Std 12 Economics Ch 4 Swadhyay Solution | dhoran 12 arthshastra path 4 swadhyay

 

Std 12 Economics Ch 4 Swadhyay Solution | dhoran 12 arthshastra path 4 swadhyay

Q - 1. નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો :

 

(1) સંસ્કૃત ભાષા પ્રમાણે બેન્ક શબ્દનો અર્થ શું થાય?

(A) નાણાંનો પુરવઠો

(B)  મૂડીનો જથ્થો

(C) મૂડીરોકાણ

(D) વ્યવસાય

 

(2) ભારતમાં વેપારી બેન્કમાં મોટે ભાગે કેટલા પ્રકારની થાપણો હોય છે?

(A) 2

(B) 6

(C) 10

(D)  3

 

(3) ટૂંકા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે?

(A)  1 વર્ષ સુધીનું

(B) 1 થી 3 વર્ષ સુધીનું

(C) 1 થી 5 વર્ષ સુધીનું

(D) 5 થી 15 વર્ષ સુધીનું

 

(4) મધ્યસ્થ બેન્ક એટલે શું?

(A) ખાનગી બેન્ક

(B)  દેશની સર્વોચ્ચ બૅન્ક

(C) સહકારી બેન્ક

(D) વિદેશી બેન્ક

 

(5) RBI અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય?

(A) રેપો રેટ

(B) બેન્ક રેટ

(C) રીવર્સ રેપો રેટ

(D) ખુલ્લા બજારનો દર

 

 

Q - 2. નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ આપો :

 

(1) બેન્કનો અર્થ આપો.

જવાબ :- માંગવામાં આવે એટલે નાણા પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને બેન્ક કહે છે.

 

(2) વેપારી બેન્કનો અર્થ આપો.

જવાબ :- વેપારી બેન્ક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે. એટલે કે રોકાણ વધારવા, થાપણો સ્વીકારવી અને જરૂર પડતાં પરત કરવી.

 

(3) મધ્યસ્થ બેન્કનો અર્થ આપો.

જવાબ :- આર. પી. કેન્ટના મતે મધ્યસ્થ બેન્ક એટલે એવી સંસ્થા કે જેને દેશના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાના જથ્થાના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય.

 

(4) નાણાકીય નીતિનો અર્થ આપો.

જવાબ :- દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ઘ્યાનમાં રાખીને, પ્રજાનુંહિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ય બેન્ક દ્વારા નાણાંનો પૂરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ.

 

(5) નાણાકીય નીતિમાં પરિણાત્મક સાધનો એટલે શું?

જવાબ :- નાણાકીય નીતિના જે સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે તેવા સાધનોને પરિણાત્મક સાધનો કહે છે.

 

(6) નાણાકીય નીતિમાં ગુણાત્મક સાધનો એટલે શું?

જવાબ :- જે સાધનો અર્થતંત્રના બધા ક્ષેત્રોને એકસરખા અસર પહોંચાડતા નથી તેવા સાધનોને ગુણાત્મક સાધનો કહે છે.

 

Q - 3. નીચેના પ્રશ્નોના ટુંકમાં જવાબ આપો :

 

(1) બેન્ક શબ્દ નો ઉદ્દભવ શી રીતે થયો?

Ø અંગ્રેજીમાં બેન્ક શબ્દનો અર્થ જથ્થો કે સમુહ થાય છે.

Ø સંસ્કૃત ભાષામાં બેન્કને મળતો શબ્દભાંડછે. જેનો અર્થ મૂડીનો જથ્થો એમ થઈ શકે છે અને શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે.

Ø અંગ્રેજીમાં બેન્ક શબ્દ ફ્રાંસ અને ઇટાલીના શબ્દો ‘Banca’ અને ‘Banque’  પરથી ઉતરી આવ્યો છે.

Ø યુરોપમાં પ્રાચીન સમયમાં શરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડદેવડ અને જુદાજુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા.

Ø આમ, પાટલી પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આમ બેન્ક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગ થવા લાગ્યો. આમ કહી શકાય કે બેન્ક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે.

Ø વિશ્વની સૌપ્રથમ બેન્ક તરીકે સ્પેઇનમાં 1401માં સ્થપાયેલીબેન્ક ઓફ બાર્સિલોનાગણાય છે.

Ø જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું કાર્ય ફકત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ પૂરતું મર્યાદિત રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે તેમજ ભવિષ્યના સોદાઓની ચૂકવણી કે વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃત બન્યું.

