Q - 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું?
જવાબ :- ભોજાએ રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો.
(2) ભોજો કઈ વાતથી દુખી હતો?
જવાબ :- ટાઢમાં કપડાના અભાવે નાગાંપૂગાં બાળકો ઠૂંઠવાતાં હતાં એ વાતથી ભોજો દુખી હતો.
(3) પસાયતો શા કારણે ભોજાને મારતો?
જવાબ :- ગુનાની પરાણે કબૂલાત કરાવવા અને મુદ્દામાલનો પત્તો મેળવવા તેમજ એ સ્થળ બતાવવા પસાયતો ભોજાને મારતો.
(4) ખીજડિયાના ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા?
જવાબ :- ‘ખીજડિયા ટેકરા’નો ઉપયોગ લોકો નાનાં મૃત બાળકોને દાટવા માટે કરતા.
(5) ભોજાએ ઇનામમાં શી માગણી કરી? શા માટે?
જવાબ :- ભોજાને નાનાં બાળકો હતાં. ઠંડી પુષ્કળ હતી. ઠંડીમાં ઠૂંઠવાતાં બાળકોને ભોજો જોઈ શકતો નહોતો, તેથી તેણે ઇનામમાં લૂગડાંની એક-એક જોડી માગી.
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. ભોજાએ રાત્રિએ શો નિર્ણય કર્યો? તેનું શું પરિણામ આવ્યું?
ભોજાએ રાત્રિએ, માધિયાના હાટનાં ખોખરાં કમાડ ગણેશિયાથી ઉઘાડયાં. હાટમાંથી કાપડ ઉપાડીને ઘર ભેગું કરી દેવાનો નિર્ણય કર્યો. જોકે એમ કરવા જતાં, પકડાઈ જવાનો ડર લાગ્યો. એને થયું કે ઢોરમાર સહન થશે નહિ. એવા વિચારથી એ જોખમ ખેડવાનું માંડી વાળ્યું.
(2) પોસ્ટમાસ્તરના જીવનમાં શી ઘટના બની?
જવાબ :- પોસ્ટમાસ્તરના જીવનમાં વર્ષો પછી પુત્રપ્રાપ્તિ થઇ.નસીબમાં નહિ હોય તેથી પુત્ર જનમ્યા પછી મરી ગયો.પોસ્ટ-માસ્તરને તેથી ભારે આઘાત લાગ્યો. એ બાળકની પાછળ તેને સારું એવું દાન-પુણ્ય પણ કર્યું. માવજીની દુકાનેથી ઊંચામાં ઊંચું રેશમી કાપડ લઈને મૃત બાળકને તેમાં વીંટાળી ખીજડિયે ટેકરે દાટી દીધો.
(3) ભોજો પોસ્ટમાસ્તરનો ઉપકારી શી રીતે બન્યો?
જવાબ :- ભોજાએ ટેકરામાં દાટેલા પોસ્ટમાસ્તરના મૃત બાળકના અંગ પરથી કપડું સરકાવી લેવાના ઈરાદાથી તેની કબર ખોદી. ત્યાં તો એ અચેત બાળક સળવળી ઉઠ્યું. ભોજાએ જોયું તો એ બાળક જીવતું હતું. ભોજો બાળકને લઈને પોતાના ઘરે આવ્યો.તેની પત્નીએ તેને પોતાની ગોદમાં લીધો. અનેક મનોમંથન પછી ભોજાએ પોતાના ગુનાની કબૂલાત કરી લીધી અને એ બાળકને પોસ્ટ-માસ્તરને સોંપી દીધો. આ રીતે જીવિત બાળક મળતા પોસ્ટ-માસ્તર અત્યંત ખુશ થઇ ગયો. આમ આ રીતે પોસ્ટ-માસ્તર અને તેનાં પત્નીનો ભોજો ઉપકારી બન્યો.
(4) પોસ્ટમાસ્તરની પત્નીએ પોસ્ટમાસ્તરને શો ઠપકો આપ્યો? તેનો પોસ્ટમાસ્તરે શો જવાબ આપ્યો?
જવાબ :- પોસ્ટમાસ્તરની પત્નીએ પોસ્ટમાસ્તરને ઠપકો આપતા કહ્યું, “હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ ન કરો. દાકતરને તેડાવીને પાકી ખાતરી કરવો, પણ તમે માન્યા નહિ,” પોસ્ટમાસ્તરે તેની પત્ની ને જવાબ આપતાં કહ્યું, “આપણા ભાગ્યમાં હતો તો પાછો આવી પુગ્યોને?”
(5) ભોજાએ ઇનામમાં શી માગણી કરી? શા માટે?
જવાબ :- ભોજાએ ઈનામમાં પોતાનાં બાળકોઅને પત્ની માટે એક-એક જોડી કપડાં માંગ્યા કારણકે તેનાં છોકરાં નાનકડાં હતાં અને તેની પાસે પહેરવાના કપડાં ન હતા અને અત્યંત ઠંડીમાં બાળકો હિજરાતા હતા અને પત્નીની આબરૂ ઢાંકવા પણ કપડાં ન હતા.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સવિસ્તાર ઉત્તર લખો :
(1) ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો.
