Q - 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે?
A. લેખકે ઉછીનું માંગનારા લીકોને અપરિગ્રહી યાચકવૃતિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કહ્યા છે.
(2) જગતમાં કયો દ્વંદ્વ અનુભવાય છે?
A. જગતમાં શોષક – શોષિતનો દ્વંદ્વ અનુભવાય છે.
(3) ઉછીનું માંગનારા શી જવાબદારી આપે છે?
A. ઉછીનું માંગનારથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઉછીનું આપનારની સાથે જઈ તેમણે સારો અને સસ્તો માલ અપાવવાની જવાબદારી આપે છે.
(4) ઉછીનું માંગનારામાં કયો ગુણ હોતો નથી?
A. ઉછીનું માંગનારામાં કઈ વસ્તુ મગાય અને કઈ વસ્તુ ન મગાય એનો વિવેક હોતો નથી.
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
1. ઉછીનું માંગનારાની નજર કેવી છે?
A. ઉછીનું માંગનારાની નજર ગીધ જેવી છે. ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌ પહેલું જુએ છે એમ ઉછીનું માગનારાની નજર ગીધની જેમ આસપાસના લોકોનું ઉછીનું લેવા માટે ફરતી હોય છે. ઘરમાં કોઈ ચીજ આવે કે તરતજ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે. એ લોકો એવું માને છે કે નવી આવેલી વસ્તુ એમના માટે જ છે.
(2) કઈ કઈ વસ્તુ ઉછીની લઇ લોકો જીવનવ્યવહાર ચલાવે છે?
A. મીઠા-મરચાંથી શરુ કરીને ઘી કે એલચી-કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરુ કરીને કેમેરા કે રેડિયો સુધીનો સામાન ઉછીનો માર્ગ છે. લોખંડના ઘોડા, દાળદાણા, મરીમસાલા, રસ કાઢવાનો સંચો, શાક સમારવાનું ચપ્પુ જેવાં સાધનો અને ઘરનાં રાચરચીલા ઉપર પોતાનો કબજો હોય તેમ માનીને લઇ જાય છે. આ ઉપરાંત રેશમી કે જરીભરતના કપડાં કે કીમતી ઘરેણાં ઉછીનાં લઈને લોકો જીવનવ્યવહાર ચલાવે છે.
(3) લેખક પડોશી દંપતીનો આભાર શા માટે માને છે?
A. ઉછીનું માંગનારા ગિધુભાઈ અને મેનાબેનની માંગણી એટલી બધી હોય છે કે લેખકે ઘર માટે નવી વસ્તુ લીધી હોય કે નવો સામાન ખરીદ્યો હોય તો તે જોઈને તરત કહે કે ‘ સારું થયું. અમારે આના વિના ઘણી આપદા પડતી હતી. હવે કાયમનું સુખ થઇ ગયું’ લેખકને ત્યાં એક પણ વસ્તુ એવી નહિ આવી હોય જેનો પહેલો ઉપયોગ ગિધુભાઈ અને મેનાબેને ન કર્યો હોય. ઉછીનું માંગનારા આ દંપતીને કારણે તેમણે જરૂરિયાત કરતા બમણાં દાળદાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચરચીલું વસાવ્યા છે, આથી લેખક પડોશી દંપતીનો આભાર માને છે.
(4) ઉછીનું માંગનારામાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે?
A. ઉછીનું માંગનારાઓ માંગવું એ તેમને તેમનો હક્ક હોય એમ માનવામાં કોઈ લાજશરમ રાખતા નથી. ઉછીનું માંગનારાઓ એ પણ વિચારતા નથી કે આપનારને એની જરૂર હશે.ઉછીનું આપનારા પાસેથી તેઓ મોંઘામાં મોંઘી વસ્તુ, કપડાં કે ઘરેણાં પણ બેધડક માંગી શકે છે.ઉછીનું આપનારા કોઈ વસ્તુ આપવા માટે આનાકાની કરે તો તેને શરમમાં નાંખીને, પરાણે લઇને જ જંપે છે. તેમની આવી વૃતિને કરને ઉછીનું માંગનારાઓમાં વિવેક હોતો નથી એમ લાગે છે.