Ø નાણાંના કાર્યો વધતાં નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન ઊભો થયો. ટૂંકમાં નાણાં આધારિત અર્થ વ્યવસ્થામાં નાણાંની સાચવણી, તેની હેરફેર અને તેના મૂલ્યની જાળવણી માટે કોઇ સંસ્થાની જરૂર પડી જે કાર્ય બેન્ક દ્રારા થતું જોવા મળે છે.

 

(2) વેપારી બેંકના ખાતાઓ વિશે સમજાવો.

Ø પ્રજા પાસે રહેલી બચતોને બેન્ક સ્વીકારે છે. અને તેને થાપણના સ્વરૂપે સાચવે છે. વળી, પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે.

Ø બીજા શબ્દોમાં કહીએ તો થાપણોના સ્વરૂપે પ્રજા બેન્કને ધિરાણ આપે છે. જેના બદલામાં બેન્ક્ વ્યાજ ચૂકવે છે.

Ø થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે :

 

1. ચાલુ ખાતાની થાપણો :

Ø ખાતું ધંધા, પેઢી કે વ્યક્તિના નામે ખોલવવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે.

Ø ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ શકે છે.

Ø ખાતેદારને ચેકબુકને મળે છે. પરંતુ વ્યાજ મળતું નથી. ઉપરથી બેન્ક તેમની પાસે અમુક પ્રકારનો સર્વિસ ચાર્જ વસૂલ કરે છે.

Ø ખાતામાં જમા રકમ કરતાં અતિરિક્ત ઉપાડ પણ ધંધા માટે કાયદા મુજબ કરી શકાય છે.

 

2. બચત ખાતાની થાપણો :

Ø ખાતામાં વ્યક્તિઓ પોતાની ટૂંકાગાળા માટેની બચતો રાખે છે.

Ø જ્યારે પૈસા પાછા જોઈએ ત્યારે ચેકબુક દ્રારા ઉપાડી શકે છે. વળી, આવી થાપણો પર તેમને વ્યાજ પણ મળે છે.

Ø આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ વગેરેથી પણ બચત ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. ખાતાંમાંથી ઉપાડ અંગેના કાયદા દરેક બેન્કે નિર્ધારિત કરેલા હોય છે.

 

3. મુદ્દતી થાપણો (ફિક્સ ડિપોઝીટ) :

Ø થાપણો ચોક્કસ મુદ્દત માટે મુકવામાં આવે છે.

Ø થાપણો પર બેન્ક સૌથી વધુ વ્યાજ ચૂકવે છે.

Ø જ્યારે લાંબાગાળા માટે વ્યક્તિ બચત કરવા ઇચ્છતી હોય ત્યારે આવી થાપણો રાખે છે. અને જરૂર પડે અતિરિક્ત ઉપાડની સલવત મેળવી શકે છે.

 

(3)  નાણાંકીય નીતિના ગુણાત્મક સાધનો પર નોધ લખો.

Ø સામાન્ય સાધનોથી જુદા અને તે ઉપરાંત RBI કેટલાંક ચોક્કસ ક્ષેત્રોના વિકાસ માટે અથવા અલગ અલગ ક્ષેત્રોને નિર્ધારિત અસર પહોંચાડવા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરે છે.

Ø ગુણાત્મક સાધનો એટલે જરૂરી ક્ષેત્રો માટે તર્કપૂર્વક વપરાતાં સાધનો. સાધનો બધાં ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડવા માટે હોતાં નથી.

(1) સલામતીની જરૂરિયાત : સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બૅન્કો ધિરાણ આપે ત્યારે ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બૅન્કે રાખવી પડે છે. આથી બૅન્કો ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી બાંહેધરી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બૅન્કની શરતો મુજબ ધિરાણની રકમ પાછી ચૂકવે તો બૅન્ક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે.

પરંતુ દેશના દરેક વર્ગને બૅન્કનું ધિરાણ મળે તથા ખેતી જેવાં ક્ષેત્રોનો સરખો વિકાસ થાય તે માટે

 

(2) માર્જિનની જરૂરિયાત : સલામતીબાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા જેટલી રકમનું ધિરાણ એકમને/વ્યક્તિને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન (margin) કહે છે. RBI જુદા-જુદા વર્ગો માટે જુદા-જુદા માર્જિન રાખવાની ભલામણ કરે છે.

 

(3) ધિરાણની ટોચમર્યાદા : કોઈ પણ એક વ્યક્તિને કે એકમને માટે ધિરાણની ટોચમર્યાદા RBI નક્કી કરે છે.