જવાબ :- ‘ખીજડિયે ટેકરે’ ટેકરે પાઠમાં સૌ પ્રથમ એ ઘટના બની કે પોસ્ટમાસ્તરને ઘરે ઘણાં વર્ષો પછી પુત્રનો જન્મ થયો; પરંતુ કમનસીબે તે જનમ્યા પછી તુરંત મૃત્યુ પામ્યો. પોસ્ટમાસ્તરે તે હતભાગી બાળક પાછળ સારું એવું દાન-પુણ્ય કર્યું. કાપડના વેપારી ને ત્યાંથી કીંમતી રેશમી કાપડ લઈને તેમાં વીંટાળીને બાળકને ખીજડિયે ટેકરે દાટી દીધું. આ તરફ ભોજો નામનો એક ગરીબ માણસ પોતાના ઠંડીમાં ઠુંઠવાતા બાળકોનું દુઃખ ન જોવાતા એ નાના બાળકની કબર ખોદીને તેના પર ઢાંકેલું કપડું લેવા ગયો ત્યાં એ બાળક સળવળી ઉઠયું.
ભોજાએ બાળકને ખાડામાંથી ઊંચકી લીધું અને પોતાના ઘરે લઇ ગયો અને અનેક મનોમંથન કર્યા પછી તે બાળકને પોસ્ટમાસ્તરના હાથમાં સોંપી દીધું. આમ પોસ્ટમાસ્તરના જીવનમાં તેનું મૃત બાળક પાછું આવ્યું તેને ખુશ થઈને ભોજાને ઇનામ માંગવા કહ્યું તો તેણે પોતાનાં બાળકો અને પત્ની માટે કપડાં માંગ્યા.
(2) ‘ખીજડિયે ટેકરે’ પાઠના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
જવાબ :- ‘ખીજડિયે ટેકરે’ પાઠમાં એ નાના ટેકરાનો ઉપયોગ નાનાં મૃત બાળકોને દાટવા માટે થતો હતો. તેની જમીન બહુ કઠણ ન હોવાથી સદી નાની કોશ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઇ શકતું. ભોજાના નાનાં બાળકોના અંગને ઢાંકવા માટે પણ કપડાં ન હતા. ખાતર પાડવામાં પાવરધા ભોજાએ પોતાના ગામનાં પોસ્ટમાસ્તરના મૃત બાળકની કબર ખોદી તે બાળકના અંગ પરથી કપડું ચોરી લેવાનો વિચાર કર્યો. તે બાળકની કબર ભોજો ખોદે છે અને તે બાળકને સળવળતો જુએ છે. બાળક જીવંત હોય છે. ભોજો બાળકને લઈને ઘરે આવે છે અને પોતાની પત્નીના હાથમાં સોંપી દે છે. પછી તે બાળકને તે પોસ્ટમાસ્તરને સોંપી દે છે. આ આખી ઘટનાના કેન્દ્રમાં ખીજડિયો ટેકરો છે જે ભોજો અને પોસ્ટ –માસ્તર બંનેનું જીવન બદલી દે છે. આ રીતે આ પાઠનું શીર્ષક યથાથ ઠરે છે.
(3) 1. ટૂંકનોંધ લખો: ભોજાની વાડાઉછેર પ્રવૃત્તિ
જવાબ :- ભોજો હીરણા હેઠવાસના પટમાં ખીડિયાના ટેકરાની નજીક દર વર્ષે તરબૂચનો વાડો તૈયાર કરતો. આડે દિવસે તેના કુટુંબને નદીના ખુલ્લા પટમાં પડ્યા રહેવું પડતું. આ શિયાળે રીંગણીના છોડને બાળી નાખે અને ગોળાનાં પાણી થીજવી દે તેવી ઠંડી પડતાં તેને અને તેની પત્ની જીવલીએ ચાર જ દિવસમાં ચાર છોકરાં અને ચૂલો સમાઈ શકે એવડો કૂબો વાડા વચ્ચે ઊભો કરી દીધો. હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડા શરીરે વાડાના છોડને પાણી સીંચતો. આમ આ રીતે ભોજાએ પોતાના વાડાને ઉછેર્યો હતો.
2. ટૂંકનોંધ લખો : ભોજાએ કરેલું મનોમંથન
જવાબ :- ભોજાએ પોતાનાં નાનાં બાળકોને અંગ ઢાંકવા કપડાં મળી રહે તે માટે કબરો ખોદી તેમાં દાટેલાં બાળકોને ઓઢાડેલા કપડાં લઇ લેવાનો વિચાર કર્યો. રાત્રે માણસો ની અવરજવર ઓછી થાય તે પછી તેને ત્યાં જઈને કબર ખોદી અને જેવું મૃત બાળકને ઓઢાડેલું કપડું હટાવ્યું ત્યાંતો એ બાળક સળવળી ઉઠ્યું. જોયું તો બાળક જીવતું હતું. તેને થયું કે આ કોઈ ખાવીસ ની રમત તો નહિ હોય ને? પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઇ જાય તે પહેલા આ સ્થળ છોડી દેવું એવું પણ વિચારવા લાગ્યો. તેને ચોરેલી વસ્તુ મૂળ જગ્યાએ પછી રાખવાનો પણ વિચાર કરી જોયો પણ પછી અંગ ઢાંકવા માટેનાં કપડાંનું શું કરવું એ વિચાર પણ આવ્યો.
લૂગડું ઉતારી બાળકને પાછું હતું એમ દાટી દેવું એવું વિચારી એ ધ્રુજી ગયો. તેને વિચાર્યું કે આમ કરવાથી તો બાળહત્યાનું પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અને અંતે તે વધારે વિચાર્યા વગર સડસડાટ ટેકરો ઊતરી ગયો.
