Q - 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :
(1) “વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે તે નાણું છે.” - નાણાંની આ વ્યાખ્યા કોણે
આપેલી છે.
(A)
માર્શલ
(B)
કેઇન્સ
(C)
પિગુ
(D) રોબર્ટ્સન ✔
(2)
માંગમાં વૃદ્ધિ થવાના કારણે થતા ભાવવધારાને કેવો ફુગાવો કહે છે?
(A)
માંગપ્રેરિત ✔
(B)
ખર્ચપ્રેરિત
(C)
વેતનપ્રેરિત
(D)
નફાપ્રેરિત
(3)
સતત અને સર્વગ્રાહી ભાવવધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ......
(A) ઘટે છે. ✔
(B)
વધે છે.
(C)
સ્થિર રહે છે.
(D)
બદલાતું નથી.
(4)
સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય,
તો તેવો ભાવવધારો કયા પ્રકારનો ફુગાવો છે ?
(A) દાબેલો ફુગાવો ✔
(B)
ખુલ્લો ફુગાવો
(C)
દોડતો ફુગાવો
(D)
છૂપો ફુગાવો
(5)
ફગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે,
આવું કયા અર્થશાસ્ત્રી માને છે?
(A)
માર્શલ
(B)
ક્રાઉથર
(C)
કેઈન્સ ✔
(D)
પિગુ
(6)
ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી?
(A)
નાણાપ્રથા
(B)
બેન્કિંગ વ્યવસ્થા
(C) સાટાપ્રથા ✔
(D)
ઉધાર પ્રથા
(7)
નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે
?
(A)
અનાજ
(B)
પશુ
(C)
પથ્થર
(D)
સિક્કા ✔
x
Q - 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :
(1)
વસ્તુ-વિનીમય પ્રથાનો અર્થ આપો.
જવાબ :- વસ્તુવિનીમય
પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા.
(2)
માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો.
જવાબ :- કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે.
(3)
ફુગાવો એટલે શું?
જવાબ :- સામાન્ય રીતે સતત થતો ભાવવધારો એટલે ફુગાવો.
(4)
ખર્ચપ્રેરિત ફુગાવો કોને કહેવાય?
જવાબ :- ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં અમલી બનેલા ફુગાવાને ખર્ચપ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે.
Q - 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :
(1)
નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો.
Ø નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે.
Ø ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે.
(2)
નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો.
Ø નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુવિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડે.જેમ કે..
Ø એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા ?કેટલા મીટર કાપડ ? કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ ? વગેરે...
Ø નાણું આ કાર્યને સરળ બનાવે છે. નાણાને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ .. બનાવે છે માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે.
(3)
ફુગાવાના લક્ષણો જણાવો.
Ø ભાવસપાટીમાં સતત વધારો થાય છે.
Ø અર્થતંત્રનાં બધાં જ ક્ષેત્રોમાં ભાવ વધે છે.
Øનાણાંનું મૂલ્ય (ખરીદશક્તિ) ઘટતું જાય છે.
Ø પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવસપાટી ફુગાવો છે.
v ફુગાવાને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેવી કે,
Ø સરકારે કાયદા દ્વારા, સબસીડી દ્વારા ભાવસપાટી દબાવી રાખી હોય, તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે. જેને દાબેલો ફુગાવો પણ કહે છે.
Øજો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે, અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવવધારો લાગુ પડ્યો હોય તોપણ તે ફુગાવો નથી.
Ø અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યાં હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. આથી આ સ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે.
Ø ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી, અર્થતંત્રનાં બધાં જ ક્ષેત્રોમાં ભાવસપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે.
Q - 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો.
(1)
નાણાંનો અર્થ આપી તેના કર્યો ટુંકમાં સમજાવો.
Ø માર્શલના મતે ‘‘કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સ્થાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય’’
Ø રોબર્ટ્સનના મતે ‘વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે.’ આમ, જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંનાં કાર્યો સમજવા જોઈએ. નાણાંનાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે.
§ નાણાંનાં કાર્યો :
1.
વિનિમયના માધ્યમનું કાર્ય:
નાણાંનું સૌથી અગત્યનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે.
Ø વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે. મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે.
2.
મૂલ્યના સંગ્રાહક તરીકે:
નાણાંની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકેની છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી ? તે પ્રશ્ન હતો, નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે.
Ø અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો.
નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંનાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય.
Ø સંગ્રાહક તરીકે નાણું સફળ હોવાથી જ તે વિલંબિત ચૂકવણીનું ધોરણ પણ બની શક્યું છે. ધિરાણની આખી જ વ્યવસ્થા,
ઉધાર ખરીદ-વેચાણની પદ્ધતિ અને હપ્તા પદ્ધતિના પાયામાં નાણાંનું આ લક્ષણ જ મદદરૂપ થયું છે.
