Std 12 Gujarati Ch 7 Swadhyay Solution || dhoran 12 gujarati path 7 swadhyay solution

Std 12 Gujarati Ch 7 Swadhyay Solution || dhoran 12 gujarati path 7 swadhyay solution


 Q - 1. નીચેના પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :


(1) ગોપી શો નિયમ લે છે?

જવાબ :- ગોપી શ્યામની નજીક ન જવાનો નિયમ લે છે.

(2) 'આજ થકી' નો શો અર્થ કરશો?

જવાબ :- આજ થકી એટલે આજથી અર્થાત હવે પછી.


(3) ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? શા માટે? 

જવાબ :- ગોપી જમનાનાં નીર માં સ્નાન કરવાની ના પાડે છે, કારણ કે જમનાનાં નીર શ્યામ રંગ નાં છે.


Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


(1) શ્યામ રંગની પાસે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે તેવું ગોપીને શા માટે લાગે છે?

જવાબ :- ગોપીને દરેક કાળી વસ્તુમાં ક્રુષ્ણ જ દેખાય છે. ક્રુષ્ણ પ્રત્યે તે પોતાનો રોષ પ્રગટ કરે છે અને મુખેથી તે નિયમ લે છે કે તે તમામ કાળા રંગની વસ્તુનો ત્યાગ કરી દેશે. તે સર્વે એકસરખા કપટી છે, પણ તે ક્રુષ્ણ વિના રહી શકે તેમ નથી એ પણ સાચું છે. ક્રુષ્ણ પ્રત્યેનો આ કૃત્રિમ રોષ છે અને કૃત્રિમ રોષ થોડો લાંબો સમય ટકે? આથી ગોપીને લાગે છે કે શ્યામ રંગ સમીપે નહિ જવાનો નિયમ પોતે નહિ પાળી શકે.


(2) કવિને બધી કાળી વસ્તુઓમાં કપટ ભાવ શા માટે જોવા મળે છે?

જવાબ :- ગોપી જે જે કાળા રંગની વસ્તુ જુએ છે તે સૌમાં તેને શ્યામવર્ણા ક્રુષ્ણ દેખાય છે, પણ હકીકત માં તો એ માત્ર કાળી વસ્તુ જ છે. ગોપી ને લાગે છે કે આ વસ્તુઓની કાળાશથી જ તે છેતરાઈ છે અને તે સૌને ગોપી ક્રુષ્ણ સમજી બેઠી. આથી કવિને બધી કાળી વસ્તુઓમાં કપટનો ભાવ જોવા મળે છે.


Q - 3. નીચેના પ્રશ્નોનાં સવિસ્તર ઉત્તર લખો :


(1) ગોપી શ્યામ રંગની કઈ કઈ વસ્તુઓનો ત્યાગ કરે છે?

જવાબ :- ગોપી શ્યામ રંગની વસ્તુઓમાં શ્યામવર્ણ ક્રુષ્ણ, કસ્તુરીની બિંદી, આંખમાં આંજવાનું કાજળ, કોયલ નો શબ્દ (ટહુકો), શુકનવંતી ગણાતી કાગવાણી, કાળી કંચુકી, જમનાનાં નીર, મરકત મણિ, મેઘ (કાળા વાદળ), જાંબુ અને વંતાક (રીંગણ) જેવી તમામ કાળી વસ્તુઓનો ત્યાગ કરે છે.


(2) ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે નાં પાડે છે?

જવાબ :- જે જે કાળા રંગની વસ્તુઓ છે તે સૌમાં એકસરખી કાળાશ છે, એટલે ગોપીને દરેક કાળી વસ્તુમાં કૃષ્ણ જ દેખાય છે, પરંતુ જેમાં કાળાશ છે તે સૌ કપટી છે એ ગોપીને સમજાય છે. આથી તે શ્યામ રંગની તમામ વસ્તુની નજીક જવાની ના પાડે છે.


વધુ નવું વધુ જૂનું