 

(4) ભેદભાવયુક્ત/ભેદપારખું વ્યાજના દર : અલગ-અલગ પ્રકારના ધિરાણ માટે અલગ-અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ RBI સૂચવે છે. જેને ભેદપારખું ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ કહે છે. દા.., એક ગરીબ ખેડૂતને ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ નીચા દરે ધિરાણ આપવામાં આવે છે, તો પૈસાદાર વ્યક્તિઓને ઘર કે કાર ખરીદવા માટે ખૂબ ઊંચા દરે ધિરાણ મળે છે.

 


(4) મધ્યસ્થ બેંકના કાર્યો ટુંક માં સમજાવો.

Ø ભારતની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નામે ઓળખાય છે.

Ø 1934ના રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ધારા મુજબ RBIની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી. 5 કરોડના ખાનગી મૂડીરોકાણથી RBI સ્થપાઈ હતી. જાન્યુઆરી 1, 1949માં RBI નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.RBI દેશની સર્વોચ્ચ બૅન્ક (Apex Bank) છે જે સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રની કામગીરી પર ધ્યાન રાખે છે, તેનું નિયંત્રણ કરે છે અને સાથે-સાથે ભારતની નાણાકીય નીતિ ઘડે છે.

v RBI ના નાણાકીય કાર્યો :-

Ø ચલણ બહાર પાડવાનું કાર્ય.

Ø સરકાર ની બેંક તરીકેનું કાર્ય.

Ø બેંકોની બેંક અને બેંકોના સહાયક તરીકે નું કાર્ય

Ø શાખ નિયમનની કામગીરી

Ø વિદેશી હૂંડિયામણની જાળવણીની કામગીરી

Ø RBI ના બિન નાણાકીય કાર્યો.

Ø નિયમન અને દેખરેખ ની કામગીરી

Ø પ્રોત્સાહક કાર્યો

Ø સમાવેશી વિકાસ માટેના કાર્યો.

 

Q - 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો :

 

(1) વેપારી બેન્ક અને મધ્યસ્થ બેંક વચ્ચેનો તફાવત જણાવો.

 

વ્યાપારી બેન્ક

મધ્યસ્થ બેન્ક

1.       વેપારી બૅન્કો લોકોની થાપણો સ્વીકારે છે અને લોકોને વ્યાજે નાણાં ધીરે છે.

1.       મધ્યસ્થ બૅન્ક વેપારી ધોરણે લોકોની થાપણો સ્વીકારવાનું કે ધીરધાર કરવાનું કાર્ય કરતી નથી.

2.     વેપારી બૅન્કોની પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે.

2.     મધ્યસ્થ બૅન્ક નફો કરવાના આશયથી નહિ, પરંતુ દેશની આર્થિક સ્થિરતા જાળવવાનો ઉદ્દેશ છે.

3.      વેપારી બૅન્કો લોકો માટેની બૅન્કો છે.

3.      મધ્યસ્થ બૅન્કબૅન્કોની બૅન્કઅનેસરકારની બૅન્ક' છે.

4.     વેપારી બૅન્કો ખાનગી માલિકીની હોય છે.

4.     મધ્યસ્થ બૅન્ક ઘણુંખરું રાજ્યની માલિકીની હોય છે

5.     વેપારી બૅન્કોની વિદેશોમાં શાખાઓ હોઈ શકે છે.

5.     મધ્યસ્થ બૅન્કની વિદેશોમાં શાખાઓ હોઈ શકે નહિ.

 

 ((તફાવત જોવા માટે મોબાઇલની સ્ક્રીન રોટેટ કરવી))

 

(2) વેપારી બેંકના મુખ્ય અને ગૌણ કાર્ય ની યાદી આપે દરેક કાર્યને એક વાક્યમાં સમજાવો.

§  વેપારી બૅન્કનાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે :

Ø થાપણો સ્વીકારવી : પ્રજા થાપણોના સ્વરૂપે બૅન્કને ધિરાણ આપે છે, જેના બદલામાં બૅન્ક વ્યાજ ચૂકવે છે.

Ø ધિરાણની સવલતો પૂરી પાડવી : ધિરાણના હેતુના સંદર્ભમાં ધિરાણ ખાનગી હેતુ માટે, ખેતી કે ધંધાકીય હેતુ માટે કુદરતી આપત્તિ માટે કે કટોકટીના સમય માટે ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળા માટેનું હોઈ શકે.

Ø ચુકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવી : બૅન્ક ગ્રાહકોને ચેક, ડ્રાફ્ટ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM, ઇન્ટરનેટ બૅન્કિંગ વગેરે સુવિધાઓ દ્વારા નાણાંની ચુકવણી અને ઉપાડની સગવડ આપે છે.

