Q - 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
(1) સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે?
જવાબ :- સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરિ (પરમાત્મા) વ્યાપેલા છે.
(2) પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે?
જવાબ :- પરમાત્માએ પોતાની રસવૃતિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે.
(3) ‘અખિલ બ્રહ્માંડમાં’ કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે?
જવાબ :- અખિલ બ્રહ્માંડમાં ‘પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે, પણ ઘરેણાંના આકાર અલગ છે, એમ શ્રીહરિ એક જ છે, પણ જુદા જુદા રૂપે દેખાય છે.
(4) કવિના મતે ઈશ્વરને કઈ રીતે પામી શકાય છે?
જવાબ :- કવિના મતે ઈશ્વરને કેવળ પ્રેમભક્તિથી પામી શકાય છે.
(5) જ્ઞાનગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે?
જવાબ :- જ્ઞાનગ્રંથો થકી ઈશ્વરસંબંધી ગેરસમજની પરિસ્થિતિ સર્જાઈ છે.
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉતર લખો :
(1) પરમાત્મા પૃથ્વી પર ક્યાં-ક્યાં સ્વરૂપે રહેલો છે?
જવાબ :- પરમાત્મા તાત્વિક દ્રષ્ટિ એ એક જ છે છતાં પૃથ્વી પર જુદાં જુદાં રૂપે અનંત ભાસે છે. આપણા દેહમાં તે દેહરૂપે છે. તત્વમાં તેજરૂપે છે. શૂન્યમાં શબ્દરૂપે છે. પૃથ્વી ઉપર પવન,પાણી તેમજ ભૂમિરૂપે અલગ દેખાતો , પરમાત્મા એક જ તત્વરૂપે વ્યાપી રહેલો છે.
(2) ‘સોનું તો આખરે સોનું જ છે’ – એવું શાથી કહી શકાય?
જવાબ :- સોનામાંથી અનેક ઘટના ઘરેણાં બને છે. આપડે સોનામાંથી બંગડી, પાયલ, ચેઈન, કડલા, પાયલ વગેરે આકાર આપીએ પણ આખરે તો એ સોનાના વિવિધ સ્વરૂપો જ છે, એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે.
(3) બીજ અને વ્રુક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો.
જવાબ :- કારણ વગર કાર્ય સંભવી શકે નહિ તે જ રીતે બીજ એ કારણ છે તો વ્રુક્ષ એ કાર્ય છે. બીજ ને જમીન માં અંદર રોપવામાં આવે તો જ તેમાંથી થડ, ડાળીઓ, પાંદડાં, ફળ, ફૂલ વગેરે વિકસે અને વ્રુક્ષ બને. આમ બીજ અને વ્રુક્ષનો કાર્યકારણ સંબંધ બને છે.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સવિસ્તાર ઉત્તર લખો :
(1) આ પદમાં નરસિંહ મહેતા પરમતત્વને શી રીતે સમજાવે છે?
જવાબ :- આ પદમાં પરમતત્વને સમજાવતાં નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક શ્રી હરિ જ સર્વવ્યાપી છે, પરંતુ સૌને એ જુદાં જુદાં સ્વરૂપે દેખાય છે.કવિ કહે છે કે, હે કૃષ્ણ, તું સર્વવ્યાપી છે. જેમ કે તું પવન છે, પાણી છે, ભૂમિ છે, તું જ આકાશમાં વ્રુક્ષ થઇને વિસ્તરી રહ્યો છે. તેં જ આવી સુન્દર રચના કરી છે. એ જ આશા એ તું શિવ માંથી જીવ થયો છે.વેદ એમ કહે છે કે કનક અને કુંડળમાં કોઈ જ ફરક નથી.કનક (સોનું) માંથી કોઈ પણ ઘટના અલંકાર ઘડાવો પરંતુ એનું મૂળ તત્વ તો સોનું જ રહે છે. આ વાતને શ્રુતિ અને સ્મૃતિ પણ યથાર્થ ઠેરવે છે. આ વિશે વાત કરતાં ગ્રંથોએ ગરબડ કરી છે તેથી અસ્પષ્ટતાને કારણે જેને જે ગમે તેને જ પૂજે છે. મન, વચન અને કર્મથી એને જ સત્ય માની પૂજે છે. કવિ કહે છે કે બીજમાં વ્રુક્ષ અને વ્રુક્ષમાં બીજ તું જ છો.અંતમાં કવિ કહે છે કે હકીકત એ છે કે મનથી શોધ કરતાં સમજાયું કે ફક્ત પ્રેમ થી જ પરમાત્મા ને પામી શકાશે. પરમાત્માનો સાક્ષાત્કાર કેવળ પ્રેમભક્તિથી જ થઇ શકે છે.
(2) સમજાવો : ‘ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહ ને જે ગમે તેને પૂજે, મન-વચન-કર્મ આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂઝે.’
જવાબ :- જ્ઞાનીઓએ પૌરાણિક ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એમ સમજાવ્યું છે પરંતુ પરમાત્મા વિષેની વાત કરવામાં શાસ્ત્રોએ ગરબડ ઊભી કરી છે તેથી જેને જે ગમે તે રીતે પોતાની બુદ્ધિ પરમને તેનું અર્થઘટન કરી ભક્તિ કરે છે. તેથી પોતાને જે ગમે તેને મન-વચન-કર્મથી તેને જ સ્વીકારી લે છે અને તેને ભગવાન માની પૂજે છે. મન-વચન અને કર્મથી તેને જ સ્વીકારી લે છે. એ જ સત્ય છે એમ એમણે માની લીધું હોય છે.