Q - 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) ઉછીનું માંગનારાના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં લખો.
A. ઉછીનું માંગનારાના સ્વભાવની ખાસિયતો હોય છે. જેમ કે, તેઓ સામેવાળા પાસે કોઈ પણ વસ્તુ માંગતા અચકાતા નથી. એ બાબતમાં તેઓ ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર હોય છે. તેમની પાસે કોઈ ઉછીનું માગવા જાય તો કોઈ ને કોઈ બહાનું કાઢી વસ્તુ આપવાનું ટાળે છે.તેઓ ઉછીની લીધેલી વસ્તુ બેપરવાહીથી વાપરે છે. એ લીધેલી વસ્તુ ભાંગીતૂટી જાય તો તેઓ વસ્તુની વાંક કાઢે છે અથવા ઉછીનું આપનારનો. તેઓ ઉછીનું આપનારની વસ્તુઓ પર પોતાનો કબજો હોય તે રીતે વર્તે છે. તેઓ લેશમાત્ર શરમાયા વગર વારંવાર વસ્તુઓ માંગતા રહે છે. સામેની વ્યક્તિને તેની જરૂર છે કે નહિ તેનો પણ તે વિચાર કરતા નથી. તેમનામાં ઉછીનું માગવાનો પણ વિવેક હોતો નથી. તેઓ સામાન્ય વસ્તુથી માંડીને કીમતી ઘરેણાં જેવી વસ્તુઓ પણ બેધડક માગી શકે છે અને જો આપવાની ના પાડે, તો કાં તો શરમમાં નાખીને અથવા પરાણે લઇ જાય છે.
(2) ‘ઉછીનું માંગનારા’ નિબંધના શીર્ષકની યથાર્થતા ચર્ચો.
A. ‘ઉછીનું માંગનારા’ એ હાસ્ય નિબંધ છે. એમાં ઉછીનું માંગનારની ખાસિયતો, તેમની વૃત્તિઓ તેમજ પરસ્પર તેમના વ્યવહારો દ્વારા લેખક હાસ્ય નિષ્પન્ન કરવામાં સફળ રહ્યા છે. એ માટે લેખકે કેટલાંક પાત્રોનું સરળ ભાષામાં, રમુજી શૈલીમાં નિર્માણ કર્યું છે. લવંગીબેન, ગીધ દ્રષ્ટિવાળા ગિધુભાઈ અને મીનીદ્રષ્ટિવાળા મેનાબેન દંપતી અને અંતે ઉછી ડોશી. આવા ઉછીનું માંગનારાઓ માટે માગવું તે તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય તેમ માને છે. તેના માટે તેઓ કોઈની શરમ રાખતા નથી. વસ્તુઓ જેવી લીધી હોય તેવી જ હાલતમાં, વગર માંગ્યે, સમયસર આપવામાં પણ માનતા નથી. લેખકે ઉછીનું માંગનારાઓનો એકતરફી વ્યવહાર, સ્વાર્થી મનોવૃતિને પણ ખુલ્લી પાડી છે. આ નિબંધના અંતમાં ઉછી ડોશીના પ્રસંગમાં તો બહુ રમુજ ફેલાય છે. ઉછી ડોશીની માગ અને આકસ્મિક કહો કે ચમત્કાર પણ પેલા ભલાભોળા વૈદ્યના અવસાનનો પ્રસંગ તથા ડોશી માંદા પડ્યા ત્યારે તેમની નજીક કોઈનું ન ફરકવું એ ઘટના વાચકને હાસ્યરસમાં તરબોળ કરે છે. આ રીતે જોતાં ‘ઉછીનું માંગનારા’ શીર્ષક યથાર્થ કરે છે.