Ø શાખસર્જનનું કાર્ય કરે છે : બૅન્ક પોતાની પ્રાથમિક થાપણોમાંથી કાયદેસરનું રોકડ અનામતનું પ્રમાણ જાળવી ગ્રાહકોને ધિરાણ આપી અનેક થાપણીનું સર્જન કરે છે.

Ø આંતર બેન્કિંગ વ્યવહારો કરવા: મધ્યસ્થ બેંક દ્વારા એક બીજી બેંકની ટૂંકા કે લાંબા ગાળા માટે ત્રણ પૂરું પાડે છે.

 

§  વેપારી બેન્કના ગૌણ કાર્યો નીચે મુજબ છે :

Ø ગ્રાહકોના એજન્ટ તરીકે કામ કરે છે : નાખો વતી વીમાના પ્રીમિયમ વીજળી બિલ ટેલિફોન બિલ વગેરેની ચુકવણીની સુવિધા આપે છે

Ø ગ્રાહકોને ઉપયોગી સેવાઓ પૂરી પાડે છે : બૅન્કો મહત્ત્વના દસ્તાવેજો, કિંમતી વસ્તુઓ, દાગીના વગેરેની સાચવણી માટે સેફ ડિપૉઝિટ વૉલ્ટની સુવિધા આપે છે. તેમજ ચુકવણીની વિશ્વસનીયતા માટે બૅન્ક ડ્રાફ્ટ કે પે-ઑર્ડરની સુવિધા પૂરી પાડે છે.

Ø આધુનિક સેવાઓ પૂરી પાડે છે : એક બૅન્કના ખાતામાંથી કોઈ બીજી બૅન્કના ખાતામાં ઝડપથી નાણાંની ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સફર માટે NEFT, RTGS, ઇન્ટરનેટ બૅન્કિંગ, મોબાઇલ ફોન બૅન્કિંગ વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડે છે. DEMAT ખાતાની સગવડ દ્વારા શૅર-સ્ટૉક વગેરે e-સ્વરૂપે સાચવી શકાય છે.

 

(3) બેન્કના પરિમાણાત્મક અને ગુણાત્મક સાધનોની યાદી આપી દરેકને એક વાક્યમાં સમજાવો.

§  મધ્યસ્થ બૅન્કનાં પરિમાણાત્મક કાર્યો નીચે મુજબ છેઃ

Ø ચલણ બહાર પાડવાનું કાર્ય કરે છે : રૂ 2 કે તેથી વધુ મૂલ્યની નોટો છાપે છે અને ચલણી સિક્કાઓની વહેંચણીની જવાબદારી નિભાવે છે.

Ø સરકારની બૅન્ક તરીકે કાર્ય કરે છે : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની બૅન્કોના નાણાકીય એજન્ટ અને નાણાકીય સલાહકાર તરીકે મધ્યસ્થ બૅન્ક ફરજ બજાવે છે.

Ø બૅન્કોની બૅન્ક તરીકે કાર્ય કરે છે : મધ્યસ્થ બૅન્ક બૅન્કોની બૅન્ક તરીકે બૅન્કોની સ્થાપના, તેમની શાખાઓના વિસ્તાર, તેમની ધિરાણનીતિ, વ્યાજના દર વગેરે બાબતોનું નિયમન કરે છે.

Ø બૅન્કોના અંતિમ સહાયક તરીકે કાર્ય કરે છે : કટોકટીના સમયે દેશમાંની બધી વેપારી બૅન્કો માટે મધ્યસ્થ બૅન્ક અંતિમ સહાયક કેસંકટ સમયની સાંકળ' (Lender of the last resort) બની રહે છે.

Ø શાખનિયમનનું કાર્ય કરે છે: અર્થતંત્રમાં સ્થિરતા આવે અને અર્થતંત્રનો વિકાસ થાય તે મુજબ મધ્યસ્થ બૅન્ક વેપારી બૅન્કોની શાખસર્જનની પ્રવૃત્તિનું નિયમન કરે છે.

Ø વિદેશી હૂંડિયામણની જાળવણી કરે છે : મધ્યસ્થ બૅન્ક ભારતના - ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જળવાઈ રહે તેની કામગીરી કરે છે.

 

§  મધ્યસ્થ બૅન્કનાં ગુણાત્મક કાર્યો નીચે મુજબ છે...

Ø નિયમન અને દેખરેખની કામગીરી કરે છે : ભારતના સમગ્ર મૂડીબજાર અને નાણાબજારનાં કાર્યોનું નિયમન કરે છે અને તેની દેખરેખ રાખે છે.