3.
મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય:
નાણું મૂલ્યના માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે. વસ્તુવિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું.એક મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા ? કેટલા મીટર કાપડ ? કેટલા કિલો ઘી, કેટલા જોડ ચંપલ ? વગેરે...
Ø આ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્યની ગણતરી સરળ બને છે. નાણું મૂલ્યનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે માટે નિર્ણયોની પ્રક્રિયા ઝડપથી થાય છે.
(2)
નાણાંના ઉદભવ અને વિકાસ પર ટૂંકનોંધ લખો.
Ø વસ્તુવિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે વસ્તુઓ અને પશુઓનો ઉપયોગ શરૂ થયો હતો. ભારતમાં ગાય ને ધન ના સ્વરૂપે ઉપયોગ કરવાનું શરૂ થયું.
Ø ખેતીપ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતાં અને જરૂર પડે પશુને વેચી અનાજ પાછું મેળવતા. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈ પણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવાં પશુ વિનિમયનું માધ્યમ બનતાં કે મૂલ્યના સંગ્રાહક બનતા.
Ø વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો બન્યો. પશુ પણ બીમાર પડે મૃત્યુ પામે, લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહિ અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા અગવડતા ભર્યું બન્યું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાઈ. એટલે પછી કીમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું, પણ તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો.
Ø લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગીકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્રિય સત્તાના પીઠબળથી બહાર પાડવામાં આવનાર નાણાંને સર્વમાન્ય સ્વીકૃતી મળી અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા મેળવી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેંકિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી તથા સરળ બનાવ્યું.
Ø માહિતી પરથી આપણે નાના ઉદ્ભવ અને વિકાસની પરંપરા સમજી શકીએ છીએ.
(3)
“ખૂબ વધુ નાણુ ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફૂગાવો સર્જાય છે.”-
વિધાન સમજાવો.
Ø ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજ વસ્તુઓ અને સેવાની કિંમતમાં સતત વધારો.
Ø હવે વસ્તુ કે સેવા ની કિંમત નક્કી કરનારા પરિબળો છે. માંગ અને પુરવઠો.
Ø નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને માંગમાં વધારો કરે છે.
Ø જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી વધારો થાય છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનાં પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય.
Ø માટે જ મેકલપ કહે છે કે, "ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે."
Ø આ સમગ્ર બાબત પરથી કહી શકાય કે ખુબજ ઓછું નાણુ ઓછી વસ્તુઓ પકડવા દોડે ત્યારે ફૂગાવો સર્જાય છે.
Q - 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો.
(1) સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો.
Ø વસ્તવિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા.
Ø પ્રાચીન સમયમાં માણસે પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા કે સાટાપ્રથા કહેવામાં આવે છે.
Ø માનવી અમર્યાદિત જરૂરિયાત ધરાવે છે. વળી, બધી જ જરૂરિયાત તે જાતે પૂરી કરી શકતો નથી. માટે પરસ્પરના વિનિમય દ્વારા, વસ્તુઓ તથા સેવાઓની આપ-લે દ્વારા તે વધુમાં વધુ જરૂરિયાતો સંતોષવાનો અને મહત્તમ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે.
Ø આધુનિક આર્થિક જગતમાં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાને છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંની જરૂર પડે છે. નાણું વિનિમયનું માધ્યમ છે. સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. ભવિષ્યમાં ઉદ્ભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણાંને બચાવે છે.
Ø સાટાપ્રથાની મર્યાદાઓ:
1.
જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી :
આર્થિક-સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે હતું તે હવે ન રહ્યું.
કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી.
તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહિ પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ, વસ્તુવિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા.
2.
મૂલ્યના સંગ્રહની મુશ્કેલી :
વસ્તુવિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુશ્કેલીનો સામનો કરવો પડતો. અહીંયાં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય.
Ø ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ કે કાપડ મેળવે
પણ દિન-પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા. વધેલા ઘઉં સાચવવા
કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ, કાપડ, ચોખા મેળવી શકાય. પણ ઘઉં લાંબો
સમય સાચવવા કેવી રીતે ?
Ø મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં
તત્કાળ વસ્તુ કે સેવા મેળવી લેવી પડતી. બાકી આ ઉત્પાદનો કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્ય સાચવવું ખૂબ અઘરું
થઈ પડ્યું.
Ø
3.
મૂલ્ય માપનની મુશ્કેલી :
શ્રમ-વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય-દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ હતો. એક મણ ઘઉં બરાબર બે મણ ચોખા, એક મણ ઘઉં બરાબર દસ મીટર કાપડ, એક મણ ઘઉં બરાબર કિલો ઘી તો કિલો થી બરાબર કેટલું કાપડ ? અને કેટલા ચોખા ? આ નક્કી કરવું અને તે મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો, માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો.
