Q - 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) વિષયા ચંદ્રહાસના ઘોડાનાં વખાણ શા માટે કરે છે?
જવાબ :- વિષયા ચંદ્રહાસના ઘોડાનાં વખાણ કરે છે કારણ કે, વિષયા અહીં આવી છે એની જાણ ઘોડો ચંદ્રહાસને કરે તેમ તે ઈચ્છે છે.
(2) વિષયાને પોતાના આભૂષણ વેરી જેવાં શા માટે લાગે છે?
જવાબ :- વિષયાને પોતાના આભૂષણ વેરી જેવાં લાગે છે, કારણ કે તેને ડર છે કે કદાચા તેનાં આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે.
(3) ધૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો?
જવાબ :- ધૃષ્ટબુદ્ધિ પ્રધાને ‘વિષ’ દેવાનો સંદેશો લખ્યો હતો.
(4) વિષયાએ વિષનું ‘વિષયા’ કેવી રીતે કર્યું?
જવાબ :- વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઇ તણખલા વડે ‘વિષ’ શબ્દમાં ‘યા’ ઉમેરી ‘વિષયા’ કર્યું.
Q - 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :
(1) ચન્દ્રહાસનું મનોહર રૂપ જોઇને વિષયા શોક શા માટે અનુભવે છે?
જવાબ :- ચન્દ્રહાસનું મનોહર રૂપ જોતાં જ વિષયા તેનાથી મોહાઈ જાય છે, પરંતુ તે તુરંત વિચાર કરે છે કે જેણે જપ, તપ, વ્રત અને દેહદમન કર્યા હોય તે જ આના ઘરની નાર હોય. જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુન્દર વર મળશે.પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો? આવા વિચાર કરીને વિષયા દુખી થઇ જાય છે અને ચંદ્રહાસનું રૂપ જોઈ ને શોક અનુભવતી આંસુ સારે છે.
(2) ચન્દ્રહાસ પાસેનો પત્ર વાંચી વિષયાએ શી પ્રતિક્રિયા આપી?
જવાબ :- વિષયાએ ચન્દ્રહાસ પાસેનો પત્ર વાંચ્યો. તેમાં પિતાએ પુત્રને ચંદ્રહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી. પિતાનો આ સંદેશો વાંચતા જ તે વિચારે છે કે આવું લખતા પિતાના હાથ કપાઈ જવા જોઈએ. જોકે વિષયામાં કોઠાસૂઝ છે. તે તુરંત સમયસુચકતા વાપરી પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી ‘વિષયા’ લખી નાખી એ પત્ર ચુપચાપ ચંદ્રહાસની કમરમાં બાંધી દે છે.
(3) ચંદ્રહાસ કેવી રીતે ઊગર્યો?
જવાબ :- ચન્દ્રહાસ પાસે રહેલા પત્રમાં લખેલું લખાણ વિષયા વાંચે છે તે પત્રમાં પિતાએ તેના પુત્ર મદનને ચંદ્રહાસને વિષ આપવાનું લખ્યું હતું. વિષયા તુરંત સમયસુચકતા વાપરે છે તે પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે અને બીજા નેત્રમાંથી જળ લઇ તણખલા વડે પત્રમાં લખેલ ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી દઈ વિષ નું ‘વિષયા’ કરી નાંખે છે. આ રીતે ચંદ્રહાસ ઊગર્યો.
(4) ચન્દ્રહાસને જોઈ વિષયા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે?
જવાબ :- વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઇ તણખલા વડે ‘વિષ' શબ્દમાં ‘યા' ઉમેરી ‘વિષયા' કર્યું.
Q - 3. મુદ્દાસર નોંધ લખો :
(1) ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો.
જવાબ :- કાવ્યમાં વિષયાના મુખેથી ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરવામાં આવ્યું છે. ચંદ્રહાસનો ઘોડો રૂપાળો છે. તેના મુખે બાંધવાનું દોરડાનું ગાળીયું રત્નજડિત છે. જાણે ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય. તેનાં પેંગડાં પણ સુંદર છે અને તેનું પલાણ પણ રત્નજડિત છે.
(2) ચંદ્રહાસનું પાત્રાલેખન કરો.
જવાબ :- ચંદ્રહાસ એક સોહામણો યુવક છે. તેના કમળ જેવાં સુંદર ભ્રક્રુટી ઉપર ભમરા ગુંજારવ કરે છે. ચંદ્રબિંબની પાછળ તારા શોભે છે એમ તેના ગાળામાં મોતીનો હાર શોભે છે. એનું નાક પોપટની ચાંચ જેવું છે.જાણે તેના અધરબિંબને શોભાવે છે. કાનમાં ચંદ્ર અને સૂર્ય જેવાં કુંડળ શોભે છે. તેના દાંત દાડમની કળી જેવાં છે. તેનો કંઠ કપોત જેવો છે, હાથ કુંજર(હાથી) જેવાં અને કમળના રંગ જેવી હથેળી છે. તેને બાંય પર બાજુબંધ બેરખા અને આંગળીમાં વીંટી વગેરે ઘરેણાં પહેર્યા છે.
ચંદ્રહાસના આવાં રૂપ, રંગ અને તેજથી અંજાઈ ગયેલી વિષયા પર જાણે પ્રેમની ભૂરકી નાખી. આવા સોહામણા ચંદ્રહાસ સાથે લગ્ન કરવા વિષયા ઉતાવળી થઇ છે. આમ, કવિએ ચન્દ્રહાસના સૌન્દર્યનું ઉપમા, રૂપક અને ઉન્મેક્ષા અલંકારથી શણગારી તેની કમનીય કાયાનું સુંદર વર્ણન કર્યું છે.