Ø પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે : મધ્યસ્થ બૅન્ક લોકોમાં ! બૅન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવાના પ્રયત્નો કરે છે અને ગ્રામીણ બૅન્કો તેમજ સહકારી બૅન્કોને પ્રોત્સાહન આપે છે.

Ø સમાવેશી વિકાસ માટેનાં કાર્ય કરે છે : આર્થિક પરિવર્તનોનો લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તેવા સતત પ્રયત્નો મધ્યસ્થ બૅન્ક કરે છે. ઉપરાંત અગ્રીમતા ધરાવતા ક્ષેત્રો માટે ખસ ધિરાણ વ્યવસ્થા ઊભી કરે છે.

 

 


Q - 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :

 

 

(1) વેપારી બેંકનો અર્થ આપી તેના કાર્ય સમજાવો.

Ø ભારતમાં 1949ની બૅન્કિંગ કંપનીધારા મુજબ, વેપારી બૅન્ક એટલે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે જે ગ્રાહકને જરૂર પડે ત્યારે પાછી મળે અને જેમાંથી ચેક, ડ્રાફટ, પે-ઑર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે.

Ø વેપારી બૅન્ક ધંધાદારી એકમ છે અને નફા માટે કાર્ય કરે છે.

 

§  વેપારી બૅન્કો અનેક કાર્યો કરે છે, જે નીચે મુજબનાં હોય છે :

 

(A) વેપારી બૅન્કનાં મુખ્ય કાર્યો :

Ø બૅન્ક જ્યારે પોતાની પ્રાથમિક થાપણમાંથી ધિરાણ આપે ત્યારે ધિરાણનો ચેક વટાવવા માટે ધિરાણ લેનાર વ્યક્તિના નામનું ખાતું તે બૅન્કમાં કે તેની બીજી શાખામાં ખૂલે છે.

Ø ચેક જમા થતા નવા ખાતામાં તેટલા રૂપિયા જમા થાય છે. વ્યુત્પન્ન થાપણમાંથી તે પ્રમાણે ત્રીજી વ્યક્તિને ધિરાણ મળે છે, નવું ખાતુ ખૂલે છે અને નવી જમા રકમ નોંધાય છે.

Ø આમ, એક થાપણમાંથી અનેક થાપણો સર્જાય છે. બીજી બાજું દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા થયેલાં ધિરાણનાં નાણાંનો ઉપાડ કરી વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે.

Ø આંતર બૅન્કિંગ વ્યવહારો કરવા : એક બૅન્ક બીજી બૅન્કને ટૂંકા કે લાંબા સમય માટે ધિરાણ પૂરું પાડતી હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ એક બૅન્ક બીજી બૅન્કને મધ્યસ્થ બૅન્ક દ્વારા આપે છે અને આને call money કહેવાય છે. તેની ઉપર લેવાતા વ્યાજના દરને call money rate કહેવાય છે.

 

(B) વેપારી બૅન્કનાં ગૌણ કાર્યો :

(1) થાપણો સ્વીકારવી : પ્રજા પાસે રહેલી બચતોને બૅન્ક સ્વીકારે છે અને તેને થાપણના સ્વરૂપે સામ છે. વળી, પ્રજાની બચતો પોતાની પાસે રાખે એટલે તેમને વ્યાજ ચૂકવે છે. બીજા શબ્દોમાં કહીએ થાપણોના સ્વરૂપે પ્રજા બૅન્કને ધિરાણ આપે છે જેના બદલામાં બૅન્ક વ્યાજ ચૂકવે છે.

Ø થાપણો મુખ્યત્વે ત્રણ પ્રકારની હોય છે :

(i) ચાલુ ખાતાની થાપણો (ii) ખાતાની થાપણો (iii) મુદતી થાપણો (ફિક્સ ડિપૉઝિટ) :

 

(2) ધિરાણની સવલતો પૂરી પાડવી : અર્થતંત્રમાં ધંધા માટે કે અન્ય કારણો માટે રોકાણકર્તાઓને, વ્યક્તિઓને, ખેડૂતોને તથા અન્ય વર્ગના લોકોને નાણાંની જરૂર પડે ત્યારે તેઓ બૅન્કો પાસે ધિરાણ લે છે. બૅન્ક કે વ્યાજ લઈને વિવિધ પ્રકારનું ધિરાણ પૂરું પાડે છે. સમયના સંદર્ભમાં ધિરાણ ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું કે લાંબા ગાળાનું હોઈ શકે.