Ø આમ, જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે, મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુવિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ.
Ø ઉપયુક્ત માહિતી અને વિગતોને આધારે આપણે સાટાપ્રથાનો અર્થ અને મર્યાદા સમજી શકાય છે.
(2)
ફુગાવાનો અર્થ આપી,
તેના કારણો ચર્ચો.
Ø સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો.
Ø ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવ વધારાને ફુગાવો માને છે પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ આપવાનો પ્રયત્ન થયો છે.
Ø ડો.એ.પી.લર્નર ના મતે... વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે.
Ø ડો.એ સી પિગુ. ના મતે... વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.
1. માંગમાં વધારો : વસ્તુની માંગમાં વધારો થવાનાં કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે. જો વસ્તુની માંગ વધે ત્યારે વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તોપણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તોવસ્તુની કિંમતમાં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માગ પ્રેરિત ફુગાવો કહે છે. વસ્તુની માંગમાં વધારો થવાનાં કારણો નીચે મુજબ છે.
(i) નાણાંના પુરવઠામાં વધારો :
નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે દેશમાં નાણાંનો પુરવઠો વધવાથી લોકોની નાણાકીય આવકો વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે.
જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે. નાણાં આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓનાં પ્રમાણ કરતાં નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો સર્જાય. માટે જ મૈકલપ કહે છે કે, “ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.
(ii) સરકારના જાહેર ખર્ચમાં વધારો : ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયામાં જોડાય છે. આંતર મૂડી માળખાનું સર્જન પાયાની જરૂરિયાતો પૂરી પાડવી કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે. લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થતા ભાવ વધારો સર્જાય છે. જો સરકાર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદન કરતા વધારે મોટા પ્રમાણમાં નાણા-પુરવઠો અર્થતંત્રમાં મૂકે. જાહેર ખર્ચ કરે તો ફુગાવો વધારે વેગ પકડે છે.
(iii) વસ્તીવધારો :
ભારતમાં સરેરાશ 2 ટકાના દરે વધતી વસ્તીએ માંગવૃદ્ધિનું દબાણ ઊભું કર્યું છે. સતત વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓની માંગમાં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ શકે ત્યારે ભાવસપાટીમાં વધારો થાય છે. વસ્તી સ્થિર હોય પણ તેની આવકોમાં વધારો થાય તોપણ તેમની માંગમાં વધારો થાય છે.
Ø આમ, નાણા-પુરવઠાના વધારાને કારણે આવકોમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે.
2. ખર્ચમાં વધારો : કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠાલક્ષી અર્થશાસ્ત્રના સમર્થકો માને છે કે ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તોપણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે.
કાચા માલની કિંમતોમાં, યંત્રોમાં, વીજળી, પાણીના દરોમાં શ્રમિકોના વેતનમાં, વાહનવ્યવહાર ખર્ચમાં વધારો થવાના કારણે વસ્તુ કે સેવાની કિંમતોમાં વધારો થાય છે. ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને ખર્ચપ્રેરિત ફુગાવો પણ કહે છે.
3. અન્ય કારણો : ફુગાવાના મૂળમાં તો બે જ કારણો છે : (1) માંગમાં વધારો (2) ખર્ચમાં વધારો. પણ વ્યવહારમાં ભાવસપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જોકે અન્ય પરિબળો ટૂંકા ગાળાના હોય છે. પણ તે ભાવવધારાને તીવ્ર બનાવે છે. દા.ત., વિદેશી આયાત પર ચાલતા ઉદ્યોગો. આયાતવેરામાં વધારો થાય, આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય તોપણ ભાવમાં વધારો થાય. મૂળભૂત રીતે તો માંગમાં અને ઉત્પાદન-ખર્ચમાં જ વધારો થતો હોય છે પણ તેને અસર કરનારાં આ અન્ય પરિબળો સમજવા જરૂરી છે.
(અ) કરવેરાનીતિ :
સરકારની કરવેરાનીતિ ખાસ તો ઊંચા દરે વધતા વેરા વસ્તુના ઉત્પાદન-ખર્ચમાં અને કિંમતમાં વધારો કરે છે માટે ઊંચા કરવેરાના દર ફુગાવા માટે જવાબદાર બની શકે.
(બ) આયાતી વસ્તુની કિંમતમાં વધારો :
ભારતમાં જરૂરી પેટ્રોલિયમ પેદાશના 70% જેટલો પુરવઠો આયાત છે. જો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઑઇલના ભાવ વધે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધે છે અને પેટ્રોલ-ડીઝલ એ એવી વસ્તુ છે કે તેના ભાવ વધતા અન્ય અનેક ચીજવસ્તુના ભાવ વધે છે.
.jpeg)