છે.
ü પાસ
પાસેની સ્તંભ આકૃતિ : આ પ્રકારની આકૃતિ માં કોઈપણ આધાર ઉપર કોઈએ એક કરતાં વધુ વર્ગો
માટેનું મૂલ્યો દર્શાવવામાં આવે છે.આથી આધાર ના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના
મૂલ્યો દર્શાવતાં જુદા જુદા સ્તંભોમાં દોરવામાં આવે છે
ü વિભાજીત
સ્તંભ આકૃતિ:જ્યારે સ્તંભ આકૃતિ ના દરેક સ્તંભના મૂલ્ય અને એકથી વધુ પેટા વિભાગોમાં
વહેંચવામાં આવે છે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે આ સ્તંભના પેટાવિભાગો ને અલગઅલગ
રંગો અથવા શેડ થી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ આંક દર્શાવે છે તે લખવામાં
આવે છે.
ü વૃતાંશ
આકૃતિ: વૃતાંશ એટલે વર્તુળના અંશને એક વસ્તુને એક સમષ્ટિ માની લેવામાં આવે છે અને માહિતીના
વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃતાંશ આકૃતિ બને છે. જે માહિતી
માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃતાંશ આકૃતિ હોય છે.
(2) અર્થશાસ્ત્રના અભ્યાસ માટે ટેકનોલોજીના ઉપયોગ અંગે સમજૂતી આપો.
ü પ્રેઝન્ટેશન બનાવવા તૈયાર કરવા માટે : અર્થશાસ્ત્ર ના સિદ્ધાંતો કે અટપટી
આંકડાકીય માહિતી અને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ.
ü એક્સેલ
વર્કશીટ :
એક્સેલ સીટ આંકડાકીય માહિતી અને પ્રોસેસ કરવા માટે નો પ્રોગ્રામ છે. અર્થશાસ્ત્ર મોટા પ્રમાણમાં આંકડાકીય
માહિતી નો ઉપયોગ થાય છે, સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની
ચકાસણી કરે છે, આવી
માહિતી કોમ્પ્યુટર પ્રોગ્રામ ની એક્સેલ સીટ માં મૂકીને તેના સરવાળા સરેરાશ સંબંધ વિશે
ના મૂલ્યો અંકો મિનિટમાં મેળવી શકીએ છીએ.
ü આકૃતિ
અને આલેખ દોરવા માટે ના પ્રોગ્રામો : કમ્પ્યુટર ટેકનોલોજી માં અનેક પ્રોગ્રામો છે જેમના
વડે અર્થશાસ્ત્ર અને વિવિધ આકૃતિ કે આ લોકો દોરી શકાય સામાન્ય વર્ડ ફાઈલ માં પુરવઠા
અને માંગ રેખા જેવી સરળ આકૃતિ દોરી શકાય છે.
ü અભ્યાસ
સામગ્રી સાચવવા માટે : અર્થશાસ્ત્ર ના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની
જરૂર પડે છે ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામગ્રી અનિવાર્ય
બને છે આ સામગ્રીને નોટબુક ચોપડીઓ સાચવવા માટે જગ્યા તેમ જ જીવન જોઈએ તેમ જ જેવા વગેરેથી
તે જવાનો ભય રહે પરંતુ આપણે આ સામગ્રીને કોમ્પ્યુટરમાં સાચવી શકીએ છીએ આજના સમયમાં
DropBox, google drive ,digilocker વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે
ü અન્ય
સાધનો : આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, SHAZAM, EViewss, SAS વગેરે
અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ જ ઊંચી
કિંમતે મળે છે આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ કરીને ઉપયોગમાં લે છે પરંતુ કેટલાક સૉફ્ટવેર
વિના મૂલ્યે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઇ શકે છે જેવા કે GRETL, PSPP વગેરે...
