Std 11 Gujarati Ch 15 Swadhyay Solution || dhoran 11 gujarati path 15 swadhyay solution

 

 

Std 11 Gujarati Ch 15 Swadhyay Solution || dhoran 11 gujarati path 15 swadhyay solution

Q - 1. નીચેના પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

(1) ફળીનાં ઝાડવા ક્યાં જવાની વાતો કરે છે?

જવાબ :- ફળીનાં ઝાડવા દૂર દૂર જંગલમાં જવાની વાતો કરે છે.

 

(2) જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે?

જવાબ :- જંગલમાં કઠિયારાઓ અચાનક આવીને કુહાડાના ઘા કરે છે આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે.

 

(3) ઝાડવાને પોતાનાં ફળ અને છાંયો કોને આપવા છે?

જવાબ :- ઝાડવાને પોતાનાં ફળ અને છાંયો તેને ખૂબ મહેનતથી જળ સીંચીને ઉછેરનારને આપવા છે.

 

 

(4) કાવ્યને અંતે વ્રુક્ષો દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઇ છે?

જવાબ :- માનવજીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે અને ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ. – કાવ્યના અંતે ઝાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઇ છે.

 

Q - 2. નીચેનાં પ્રશ્નોનાં મુદ્દાસર ઉત્તર લખો :

 

(1) એક ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે?

જવાબ :- કવિ (નાયક) ફળિયામાં બે ઝાડ ઉગેલા છે. કવિ એ બે ઝાડ વચ્ચેનો વાર્તાલાપ કલ્પે છે. તે બે માંથી એક ઝાડ દૂર જંગલમાં જવા ઈચ્છે છે કારણકે તેને અહી એકલવાયુ લાગે છે. તે જંગલમાં રહેલા પોતાના ભાઈ-ભાંડું સાથે બાકીનું જીવન વિતાવવા ઈચ્છે છે. તેનાંથી સ્વજનોનો વિયોગ સહન થતો નથી. તેનાંથી દિવસ તો જેમતેમ પસાર થઇ જાય છે પરંતુ રાત કેમેય કરીને ખૂટતી નથી. તેને અહી રહેવું હવે ગમતું નથી.

 

(2) વ્રુક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે?

જવાબ :- વ્રુક્ષોના બધા ભાઈ-ભાંડુ જંગલમાં છે. અહીં ફળીમાં તેઓનો સમય પસાર થતો નથી. દિવસ તો જેમતેમ પસાર થઇ જાય છે પરંતુ રાત્રે તેમને એકલતા સાલે છે અને જંગલમાં રહેલા સ્વજનોની યાદ આવે છે. માટે ફળીમાં વ્રુક્ષોને એકલું લાગે છે.


Q - 3. મુદ્દાસર નોંધ લખો :

 

(1) 'મારા ફળીનાં ઝાડવાં બે....' કાવ્યનો મધ્યમવર્તી વિચાર લખો.

જવાબ :- 'મારા ફળીનાં ઝાડવાં બે....' કાવ્યમાં કવિએ બે ઝાડ વચ્ચેનો કલ્પિત વાર્તાલાપ મુક્યો છે. એક ઝાડવું દૂર જંગલમાં પોતાનાં ભાઈ-ભાંડુઓ સાથે રહેવા ઈચ્છે છે. તેને ફળીમાં એકલવાયુ લાગે છે. તેનાંથી સ્વજનોનો વિયોગ હવે સહન થતો નથી. દિવસ તો તે ગમે તેમ કરીને પસાર કરી લે છે પરંતુ રાત તેનાંથી પસાર થતી નથી. બીજું ઝાડવું તેને સમજાવે છે કે આપણે અહીં વધારે સુરક્ષિત છીએ. ત્યાં જંગલમાં ઓચિંતા કઠિયારા આવીને કુહાડાના ઘા મારીને આપણને ઈજા પહોંચાડશે. અહી જેને આપણને પાણી સીંચીને ઉછેર્યા એમને તરફ આપણું કર્તવ્ય બને છે. તેમણે આપણા ફળ અને છાંયો આપવા જોઈએ. તે પ્રથમ ઝાડવાને અહી ફળીમાં જવા સમજાવે છે. આમ, કાવ્યમાં કવિ એ બે ઝાડનાં વાર્તાલાપ દ્વારા ઉપકારનો બદલો ઉપકારથી વાળવા કહ્યું છે. આ ગીતનો મધ્યમવર્તી વિચાર એ છે કે માનવજીવનની સાર્થકતા સૌને ઉપયોગી થવામાં છે.

વધુ નવું વધુ જૂનું