Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(1) આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે ?
(A) સહિયારી મહેનતનું બળ ✓
(B) મહેનત વગરનું જીવન
(C) માત્ર ઊંચું ભણેલા લોકો
(D) માત્ર કાગળ ઉપરનું કાર્ય
(2) ભારત દેશને કઈ રીતે બદલી શકાઈ ?
(A) નદીઓના નીરને બાંધીને
(B) ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને
(C) નદીઓના નીરને વહેતા કરીને
(D) A અને B બંને રીતે ✓
(3) દુનિયાને કઈ રીતે બદલી શકાય ?
(A) ખુબજ મહેનત કરીને ✓
(B) કામ કર્યા વગર
(C) આરામ કરીને
(D) છાપાંને ભીંત ઉપર ચોંટાડીને
(4) ‘કામ કરે ઇ જીતે’ કાવ્યમાં....
(A) આળસનું મહત્વ પ્રગટ થાય છે
(B) પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. ✓
(C) ખાસ કશું જાણવા મળતું નથી
(D) ઊંચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે
Q - 2. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.
(1) ‘કામ કરે ઇ જીતે’ કાવ્યમાં વ્યકત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો.
જવાબ :- ‘કામ કરે ઇ જીતે’ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે. તેનાં વિકાસ માટે મહેનત કરવી પડશે. તો સૌપ્રથમ સિમને સોહામણી કરવી. નદીઓને જોડી ભારતનાં ખૂણે ખૂણે પહોચાડવાનાં છે. ભારતદેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. એટલે કે, ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘરઘરમાં રેટિયોં ચલાવવાના છે. પ્રજાએ બાવડાના બળે ભારતદેશનો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જ જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જયજયકાર થાય છે.
(2) મુદ્દાસર નોંધ લખો: કાવ્યને આધારે શ્રમજીવીની અભિલાષા.
જવાબ :- શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે. અને સ્વમાનથી જીવવું છે. પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારતદેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેની પાસે શારીરિક બળ છે. શ્રમજીવીની અભિલાષા છે કે તેને કોઇની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે. તેથી સખત પરિશ્રમ કરીને આપ કમઇથી જીવવું છે. તેથી સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પો તે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે.
Q - 3. નીચેની કાવ્યપંકિતઓ સમજાવો.
(1) 'કામ કરે ઈ જીતે
આવડો મોટો મલક આપણે
બદલે બીજી કઈ રીતે ?'
જવાબ :- જેને સ્વાવલંબી બનવું છે અને સ્વમાનથી જીવવું છે. તેને સખત મહેનત કરવી જોઈએ. ભારતની દિશા બદલવી હોય તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેની જીત થાય છે.
આમ, આ પંક્તિઓમા પરિશ્રમનું મહત્વ દર્શાવ્યું છે.
