Std 9 Gujarati Ch 3 Swadhyay Solution || dhoran 9 gujarati path 3 swadhyay solution

Std 9 Gujarati Ch 3 Swadhyay Solution || dhoran 9 gujarati path 3 swadhyay solution

નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.



(1) ગોરાણીએ શ્રીક્રુષ્ણ-સુદામા ને કયું કામ સોપ્યું હતું?

(A) ગાય દોહવાનું

(B) લાકડા (બળતણ) લાવવાનું ✓

(C) કુહાડો લાવી આપવાનું

(D) ભિક્ષા માંગી લાવવાનું



(2) ‘પછે શામળિયોજી બોલિયા’ કાવ્ય કોના સંવાદરૂપે આગળ વધે છે ?

(A) સાંદિપની ઋષિ અને તેમના પત્ની વચ્ચે

(B) શ્રીક્રુષ્ણ અને સુદામા વચ્ચે ✓

(C) શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે

(D) સુદામા અને સાંદીપની ઋષિ વચ્ચે




(3) શ્રીક્રુષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે ?

(A) પછી ગુરુજી શોધવા નીસર્યા

(B) ટાઢે ધ્રૂજે આપણી દેહ

(C) મળી જમતા ત્રણે ભ્રાત

(D) તમો પાસ અમો વિદ્યા શિખતા ✓




(4) સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખુબજ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે ?

(A) પછી ગુરુજી શોધવા નીસર્યા

(B) કહ્યું સ્ત્રીને, તે કીધો કેર

(C) આપણ હૃદિયા સાથે ચાંપિયા

(D) A, B, C માં દર્શાવેલ ત્રણે વાકયોમાં ✓




Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.




(1) સાંદિપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં લખો.

જવાબ :- સાંદિપની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ ક્રુષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો. આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમને ચિંતા થઈ. પહેલા તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ વરસતા વરસાદમાં ક્રુષ્ણ અને સુદામા ને શોધવા નીકળ્યા. જંગલમાં ટાઢમાં ધ્રૂજતા ક્રુષ્ણ-સુદામાને જોઈ તેમને ભેટી પડ્યાં અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા.




(2) શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી.?

જવાબ :- શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાડે, કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી.





Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.




(1) શ્રીકૃષ્ણ-સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો.

જવાબ :- શ્રીકૃષ્ણ-સુદામા સાંદિપની આશ્રમમાં બે માસ સાથે રહ્યા હતા. બંને વચ્ચે પ્રેમ હતો. તેઓ ભિક્ષા માંગવા સાથે જતાં, સાથે જમતા, ઘાસની પથારીમાં સાથે સૂતા, એકબીજાની દુઃખની વાત કરતાં, સવારે ઉઠી ધૂન કરતાં. ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રીકૃષ્ણે કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ ક્રુષ્ણની મહાનતા ગણાવી છે.

આમ, શ્રીક્રુષ્ણ-સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે.




Q - 4. નીચેની કાવ્યપંકિતઓ સમજાવો.




(1) તમો પાસ અમો વિદ્યા શિખતા, તને સાંભરે રે ?

હું ને મોટો કીધો મહારાજ, મને કેમ વિસરે રે ?

જવાબ :- પ્રથમ પંક્તિમાં શ્રીક્રુષ્ણ –સુદામા પાસે વિદ્યા શીખા તેનો એકરાર કરે છે. સુદામાએ કરે છે. બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીક્રુષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે. સુદામાના આ શબ્દો શ્રીક્રુષ્ણ માટેનો એમની વિનયશીલતા દર્શાવે છે.


વધુ નવું વધુ જૂનું