Std 9 Gujarati Ch 11 Swadhyay Solution || dhoran 9 gujarati path 11 swadhyay solution

Std 9 Gujarati Ch 11 Swadhyay Solution || dhoran 9 gujarati path 11 swadhyay solution

 

Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :

 

(1) મરજીવિયાના પ્રિયજનો માટે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?

(A) રડતા રડતા આડા ફર્યા

(B) ખોટી રીતે જીવન ન વેડફવા કહ્યું

(C) મીઠું મોટું કરાવી મરજીવિયાને વળાવિયા

(D) આવી વિનાશકર વાત ક્યાંથી વળગી તેવું વિચારવા લાગ્યા

 

(2) મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા ?

(A) ક્યારેય ન ખૂટે તેટલા મણીમોતીનો ખજાનો

(B) શંખ અને છીપલા

(C) જહાજનો કાટમાળ

(D) ખાલી હાથે પાછા ફર્યા

 

(3) મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપાડ્યો ?

(A) નિરાશા અને મ્લાન વહને

(B) હિંમત હારીને

(C) ઉત્સાહથી ડગલા ભરતા

(D) પોતાના પ્રિયજનોના સહારે

 

(4) નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી ?

(A) ડુંગરા જેવડા મોજા ઉછળતા હતા

(B) તાગ ન આવે તેટલું ઊંડું જળ હતું

(C) સમુદ્ર અફાટ અને વિકરાળ ગર્જના કરી રહ્યો હતો

(D) સમુદ્રનું જળ છીછરું હતું

 

Q - 2. નીચેના પ્રશ્નોના બે - બે વાક્યમાં ઉત્તર લખો :

 

(1) મરજીવિયાને પ્રિયજનો એ કઈ શિખામણ દીધી ?

જવાબ :- મરજીવિયા ને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ શા માટે વેડફી નાખો છો ? તમને સમુદ્રમાં ઝંપલાવવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી ? આમ કહીને પ્રિયજનો એ સજળનેત્રે મરજીવિયાને રોકવાનો પ્રયત્ન કર્યો.

 

(2) સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો ઉત્સાહ તમારા શબ્દોમાં વર્ણવો.

જવાબ :- સમુદ્ર ભણી જવા માટે મરજીવિયાએ કમર કસી. તેઓ દ્રઢ મનોબળવાળા હતા. આથી તેમણે ઉત્સાહથી ડગલાં ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે તેમની આંખોમાં તેજ હતું અને અંગેઅંગમાં અથાગ બળ હતું.

 

Q - 3. નીચેના પ્રશ્નોના સાત - આઠ વાક્યોમાં ઉત્તર લખો :

 

(1) ‘મરજીવિયાકાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોમાં ચર્ચો.

જવાબ :- મરજીવિયા જાણે છે કે સમુદ્રના પાણી ઊંડા છે. એમાં અનેક હિંસક પ્રાણીઓ છે. તેમ જતાં તેઓ મક્કમ છે. તેમનામાં ઉત્સાહ અને સાહસ છે. એમનું એક જ લક્ષ્ય છે. સહેજ પણ ડર્યા વગર તેઓ. જોખમ ખેડે છે. તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશે તેમ સમુદ્રના તળિયા ખૂંદી વળે છે. પરિણામે મણિમોતીનો ખજાનો મેળવીને બહાર આવે છે. મનુષ્યે પણ મરજીવિયાની જેમ ડરવું જોઈએ નહીં. જો મનુષ્યમાં ઉત્સાહ અને સાહસ હોય તો તે પોતાના લક્ષ્ય સુધી પહોંચીને મણીમોતી જેવી કિંમતી વસ્તુઓ મેળવી શકે છે.

 

(2) મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય તમારા શબ્દોમાં જણાવો.

જવાબ :- મરજીવિયા સમુદ્રના તળિયેથી મણીમોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે , કારણ કે એ દ્રઢનિશ્ચયી છે. એમનામાં ઉત્સાહ અને અથાગ બળ છે. તેઓ પ્રિયજનોના આસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી. એમને સમુદ્રની ગર્જનાનો ડર લાગતો નથી. તેઓ સાહસી છે. એટલે જ જીવનું જોખમ ખેડવા તૈયાર થાય છે. અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે. આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળિયા ખુંદી વળે છે. અને મણિમોતીનો અમૂલ્ય ખજાનો લઇને બહાર આવે છે. મરજીવિયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણો છે.

 

Q - 4. નીચેની કાવ્યપંક્તિઓ સમજાવો :

 

(1) ખૂંદ્યા ચરણના તમોમ તળો અને માપિયા

અખૂટ મણિમોતીકોષ, લઈ બહાર એ આવિયા.

જવાબ :- સાહસિક મરજીવિયાએ સમુદ્રના છેક તળિયે સુધી ડૂબકી મારી, પરંતુ ત્યાં તો મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય તેવું ગાઢ અંધકારમય વાતાવરણ હતું. એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ હતા. છતાં ડર્યા વગર તેઓ સમુદ્ર ખૂંદી વળ્યા અને અમૂલ્ય મણીમોતીનો ખજાનો લઇને હસતા મુખે હેમખેમ બહાર આવ્યા.

જીવનમાં પણ આવી સાહસિક વૃત્તિ હોય, મનમાં નિશ્ચય હોય, ઉત્સાહ અને સાહસ હોય, તો માનવી જીવનું જોખમ ખેડીને ગમે તેવા સંઘર્ષોનો સામનો કરી શકે છે. અને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ થાય છે.

વધુ નવું વધુ જૂનું