Std 12 Gujarati Ch 4 Swadhyay Solution || dhoran 12 gujarati path 4 swadhyay solution

Std 12 Gujarati Ch 4 Swadhyay Solution || dhoran 12 gujarati path 4 swadhyay solution


 Q - 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :


(1) બાળપણથી જ વિનોબાનું મન ક્યા બે સ્થળે જવા તલસતું હતું?

જવાબ :- બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તલસતું હતું.


(2) વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુતર આપ્યો?

જવાબ :- સમાધાન વાતોથી નહિ, જીવનથી થશે તમે અહીં આશ્રમમાં આવી થોડા દિવસ રહો.

(3) ગાંધીજીના પ્રત્યુતરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ?

જવાબ :- ગાંધીજીના પ્રત્યુતરમાં સમાધાન વાતોથી નહિ, જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ.


Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) કાશીમાં ગાંધીજીએ ક્યા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું?

જવાબ :- કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું.

(2) શાક સમારતાં-સમારતાં ગાંધીજીએ વિનોબાને શું કહ્યું?

જવાબ :- શાક સમારતાં-સમારતાં ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીની રહેણીકરણી ગમતી હોય અને તારું જીવન જો તું સેવાકાર્યમાં લગાવવા માંગતો હો તો અહીં રહે. મને એથી ખુશી થશે. આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાઓ છો. આત્મજ્ઞાની કદી માંદો ન પડે.


(3) વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું?

જવાબ :- વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું. મસાલો વગેરે બિલકુલ ખાતા નહિ. એક મહિનો માત્ર કેળાં, લીંબુ અને દૂધ પર કાઢ્યો; પરંતુ શક્તિ ઘટી જતાં દોઢ શેર દૂધ (60 રૂપિયા ભાર), ભાખરી બે(2 તોલા જવારની), કેળાં 4-5, લીંબુ 1 મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું રાખ્યું. 


Q - 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો :


1. એક વર્ષની રજા લઈને વિનોબાએ ક્યાં-ક્યાં કાર્યો કરી બતાવ્યાં?

જવાબ :- એક વર્ષની રજા લઈને વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો. તેમણે ઉપનિષદો, ગીતા, બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્ય, મનુસ્મૃતિ, પાતંજલ યોગદર્શન, ન્યાય સૂત્ર, વૈશેષિક સૂત્ર, યાગ્યવલ્કલસ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવાનું કર્યું અને ફરવા જવાનું તેમજ અનાજ દળવાનું શરુ કર્યું. આ સાથે જ ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા, ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરીના છ અધ્યાય ભણાવ્યા. બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખવ્યા. તેમણે વિધ્યાર્થીમંડળની સ્થાપના કરી. એમાં વાચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાના વર્ગો શરુ કર્યા. સોએ બશેર દળવાનો એક પૈસો લેવાનો અને એ પૈસા વાચનાલયને આપી દેવાના, બે મહિના સુધી આ વર્ગ ચાલ્યો અને વાચનાલય માટે 400 પુસ્તક જમા થઈ ગયા.


(2) વિનોબાએ ગાંધીજીની કઈ રીતે કસોટી કરી? તે કસોટીમાં ગાંધીજી કઈ રીતે ખરા ઊતર્યા?

જવાબ :- વિનોબાએ ગાંધીજીની પોતાની બુદ્ધિપૂર્વક ઘણી કસોટી કરી. ખાસ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની. વિનોબાને ગાંધજીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી, ઊણપ કે ઓછપ દેખાઈ નહિ. વિનોબાએ એવા ઘણા મહાપુરુષો જોયા હતા જેઓ પોતા મુક્ત પુરુષ છે, પૂર્ણ પુરુષ છે એવો ભાસ તઃયા કરતો હતો. ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોઈ, પણ તેમણે જોયું કે ગાંધીજી હમેશા પોતાને અધૂરા માનતા. ગાંધીજી હમેશા કહ્યા કરતા કે હું હજી પણ સત્યથી ખૂબ દૂર છું.આમ, વિનોબાએ પોતાની બુદ્ધિ પ્રમાણે ગાંધીજીની ઘણી કસોટી કરી જોઈ, પણ તેમને આ કસોટીઓ દરમિયાન ગાંધીજી અન્યો કરતાં અનોખા લાગ્યા અને એટલે જ તેમને ગાંધીજી પ્રત્યે વિશેષ આકર્ષણ થયું.


(3) વિનોબા ભાવેની ભુદાન યાત્રાનો પરિચય આપો.

જવાબ :- વિનોબા ભાવે એ ઇસ. 1951માં ભુદાન યાત્રાનો આરંભ કર્યો હતો. એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી. વિનોબાના પ્રયત્નો એવા હતા કે ભૂમિનું પુનનિવર્તરણ કેવળ સરકારી કાયદાથી નહિ, પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ. 20મી સદીના 50માં દશકમાં વિનોબા ભાવે એ ભૂદાનયાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશિપ જેવા વિચારોનો પ્રયોગ કર્યો. તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી. આ રચનાત્મક કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો. તેનો ઉદેશ્ અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો.


વધુ નવું વધુ જૂનું