Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(1) “આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” – આ વિધાન કોણ બોલે છે.
(A) મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ
(B) ગુરુ માંડણ ભગત
(C) ગોપાળબાપા ✓
(D) પેશ્વા સરકાર
(2) મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?
(A) જાનવરના સગડ પારખવાની
(B) ખોટા રૂપિયા પારખવાની
(C) હીરા પારખવાની
(D) માણસ પારખવાની ✓
(3) તુલસીશ્યામ જવા-આવવાના માર્ગે શિવાલય કોને બંધાવ્યું છે ?
(A) ગાયકવાડ સરકારે
(B) પેશ્વા સરકારે ✓
(C) ગુરુ માંડણ
(D) ગોપાળબાપાએ
(4) ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા?
(A) અમરફળ જેવા બોરનો
(B) અંબાણી કેરીનો
(C) કોલસાનો
(D) હરિનામનો ✓
Q - 2. કારણ આપો :
(1) ગોપાળબાપાએ શિવાલયની પુજા કરવાની ના પાડી દીધી કારણ કે......
જવાબ :- કારણ કે તેઓ માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ. આ મૂર્તિઓની જગ્યા જડતી નથી ત્યાં વળી પથ્થરની મુર્તિઓને ક્યાં પધરાવવી?
(2) ગોપાળબાપા શીંગોડા નદીના કોતરો ખરીદવા ઇચ્છતા હતા, કારણ કે ......
જવાબ :- કારણ કે એ કોતરોનું તળ સાચું છે. તેની અંદર પાણીના ધરા ભરેલા હોય છે. ગમે ત્યાં આઠ હાથ ખોદતાં જ પાણી નીકળે છે. આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલાબંધ ઉતરે તેમ છે.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.
(1) ‘ગોપાળબાપા’ પાઠને આધારે સયાજીરાવ ગાયકવાડ વિષે નોંધ લખો.
જવાબ :- સયાજીરાવ ગાયકવાડ ગોપાળબાપા સાથે કરતાં જ તેમને પારખી લીધા હતા. ગોપાળબાપા પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમ જાણી એમને કોતરની જમીન લખી આપી. ઉપરાંત ખેતીમાં મદદની ખાતરી આપી. ગોપાળબાપાએ અપૂજ મંદિરનો બંદોબસ્તની ના પડી તો પણ તેમને માઠું ન લાગ્યું. પણ મુર્તિના નામે લોકોને આશરો મળે એ વાતનું સૂચન કરે છે. વળી, સયાજીરાવને ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જાણવાનું કુતૂહલ જાગે છે. માંડણ ભગતનું ઉત્તમ ચરિત્ર જાણીને સયાજીરાવ ગાયકવાડ ‘વાહ’ બોલી ઊઠે છે.
આમ, સયાજીરાવ ગાયકવાડ માણસ પારખું જ નહીં પણ ઉદાર, નમ્ર, તેમજ પ્રજા વત્સલ હતા.
(2) ગોપાળબાપાનું પાત્રા લેખન કરો.
જવાબ :- ગોપાળબાપા નિષ્ઠાવાન અને નીડર હતા. સયાજીરાવ સાથે વાર્તાલાપ દરમ્યાન એમની સાથે આમાન્ય રાખે છે. પણ પોતાના વિચારો નિડરતાથી રજૂ કરે છે. ગોપાળબાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શીંગોડાના મારને રોકી શકાય, તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે બોરના ઢગલેઢગલા ઉતરે. એમના એમના સુચનમાં ખેતીનું જ્ઞાન અને ગરીબનું ભલું કરવાની ભાવનાનું દર્શન થાય છે. વળી “તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” એમ નિડરતાથી કહી દે છે. ‘પૂજાનો બંદોબસ્ત’ કરવાનો પણ અસ્વીકાર કરે છે. તો ‘ત્યાય મુર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો’ એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે છે.
ગોપાળબાપા મિત્રધર્મ જાણે છે. એમાં ક્યાય દિલચોરી નહિ, ક્યાંય સ્વાર્થવૃતિ નહિ, ક્યાંય બેવફાઈ નહિ, ગુરુ, માંડણ ભગતની આજ્ઞાથી હરિનામનો વેપાર કરતાં તે એક નિઃસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજ સેવક હતા.
