Std 9 Gujarati Ch 10 Swadhyay Solution || dhoran 9 gujarati path 10 swadhyay solution

Std 9 Gujarati Ch 10 Swadhyay Solution || dhoran 9 gujarati path 10 swadhyay solution


 Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :

 

(1) નીચેનામાંથી કયું વાક્ય બંધબેસતું નથી ?

(A) વિકૃતિ એટલે સહજ સ્વભાવ

(B) પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ

(C) સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઊઠવું

(D) વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું

 

(2) વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે ?

(A) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ ઘટતી જશે ત્યારે

(B) માણસમાં પશુવૃત્તિ આવતી જશે ત્યારે

(C) દુનિયાભરની સંસ્કૃતિનો અભ્યાસ કરવાથી

(D) માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે

 

(3) ‘ભારતીય સંસ્કૃતિની સિદ્ધિપાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે ?

(A) માનવ સંપદા

(B) વિચાર સંપદા

(C) પ્રાણી સંપદા

(D) વૈભવી રહેણીકરણી

 

Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

(1) પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે ?

જવાબ :- પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે, જેથી એ કહેશે કે આ મારા જ બાળકો છે.

 

Q - 3. નીચેનો પરિચ્છેદ વાંચી તેના પ્રશ્નોના ઉત્તર આપો :         

 

ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. જે આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે.

 

(1) બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિ ને શું કહેવાય ?

જવાબ :- વિકૃતિ

 

(2) ઉપવાસને લેખક શું કહે છે ?

જવાબ :- ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે.

 

(3) ‘પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે ?

જવાબ :- આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે.

 

(4) આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો :

જવાબ :- સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ.

 

Q - 4. નીચેના પ્રશ્નોના સાત - આઠ વાક્યોમાં ઉત્તર લખો :

 

(1) ‘ભારતીય સંસ્કૃતિની સિધ્ધિપાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો :

જવાબ :- ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર, વિચાર, વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિ એ અખંડ પરંપરા જાળવી રાખી છે. ભાષાઓ બદલાય છે, પણ આપણી જ્ઞાન-પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ-કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારતદેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન પાસાઓ અને અપારા વિવિધતાવાળા આ ભારતદેશને એક માને છે. એ જ આપણી ભારતીય સંસ્કૃતિની ને સિદ્ધિ અને વિશેષતા છે.

વધુ નવું વધુ જૂનું