Std 9 Gujarati Ch 6 Swadhyay Solution || dhoran 9 gujarati path 6 swadhyay solution

Std 9 Gujarati Ch 6 Swadhyay Solution || dhoran 9 gujarati path 6 swadhyay solution

 

Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.


(1) અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા ?

(A) મંદિરની 

(B) ઘરની 

(C) પાંજરાપોળની

(D) સ્મશાનની 


(2) બાપ રે! તમે માં થઈને એને ધકેલી મૂકો છો, પછી દવાખાનાવાળાનો શો દોષ કાઢવો? આ વાક્ય કોણ બોલે છે ?

(A) ગામના લોકો 

(B) સગાં - વહાલાં 

(C) પાડોશી સ્ત્રીઓ 

(D) ગાડીના મુસાફર ✓


(3) અમરતકાકી મંગુંની નાતમાં વટલાઈ ગયાં હતાં! એટલે......

(A) અમરતકાકીએ ધર્માંતરણ કર્યું હતું.

(B) અમરતકાકી મંગુંની જેમ ગાંડા થઈ ગયા હતાં. ✓

(C) અમરતકાકી મૃત્યુ પામ્યા હતા.

(D) અમરતકાકી મંગુનું સ્વપ્નું આવ્યું હતું.

(4) વહુઑ મંગુની ચાકરી નહીં કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે......

(A) વહુઓ અમરતકાકી સાથે વારંવાર ઝઘડતી હતી.

(B) દીકરાઓ, વહુઓની જ વાત સાંભળતા હતા. 

(C) વહુઓએ ચોખ્ખે-ચોખ્ખું સંભળાવી દીધું હતું.

(D) બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આવવાનું આમંત્રણ આપ્યું ન હતુ. ✓


Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.


(1) દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરતકાકી શા માટે જોવા માંગતા હતાં ?

જવાબ :-  દવાખાનામાં દર્દીઑને મળવા આવતા સગા-વહાલાંને અંદર જવા માટે બારણું ખૂલતું એ તક ઝડપી લઈ  અમરતકાકીએ અંદર જોયું તો ત્રણ-ચાર સ્ત્રીઓના વાળ ફગફગતા હતા અને અસ્તવ્યવસ્ત કપડામાં ફરતી હતી. એક સ્ત્રીએ તો છાતી ફૂટી અને આંખ ત્રાંસી કરીને જોયું તો દુઃખી થયા. આ દ્રશ્ય જોયું એટલે અમરતકાકીને મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો જોવા માંગતા હતાં.


(2) અમરતકાકીને દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણો નોંધો.

જવાબ :-  અમરતકાકીને દવાખાનામાં મંગુ માટે નર્સો ને ભલામણો કરી: મંગુને મૂંગા ઢોર જેટલુય ભાન નથી. એ સૂકો રોટલો ખાતી નથી, સાંજે વાળુમાં રોટલો દૂધમાં ચોળીને આપજો, દૂધ ના હોય તો દાળમાં ચોળી આપજો. એને દહીં બહુ ભાવે છે. જે બે-ત્રણ દહાડે આપજો. એ માટે વધારાનો ખર્ચ થશે તે અમે આપીશું જે ચાકરી કરશે તેને પણ રાજી કરશું.


Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.


(1) અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. આ વાક્ય સમજાવો.

જવાબ :- અમરતકાકીના ચાર સંતાનો હતાં: બે દીકરા અને બે દીકરીઓ એમાં સૌથી નાની દીકરી મંગુ જન્મથી ગાંડીને મૂંગી હતી, આથી વિશેષ ધ્યાન આપતાં, અમરતકાકી ઉછેરમાં કોઈ કસર રાખતા નહીં કેમકે મંગુને ઝાડો-પેશાબ ક્યાં કરાય અને ક્યાં ન કરાય તેનું ભાન ન હતું. તેમને મન જાણે મંગુ જ એમનું એક સંતાન હોય. રજાઓમાં દીકરાઓ ઘેર આવતા ત્યારે તેમનું ઘર ગુંજી ઊઠતું, પણ તેમણે એ વાતનો આનંદ થતો નહીં તે ભાગ્યે જ તેડતા, રમાડતા ને લાડ લડાવતાં. તેમની વહુઓની ફરિયાદ હતી કે તેમને બાળકો ગમતા નથી. એક ગાંડા હીરાને જ છાતીએથી અળગી કરતાં નથી. મંગુને ખોટા લાડ લગાવીને તે જ વધારે ગાંડી કરી છે. આવું કેટલુય દીકરીએ પણ સંભળાવી દીતું હતું. આ એજ દર્શાવે છે કે અમરતકાકીનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું.


(2) દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો.

જવાબ :- દવાખાનામાં દર્દીનાં સંબંધીઓ બેઠા હતાં. સ્વજનોએ ઘેરથી લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતાં. નર્સો દર્દી સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈને ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા સમજાવ્યું પણ બાઈએ છણકો કર્યો. નર્સે ખીજાયા વગર મોં ધોવડાવ્યું રૂમાલથી મોં લૂછયું. અમરતકાકીએ મંગુ વિશે સૂચન કર્યું તો પણ નર્સે સંતોષપૂર્વક જવાબ આપ્યો. અમરતકાકીને દર્દીઑનાં ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ અંદર જવાની નાં પાડે છે. મંગુને નર્સ ના હાથમાં સોપતા અમરતકાકી છુટ્ટામોંએ રડી પડે ત્યારે ડોક્ટર, મેટ્રન અને નર્સનાં હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ નર્સનાં હૈયા ભરાઈ આવે છે. પણ તરત જ મંગુને લલચાવે છે. અને નજીક આવતાં જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે.


(3) મંગુ દવાખાને મૂકવા જતાં પહેલાની અમરતકાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો.

જવાબ :- અમરતકાકીના ગામની કુસુમ અચાનક ગાંડી થઈ ગઈ હતી. પણ દવાખાનામાં તે સાજી થઈ ગઈ. કુસુમ પાસેથી દવાખાનામાં ગાંડા દર્દીને વ્યવહાર સારો કરે છે એ જાણીને મંગુને મૂકવા અમરતકાકી તૈયાર થયાં. પરંતુ તેઓ જાણતા હતાં કે વહુઓ મંગુની ચાકરી નહીં કરે. આ સ્થિતિમાં કદાચ સારું થાય કે ન થાય તો પણ દવાખાનામાં ફાવી જાય તો શાંતિ રહેશે. અમરતકાકી આ વિચારોથી પોતાના મનને મનાવતા, પણ આંખમાંથી એટલા આંસુ આવી જતાં કે પથાળી પલળી જતી. તેમણે દીકરાને પત્ર લખીને બોલાવવાની મોટી ભૂલ કરી. એટલી શું ઉતાવળ હતી કે શિયાળાની ઠંડીમાં મોકલવી પડે? રાત્રે અમરતકાકી વારિઘડીએ ઓઢાડતા દવાખાનામાં કોણ ઓઢાડશે? ઉનાળામાં દાખલ કરી હોત તો સારું થાત. આમ, અમરતકાકીની સ્થિતિ ન કહેવાય કે ન રહેવાય એવી થઈ ગઈ હતી.


વધુ નવું વધુ જૂનું