 

(3) ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી : બૅન્ક ગ્રાહકોને સરળતાથી નાણાંની ચૂકવણી અને ઉપાડની સવલત વિવિધ રીતે પૂરી પાડે છે, જેમાં ચૂક, ઉપાડ ચિઠ્ઠી, ડ્રાફ્ટ, પે-ઑર્ડર, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ATM (ઑટોમેટિક ટેલર મશીન), ઇન્ટરનેટ બેન્કિંગ વગેરે સુવિધાઓનો સમાવેશ થાય છે.

 

(4) શાખસર્જનની કામગીરી : નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તે માટે બૅન્કો શાખસર્જનનું કાર્ય કરે છે. શાખસર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી (થાપણોમાંથી) નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જ્યારે શાખસર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે અને જ્યારે શાખસર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે.

 

(2) મધ્યસ્થ બેંક નો અર્થ આપી તેના કાર્યો સમજાવો.

Ø દુનિયાના દરેક દેશમાં એક મધ્યસ્થ બૅન્ક હોય છે, જે દેશની તમામ બૅન્કોની કામગીરીનું સંચાલન, મૂલ્યાંકન અને અંકુશની કામગીરી બજાવે છે. ઉપરાંત મધ્યસ્થ બૅન્ક ગ્રાહકોના તથા પ્રજાના હક અને હિતની જાળવણી કરવાની કામગીરી પણ બજાવે છે.

Ø ભારતની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નામે ઓળખાય છે.

Ø 1934ના રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયાના ધારા મુજબ RBIની સ્થાપના એપ્રિલ 1, 1935માં થઈ હતી.

Ø

§  રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં કાર્યો : ભારતની સર્વોચ્ચ બૅન્ક તરીકે RBI નીચેનાં કાર્યો કરે છે ::-

 

(A) RBI ની નાણાકીય જવાબદારીઓ/RBI નાં નાણાકીય કાર્યો :

(1) ચલણ બહાર પાડવાનું કાર્ય : RS. 2 અને 2 થી વધુ રકમની નોટો છાપવાની અને બજારમાં મૂકવાની ફરજ RBI બજાવે છે. જ્યારે ચલણી સિક્કાઓ અને 1 ર્ ની કાગદી નોટ ભારત સરકારના નાણાં ખાતા દ્વારા બહાર પાડવામાં આવે છે. પરંતુ સરકારના એજન્ટ તરીકે RBI તેમની વહેંચણી કરવાની જવાબદારી નિભાવે છે.

(2) સરકારની બૅન્કર તરીકેનું કાર્ય : RBI કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બૅન્ક, તેમના નાણાકીય એજન્ટ તથા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એજન્ટ તરીકે સરકારના બૉન્ડ, સરકારન ખાતાઓ, ચલણી સિક્કાઓ, એક રૂપિયાની નોટ વગેરેનો વહીવટ કરે છે તથા સરકારને ધિરાણ પણ આપે છે.

 

(3) બૅન્કોની બૅન્ક અને બૅન્કોના અંતિમ સહાયક તરીકેનું કાર્ય : RBI ભારતની બધી શિડ્યુલ બૅન્કોની બૅન્ક તથા નિયમનકાર છે. તે બૅન્કોની રોકડ અનામતનું સંચાલન કરે છે. વેપારી બૅન્કોની ધિરાણ અંગેની નીતિની દિશા નક્કી કરે છે અને વ્યાજના દર પણ આદેશિત કરે છે. કોઈ પણ શિડ્યુલ્ડ બૅન્કની નાણાકીય કટોકટીના સમયે તે અંતિમ સહાયક તરીકેની જવાબદારી નિભાવે છે.

 

(4) શાખ નિયમનની કામગીરી : નાણાકીય નીતિનાં વિવિધ સાધનોની મદદ વડે RBI વેપારી બૅ શાખસર્જનની પ્રવૃત્તિ તથા નાણાંના પુરવઠાનું નિયમન કરે છે.

(5) વિદેશી હૂંડિયામણની જાળવણીનું કાર્ય : જ્યારે હૂંડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખળ આવે ત્યારે RBI હૂંડિયામણનો દર નક્કી કરે છે. જ્યારે વિદેશી હૂંડિયામણનો દર બજારમાં તેની માંગ પુરવઠાના આધારે નક્કી થતો હોય ત્યારે RBI બજારમાં વિદેશી હૂંડિયામણની ખરીદી કે વેચાણ કરીને વિદેશી હૂંડિયામશની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. આમ, RBI ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશોના ચલણની સામે જાળવવાની કામગીરી બજાવે છે.

