Std 11 Gujarati Ch 9 Swadhyay Solution || dhoran 11 gujarati path 9 swadhyay solution

Std 11 Gujarati Ch 9 Swadhyay Solution || dhoran 11 gujarati path 9 swadhyay solution
 

Q - 1. નીચેના પ્રશ્નોનાં એક-બે વાકયોમાં ઉત્તર લખો :

 

(1) ચોપાસ કોની શાખાઓ પ્રસરી રહી છે?

જવાબ :- ચોપાસ શૈલરાજ પર્વતની શાખાઓ પ્રસરી રહી છે.

 

(2) દિવસનાં ક્યા પ્રહારની વાત ચક્રવાકમિથુનકાવ્યનાં કેન્દ્રમાં છે?

જવાબ :- ચક્રવાકમિથુનકાવ્યનાં કેન્દ્રમાં સંધ્યાનાં મધ્યપ્રહરની વાત છે.


 

(3) કવિએ વિહગયુગ્મશબ્દ કોના માટે પ્રયોજ્યો છે?

જવાબ :- કવિએ વિહગયુગ્મશબ્દ ચક્રવાક-ચક્રવાકી માટે પ્રયોજ્યો છે.

 

(4) ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે?

જવાબ :- ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે.

 

(5) સ્નેહબાળ યુગલ કોનાથી ઉન્નમત થાય છે?

જવાબ :- સ્નેહબાળ યુગલ આભાસોથી ઉન્નમત થાય છે.

 

(6) 'ચાલો એવા સ્થળ મહીં, વસે સૂર્ય જ્યાં સદૈવ' આ પંક્તિ કોણ બોલે છે?

જવાબ :- 'ચાલો એવા સ્થળ મહીં, વસે સૂર્ય જ્યાં સદૈવ' આ પંક્તિ ચક્રવાકી બોલે છે.

 

Q - 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :

 

(1) ચક્રવાક ચક્રવાકીને બીજે નહિ વસવા અંગે શું કારણ આપે છે?

જવાબ :- ચક્રવાકી ચક્રવાકને કહે છે કે જ્યાં દિવસ લાંબો હોય તેવા સ્થળે જઈને વસીએ જેથી બંનેને એકબીજામાં વિરહમાં ઝૂરવું ન પડે. પરંતુ ચક્રવાક તેને વાસ્તવિક પરિસ્થિતીને સમજાવતાં કહે છે કે હે પ્રિય સખી ! જ્યાં દિવસો લાંબા હોય ત્યાં રાત પણ લાંબી જ હોવાની. એટલે પ્રણયસુખની આશા જ ઠગારી છે.

 

(2) ચક્રવાકચક્રવાકી માટે કવિએ ક્યાં-ક્યાં શબ્દો વાપર્યા છે?

જવાબ :- ચક્રવાક માટે કવિએ પતિ, પ્રેમી, પ્રિયતમ, નાથ વગેરે શબ્દો વાપર્યા છે. જ્યારે ચક્રવાકી માટે પ્રિયતમા, પ્રિય, સખી, લલના વગેરે શબ્દો વાપર્યા છે. કવિએ આ પક્ષીયુગલ માટે દંપતી, વિશ્વયુગલ, વિશ્વયુગ્મ, ચક્રવાકમિથુન અને ચક્રવાક યુગલ જેવાં શબ્દો વાપર્યા છે.

 

(3) ચક્રવાકી ચક્રવાકને ક્યાં જઇ વસવાનું કહે છે? શા માટે?

જવાબ :- નિયતિવશ ચક્રવાકચક્રવાકીને એકબીજાથી વિખૂટાં પડવું પડે છે. દિવસ દરમિયાન એક-એક ક્ષણ તેમનાં માટે પ્રણયસુખની હતી. તેમણે પ્રણયસુખની તૃપ્તિ થતી નથી. એ બંનેને અધિક પ્રણયસુખની આશા હતી [અરન્તુ સંધ્યા થતાં જ બંનેને એકબીજાનાં વિરહમાં ઝૂરવું પડે છે. તેમનાં માટે આ વિરહ અસહ્ય થઈ જાય છે. આથી ચક્રવાકી ચક્રવાકને ખે છે કે જ્યાં સૂર્ય પ્રકાશ સદૈવ રહતો હોય અર્થાત જ્યાં દિવસ લાંબો હઔ તેવાં સ્થળે આપણે જઇને વસીએ.

 

Q - 3. મુદ્દાસર નોંધ લખો :

 

(1) ચક્રવાકચક્રવાકીનાં જીવન ઉપર રહેલો નિયતિનો પ્રભાવ વર્ણવો.

જવાબ :- ચક્રવાકમિથુનખંડકાવ્યમાં ચક્રવાક-ચક્રવાકીનાં જીવન ઉપર નિયતિનાં અસરકારક પ્રભાવની વાત છે. દિવસ દરમિયાન સૂયનાં પ્રકાશમાં બંને પ્રણયસુખનો આનંદ માણે છે પરંતુ નિયતિવશ સૂર્યાસ્ત થતાં જ બંનેને વિખૂટાં થવું પડે છે. આ યુગલ વિયોગથી ઝૂરતું રહે છે. સૂર્યનાં પ્રકાશની છેલ્લી ક્ષણ સુધી બંને પ્રણયસુખમાં મગ્ન છે. તેમને પ્રણયની તૃપ્તિ થતી જ નથી. સંધ્યા થતાં જ બંને એકબીજાનાં વિરહમાં ટળવળે છે. વિરહાગ્નિમાં બળતી ચક્રવાકી પોતાના ચક્રવાકને કહે છે કે આપણે કોઈ એવા સ્થળે ચાલ્યા જઈએ જયાં સૂરજ હમેશા હોય.

તેની અકળામણનો ઉત્તર આપતાં ચક્રવાક તેને સમજાવે છે કે જ્યાં દિવસ લાંબો હશે ત્યાં રાત લાંબી જ હોવાની. માટે આ પ્રણયસુખની આશા રખવાનાઓ કોઈ જ અર્થ નથી. દિવસ અને રાતનું નિર્માણ એ નિયતિનો વણલખ્યો ક્રમ છે તેને મિટાવી શકાતો નથી. નિયતિનાં આ પ્રભાવ હેઠળ ચક્રવાક અને ચક્રવાકી ને જીવવું પડે છે. યુગલની આ નિયતિ ચ્હે અને આ જ તેમની વેદના છે.

 

(2) ‘ચક્રવાકમિથુનખંડકાવ્યનાં અંત વિષે લખો.

જવાબ :- ચક્રવાકમિથુનખંડકાવ્યનાં અંતમાં સૂર્યપ્રકાશને ઝંખતું પક્ષીયુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઊડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષીયુગલ આંખ મીંચીને સાથે જ મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવે છે, પરંતુ ત્યાં અચાનક આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતાં જ તેમને કોઈ દિવ્ય પ્રકાશનાં દર્શન થાય છે. પક્ષીયુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિનાં શબ્દોમાં કહીએ તો : ‘કયહીં અચેતન એક દીસે નહીં!’ કવિની આ અંતિમ પંક્તિ દ્વારા સમગ્ર ખંડકાવ્યની અર્થ છાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિપૂર્ણ અંતથી ખંડકાવ્ય પૂરું થાય છે. આથી ચક્રવાકમિથુનનો અંત યોગ્ય છે

વધુ નવું વધુ જૂનું