Std 12 Gujarati Ch 15 Swadhyay Solution || dhoran 12 gujarati path 15 swadhyay solution

 

Std 12 Gujarati Ch 15 Swadhyay Solution || dhoran 12 gujarati path 15 swadhyay solution

Q - 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

(1) સહજ રીતે મળવું શા માટે સહેલું છે?

જવાબ :- હમેશા સંબંધો બાંધવા સહેલા હોય છે પણ તેને ટકાવી રાખવા જ અઘરા હોય છે કારણ કે સહજ રીતે મળવું તો સહેલું છે પરંતુ ડાળ ફેલાવી કોઈ માટે છાયારૂપ બનવું અઘરું છે.


(2) નગરને અબુધ શા માટ કહ્યું છે?

જવાબ :- નગર અણસમજુ બાળકની જેમ કોઈને પણ લલચાવી શકે છે તેથી નગરને અબુધ કહ્યું છે.


(3) રેતશીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે?

જવાબ :- કવિ સમયની કાચબા જેવી ધીમી પણ એકધરી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ કરવા માંગે છે તેથી કવિ રેતશીશીને ઉલટાવવાનું કહે છે.



Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :


(1) ‘શકયતા નાં દ્વાર’ ખખડાવવા એટલે શું?

જવાબ :- ‘શકયતા નાં દ્વાર’ ખખડાવવા થી કવિ કોઈ કાર્ય પૂર્ણ કરવા માટેની બધી શક્યતાઓ તપાસી લેવા માંગે છે. કોઈ અશક્ય કે મુશ્કેલ કાર્ય નહિ થાય એમ વિચારી હાર માની લેવાને બદલે કેટલી શક્ય રીતે થઇ શકે તે તપાસી લેવું જોઈએ. આ માટે કવિ પથ્થરનું ઉદાહરણ આપે છે. પથ્થર એક નિર્જીવ વસ્તુ છે તેમ છતાં તેને બોલાવી જોવાનું કવિ કહે છે. એટલે કે અશક્ય લાગતી શક્યતા પણ એક વાર તપાસી લેવી જોઈએ એમ કવિ કહેવા માંગે છે.


(2) છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગુરતા શી રીતે આલેખાઈ છે?

જવાબ :- છેલ્લા શેરમાં કવિ કહે છે કે આયના એટલે કે અરીસામાં અહી સૌ ઝિલાય છે. કોઈને આંખોમાં સ્થાન આપી જુઓ. એટલે કે કવિ કહેવા માંગે છે કે કવિ સમયની ક્ષણભંગુરતા દર્શાવવા માટે કહે છે કે આયનામાં જેના પ્રતિબિંબ ઝિલાય છે તે જીવંત વ્યક્તિ નથી. એ ક્ષણભંગુર છે. પરંતુ કોઈને આંખોમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવું એ મહત્વનું છે. એ કાયમ માટે ટકી રહે છે.



Q - 3. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :


(1) ગઝલનું સમગ્રલક્ષી ભાવદર્શન કરાવો.

જવાબ :- ગઝલ ‘જુઓ’ ના પ્રથમ શેરમાં કવિ વિવિધ કામોને કરવા માટે ઉપલબ્ધ બધી શક્યતાઓને તપાસી લેવા કહે છે. કવિ ત્યાં સુધી કહે છે કે પથ્થર સજીવ નથી તેમ છતાં તેને એક વાર બોલાવવા માટેની શક્યતા પણ તપાસી લેવી જોઈએ. બીજા શેરમાં કવિ કહે છે કે દરેકને મળવું સહેલું છે પરંતુ કોઈના જીવનમાં વ્રુક્ષની જેમ ડાળો ફેલાવી સહારો આપવો મુશ્કેલ છે. ત્રીજા શેરમાં કવિ કહે છે કે આ નગર બાળક જેવું અબુધ છે. કારણકે કોઈ પણ નગરમાં આવે એટલે નગરના જીવનથી નાના બાળકની જેમ લલચાઈ જાય છે. ચોથા શેરમાં કવિ સમયની રેતશીશીને ઉલટાવી જોવાની વાત કહે છે. કવિ જાણે છે કે રેતશીશીને ઉલટાવવાથી સમય બદલાઈ જવાનો નથી. તે કાચબાની ચાલે ચાલ્યા જ કરવાનો છે. પાંચમાં અને છેલ્લા શેરમાં કવિ કહે છે કે આયનામાં દેખાતા સંબંધો ક્ષણજીવી હોય છે. સમય જતા તે અલોપ થતાં જાય છે. સાચું તો છે કોઈને હૃદય માં સ્થાન આપવું કે જે હમેશા માટે રહે છે. આમ ગઝલ દ્વારા કવિ વિવિધ ભાવદર્શન કરાવે છે.

વધુ નવું વધુ જૂનું