Ø RBI ભારતના વિદેશી હૂંડિયામણના જથ્થાની સાચવણી કરે છે તેમજ ભારતમાં આવતી વિદેશી મૂડી કે ભારતની બહાર જતી વિદેશી મૂડી પર ધ્યાન રાખે છે.

 

(B) RBI નાં બિનનાણાકીય કાર્યો :

(1) નિયમન અને દેખરેખની કામગીરી : RBI ભારતનાં સમગ્ર મૂડીબજાર અને નાણાબજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે, જેમાં વેપારી બૅન્કોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બૅન્કો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બૅન્કોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન રાખે છે.

 

(2) પ્રોત્સાહન કાર્યો : આપણા દેશમાં આજે પણ અનેક લોકોએ બૅન્કનાં ખાતાં ખોલાવ્યાં નથી. ઘણા લોકો તેમની ધિરાણ માટેની જરૂરિયાતો માટે અસંગઠિત નાણાબજાર પર આધારિત છે. ધંધાની ચૂકવણીઓ ચેકના બદલે કૅશ દ્વારા કરે છે જેથી વિનિમયની ખરી નોંધ થઈ શકતી નથી અને તેથી નાણાંનું મૂલ્ય તેમજ રાષ્ટ્રીય આવક સાચા પ્રમાણમાં જાણવાની મુશ્કેલીઓ થાય છે. આથી RBI લોકોમાં અંગેની જાગૃતતા લાવવા માટે પ્રયત્નો કરે છે. ગામડાઓમાં બૅન્કોની વધુ શાખાઓ ખોલાય તેવા પ્રયત્નો કરે છે. વધુ લોકો સંગઠિત નાણાબજારમાં આવે તે માટે પણ સતત પ્રયાસો કરે છે. વળી, લોકોના હિત માટે સહકારી બૅન્કોને પણ પ્રોત્સાહન આપે છે.

 

(3) સમાવેશી વિકાસ માટેનાં કાર્યો : ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ-શહેરી ભિન્નતા વધુ હોવાના કારણે જ્યારે નાણાકીય અથવા તો આર્થિક પરિવર્તનો આવે ત્યારે દરેક વર્ગના લોકો અને અમોને આવાં પરિવર્તનોનો લાભ મળવો જરૂરી છે. RBI માટે બૅન્કિંગ ક્ષેત્રે સતત પ્રયાસો કરતી રહી છે. ધિરાણ માટેની અગ્રિમતા ધરાવતાં ક્ષેત્રો જેવાં કે ખેતી, નાના કદના ઉદ્યોગો, સ્વરોજગારી તેમજ પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે ખાસ ધિરાણ-વ્યવસ્થા ઊભી કરે છે. લોકોમાં બૅન્કિંગ અને નાણાં-વ્યવસ્થા વિશેની જાણકારી અને જાગૃતતા વધે તે માટેનો પ્રચાર કરે છે.

Ø હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન RBI કરે છે.

Ø વળી, બૅન્કોના ગ્રાહકોના હિત અને હકની જાળવણી પણ કરે છે.

Ø સરકારી પ્રવૃત્તિઓના સુધારાઓ તથા સંશોધનને વેગ આપવા માટે RBI દરેક પ્રકારના નાણાકીય આંકડાઓ તથા નિષ્ણાતોના લેખો પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે, જે દરેક વ્યક્તિને વિના મૂલ્યે પ્રાપ્ત થઈ.

 

(3)  નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધનો સવિસ્તાર સમજાવો.

Ø પરિમાણાત્મક સાધનો સમગ્ર અર્થતંત્ર પર એકસરખી અસર પહોંચાડે છે. માટે સાધનોને સામાન્ય સાધનો કહેવાય છે.

(1) બૅન્ક રેંટ : જ્યારે વેપારી બૅન્કો નાણાંની અછત અનુભવે ત્યારે RBI પાસે નાણાં ઉધાર લે છે. RBI : વેપારી બૅન્કોને લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે આપે તેને બેન્ક રેટ કહેવાય. જ્યારે RBI બૅન્ક રેટ વધારે ત્યારે વેપારી બૅન્કોને પિરાણ લેવાનું મોંઘું પડતા તેઓ સામે પ્રજાને ઊંચા વ્યાજના દરે ધિરાણ આપે છે. વ્યાજનો દર વધતાં પ્રજા ઓછું પિરાણ લે છે અને આમ નાણાંનો પુરવઠો ઘટે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવો હોય ત્યારે RBI બૅન્ક રેટ વધારી નાણાંનો પુરવઠો ઘટાડે છે જેથી ફુગાવો ઓછો થાય. મંદી હોય ત્યારે તેથી ઊલટું કરવામાં આવે છે,ફુગાવો સર્જાય છે અને એથી ઊલટું હોય તો મંદી સર્જાય છે. બૅન્ક રેટ ખૂબ નીચો રાખવાની નીતિને સસ્તા નાણાંની નીતિ કહેવાય છે અને બેન્ક રૅટ ખૂબ ઊંચો રાખવાની નીતિને મોંઘા નાણાંની નીતિ કહેવાય છે.

