Q
- 1. નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
(1) લેખકના માટે ભારતદેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે ?
(A) શ્રીરામ, શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધની સંસ્કૃતિ
(B) પુરાણાં મંદિરો, સ્થાપત્યો અને સ્તૂપોની સંસ્કૃતિ
(C) છાલ, છોતરાં અને ગોટલાંની સંસ્કૃતિ ✓
(D) વેદ, પુરાણો અને ઉપનિષદોની સંસ્કૃતિ
(2) વિશ્વનાં શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ.
(A) અમૃત જેવી કેરી
(B) આમ્રફળ
(C) અંબાના પાંદડા
(D) ગોટલાં ✓
(3) લેખકનાં મતે મગફળીનાં ફોતરાં આપણે ક્યાં વેરીએ છીએ ?
(A) બગીચામાં
(B) શાળાનાં વર્ગમાં
(C) થિયેટરમાં
(D) (A) (B) (C) ત્રણેય ✓
(4) ઓલમ્પિકવાળાને કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે ?
(A) દડાફેંકની
(B) ભાલા ફેંકવાની
(C) કેળાની છાલ ફેંકવાની ✓
(D) દોડવાની
Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો.
(1) અમેરિકના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી ?
જવાબ :- લેખક કહે છે કે ઓલમ્પિકવાળાં કેળાની છાલફેંકની સ્પર્ધા રાખે તો ભારતીયને જ સુવર્ણચંદ્રક મળે આથી અમેરિકાનાં ખેલાડીને ચેલેન્જ કરી કે તાકાત હોય તમારામાં તો અને જેની માએ શેર સૂંઠ ખાધી હોય, તો ઓલમ્પિકવાળાં તમે છાલફેંકની સ્પર્ધા રાખો!
(2) કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે ?
જવાબ :- લેખક જીવદયા પ્રેમી છે. આપણે શિંગનાં ફોતરા રૂમાલમાં લઈ તેની પોટલી વાળી ખિસ્સામાં મૂકી રસ્તામાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં ઠાલવી દઈએ., તો બિચારી કીડીઓને ખોરાક માટે કેટલું ચાલવું પડે? કીડીઓ બિચારી થાકી જાય! એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાંની હોમડિલીવરી આપીએ છીએ.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સાત-આઠ વાકયોમાં ઉત્તર લખો.
(1) જીવદયા પ્રેમના નામે લેખક આપની કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે ?
જવાબ :- આપણે ફોતરાને ગમે ત્યાં ફેકવાને બદલે રૂમાલમાં બાંધીને મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં ઠાલવી દેવી જોઈએ. પરંતુ આપણે રહ્યાં જીવદયા પ્રેમી. આપણે શિંગનાં ફોતરા ફેકીએ ત્યારે કીડીઓ સપરિવાર સાથે આવે છે. એ બિચારી નાનો જીવ કેટલું ચાલીને કચરાપેટી સુધી જવાની એ થાકી ન જાય? એમ વિચારી એના પર દયા કરીને આપણે ફોતરાંની હોમડિલીવરી કરીએ છીએ. લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેકવાની નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે.
(2) ‘છાલ, છોતરાં અને ગોટલાં’ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે ?
જવાબ :- આ પાઠમાંથી મુખ્ય વાત એ શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. આથી આપણે મંદિરો અને તેની આસપાસ પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ન કરવો જોઈએ. જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળામાં ચારે બાજુ કેરીનાં ગોટલાં ફેંકવાને બદલે કચરાપેટીમાં નાખવાં જોઈએ. તેનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ રસ્તા પર ન ફેકવી. ટૂંકમાં, શીંગના ફોતરાં હોય કે નાળિયેરના છોતરાં, તેને રસ્તામાં આવતા જતાં કચરાપેટી દેખાય એમાં નાખી દેવા જોઈએ. ઘર, સ્થળો, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાં એ આપણી ફરજ છે. આ વાતને લેખકે દ્રષ્ટાંતો દ્વારા કાવ્યપંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઑ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે. અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે.
