Q - 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો :
(1) પુત્રવધૂના આવવાથી જાણે…...
(A) લક્ષ્મી આંગણામાં આવ્યા
(B) સો - સો કલમની સુગંધ આવી
(C) આંગણે આજે ઉત્સવ થયો ✓
(D) આપેલ તમામ
(2) પુત્રવધૂના વેણ કેવા લાગે છે ?
(A) કડવા ઝેર
(B) વહાલ નીતરતાં ✓
(C) કવેણ
(D) તોછડાં
(3) ઘરનું છતર બનેલું એટલે…..
(A) ઘરનો કબજો સંભાળી લેવો
(B) ઘરના બધા સભ્યોને સાચવવા ✓
(C) ઘર હવે ઘર રહ્યું જ નથી
(D) અગાસી ઉપર નવું બાંધકામ કરવું
(4) ‘ઘરની અગાસીનું ખુલ્લું આકાશ’ વાક્યનો અર્થ…….
(A) સ્વચ્છંદીપણુ, તડ ને ફડ
(B) ઘર, આગાહી અને ખુલ્લું આકાશ
(C) બંધન, ગુલામી અને તિરસ્કાર
(D) સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર ✓
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
(1) ઘરની અડવી ભીંતો હવે શણગારથી કેમ શોભવા લાગી ?
જવાબ :- ઘરની ભીંતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીંતો આજ સુધી સુની હતી. પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતા જ ભીંતોએ જાણે સૌંદર્યનો શણગાર સજયો હોય એમ શોભી ઊઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા ! ઘરનું વાતાવરણ જીવંત બની ગયું.
Q - 3. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં ઉત્તર લખો :
(1) પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો :
જવાબ :- પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. તેના આવવાથી સો - સો કમળનો સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. જે આજ સુધી ઘરની ભીંતો સુની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતા જ ભીંતોએ શણગાર સજ્યો છે. એણે સૌના દિલ જીતી લીધા છે. પુત્રવધુ તો ઘરનું છત્ર, છાંયડી અને અગાસી નું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે.
(2) પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. એમ કવિ શા માટે કહે છે ?
જવાબ :- પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આવવું એટલે લક્ષ્મીનો આવવું. તે આવતા જ મીઠી સુગંધ ફેલાઈ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો ને શણગાર સજ્યા હોય એમ શોભી ઊઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌનો હૃદય જીતી લીધાં. એ ઘરનું છત્ર અને શીતળ છાંયડી સમી છે. આગાસીના ખુલ્લા આકાશની જેમાં ખુલ્લા દિલથી સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમાં બે બે કુળને ઉજાળનારી આ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું.
Q - 4. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
(1) એણે બબ્બે તે કુળને ઉજાળિયા.
જવાબ :- કવિ પુત્રવધૂને બે - બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂ ટાંકણ બનીને રહે છે. એ બધા માટે શીતળ છાંયડી જેવી હોય છે. પુત્રવધુ પોતાના વાણી, વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે. અને જીવતરના નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહે છે.