 

(2) રેપો રૅટ (Repo Rate) અને રીવર્સ રેપો રૅટ (Reverse Repo Rate) : જ્યારે વેપારી બૅન્કોને ખૂબ ટૂંકા ગાળા માટે (1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે) નાણાની જરૂર પડે છે ત્યારે તેઓ RBI પાસે નાણું લે છે. જે દરે RBI વેપારી બૅન્કોને આવું નાણું આપે તે રેપો રેટ કહેવાય.

Ø  ફુગાવાના સમયે RBI રેપો રેંટ વધારે છે જેથી વેપારી બૅન્કોમાં ઓછું પિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે. આમ પ્રજા ઓછું ધિરાણ લે અને નાણાંનો પુરવઠો તથા ફુગાવો ઘટવા પામે.

Ø મંદીના સમયે RBI રેપો રૅટ નીચો કરે છે. જ્યારે RBI ને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે તે વેપારી બૅન્કો પાસેથી ધિરાણ લે છે. આવા રેટને રીવર્સ રેપો રેંટ કહે છે.

Ø  જ્યારે રીવર્સ રેપો રેટ વધુ હોય ત્યારે વેપારી બેન્કોને RBI ને લોન આપવા માટેનું વધુ આકર્ષણ થાય છે અને તેઓ વધારાનાં નાણાં RBIને પિરાણ પેટે આપે છે. આમ તેઓ સામાન્ય પ્રજાને ઓછું પિરાણ આપી શકે છે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. રીવર્સ રેપો રેટ નીચી હોય ત્યારે તેથી નાણાંનો પુરવઠો વધે છે.

 

(3) કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ : એક વિશિષ્ટ જોગવાઈ છે. જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની કટોકટીના (એકનના) સમયે વેપારી બૅનો RBI પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને નિર્ધારિત દરે ધિરાણ લે છે. ઘર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં કર? કાનો હતો. (જેને માર્જિનલ સ્ટેન્ડિંગ હૈસિલિટી હેવાય છે.)

 

(4) રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર (Cash Kherve Ratio - CRR) : RBIની 1934ની પાર મુજબ દરેક વેપારી બેન્કોએ પોતાની પાપણોના અમુક ટકા જેટલી રકમ RBI પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતનાં વર્ષોમાં પ્રમાણે ચાલુ ખાતાની થાપણોના 5%અને લાંબા ગાળાની પાપણોના % જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણોના 35થી 15ની વચ્ચે CRR રાખવાનું નક્કી થયું. RBI જરૂરિયાત મુજબ CRR બદલે છે.

Ø CRR નો મુખ્ય હેતુ બૅન્કિંગ-વ્યવસ્થા પાસે પૂરતાં પ્રમાણમાં શૈકા નામાં તો તે માટેનો છે.

 

(5) કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ (Statutory Liquidity Ration -SLR) : 'બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેન્ક CRPથી જુદા અને તેથી ઉપરાંત પોતાની કુ થાપણોના 25% જેટલું મૂલ્ય નક, સોનુ, સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું જરૂરી છે જેને કાયદામાન્ય પ્રવાહિતાનું પ્રમાણ કહે છે.

Ø SLR ઊંચું હોય તો બેન્કોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોય છે, જે રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં વપરાય છે. વળી, કેટલુંક પ્રમાશ નકદ અને સોનામાં અે છે અને SRયું હોય, તો પ્રજાને તેટલા પ્રમાણમાં ઓછું ધિરાણ મળે છે. SLR નીચી હોય તો પ્રજાને વધુ ધિરાણ મળે છે.

 

(6) ખુલ્લાં બજારનાં કાર્યો (Open Market Operations-OMO) : અર્થતંત્રમાં નાણાંનો પુરવઠોવધારવા કે ઘટાડવા RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું પરીક વેચાણ કરે છે.

Ø જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની ખરીદી કરે છે ત્યારે અર્થતંત્રમાં નાકનો પુરવઠો વર્ષ છે.

વધુ નવું વધુ જૂનું